અમદાવાદમાં આવેલી આ હોસ્પિટલમાં મફતમાં કરવામાં આવે છે નિદાન અને સારવાર, શેર જરૂર કરો.

0
5391

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજના આ લેખમાં અમે તમને એક હોસ્પિટલ વિષે જણાવવાં જઈ રહ્યા છીએ જ્યાં મફતમાં સારવાર થાય છે. અને આ હોસ્પિટલ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલી છે. તેમજ આ હોસ્પિટલ તમને 24 કલાક સેવા આપે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અધતન સુવિધાઓ ધરાવતી 350 પથારીની સેવાઓ આપતી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં દરેક રોગોની વિનામૂલ્યે નિદાન અને તબીબી સારવાર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં રવિવાર સિવાય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ઓ.પી.ડીનો સમય હોય છે. તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આ હોસ્પિટલની બીજી શું ખાસિયત છે, અને તે તેમને કઈ કઈ સેવાઓ આપે છે.

જનરલ મેડિસિન વિભાગ :

અહીં તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, હ્રદયરોગ, લીવર, ચેપીરોગ વગેરેને લગતું નિદાન અને સારવાર મળી રહે છે.

જનરલ સર્જરી વિભાગ :

આ વિભાગમાં કિડની-મૂત્રાશય-પિત્તાશયની પથરી, ચાંદા, ભગંદર, સારણગાંઠ, મસા, નાના-મોટા આંતરડાના રોગ, થાઈરોઈડ ગ્રંથિ, સ્તન રોગોને લગતું નિદાન, સર્જરી અને સારવાર કરવામાં આવે છે.

કાન, નાક, ગળાનો વિભાગ :

આ વિભાગમાં કાનમાં પરુ થવું, કાનની બહેરાશ, ગળાની બીમારી, પડદામાં કાણું હોવું, કાકડા, દૂરબીનથી સાઈનસના રોગની તપાસ અને સારવાર કરવામાં આવે છે.

પ્રસુતિ અને સ્ત્રી રોગ વિભાગ :

અહીં તમામ પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, સ્ત્રી રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

બાળરોગ વિભાગ :

આ વિભાગમાં બાળકોના તમામ પ્રકારના રોગોનું નિદાન, નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, ખેંચ આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

ચામડીના રોગનો વિભાગ :

આ વિભાગમાં ચામડીને લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

હાડકા વિભાગ :

આ વિભાગમાં વા, કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર, સાંધા બદલવાના અને ફેક્ચરના ઓપરેશન કરવામાં આવે છે.

શ્વાસ-દમ (ટી.બી) રોગ વિભાગ :

આ વિભાગમાં દમ-ટી.બી, ન્યુમોનિયા, વગેરેનું નિદાન અને સારવાર (બોન્કોસ્કોપી) શ્વાસનળીની દૂરબીનથી તપાસ, PFT, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

માનસિક રોગ વિભાગ :

આ વિભાગમાં તમામ પ્રકારના માનસિક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

ડેન્ટલ વિભાગ :

આ વિભાગમાં દાંતની સફાઈ, મુળીયાની સારવાર, વાંકાચૂકા દાંતની સારવાર, ચોકઠું બનાવવું, દાંતના રંગના મટીરીયલથી સડાની સારવાર કરવામાં આવે છે.

આંખ વિભાગ :

આ વિભાગમાં આંખની સંપૂર્ણ તપાસ, નિદાન અને ઓપરેશન કરવામાં આવે છે. તેમજ અધતન પદ્ધતિથી મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખના ઓપરેશન કરવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અધતન સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, ઈકો, ટીએમટી અને લેબોરેટરી ટેસ્ટની 24×7 કલાક સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. 24×7 કલાક ફાર્મસી સેવાઓ પણ અહીં ઉપલબ્ધ છે.

અને નજીકના ભવિષ્યમાં અહી સીટી સ્કેન, એમ.આર.આઈ. એન્જીયોગ્રાફી, મેમોગ્રાફી વગેરે સેવાઓ પણ રાહત દરે ઉપલબ્ધ થશે, એવું જણાવવામાં આવી રહ્યું છે. તેમજ અહીં બ્લડ બેન્કની સેવા પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલમાં રાજ્ય સરકારની ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય, કુટુંબ કલ્યાણ સેવન લાભ ઉપલબ્ધ છે. દાખલ થનાર વ્યક્તિને ઓપરેશન, દવાઓ અને જમવાનું વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ,

વિસાત-ગાંધીનગર હાઈવે, તપોવન સર્કલ નજીક, ચાંદખેડા, અમદાવાદ, મોબાઈલ : 7573949408.