અમદાવાદમાં સૌથી મોંઘા મેમોનો રેકોર્ડ બન્યો, કાર માલિક પર લાગ્યો આટલા લાખ રૂપિયાનો દંડ

0
473

દેશમાં ઓગસ્ટ મહિનામાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી પોલીસ અને પરિવહન વિભાગ તરફથી ભારે ભરખમ દંડ વસૂલવાનો સિલસિલો શરુ જ છે. રોજ વધારેમાં વધારે રકમનો મેમો બનાવવાના સમાચાર હેડલાઈનમાં રહે છે. પણ ગુજરાતમાં એક કાર માલિક પાસેથી જેટલો દંડ વસુલવામાં આવ્યો છે, એટલા પૈસામાં તમે એક નવી કાર ખરીદી શકો છો. જી હા, ગુજરાતમાં પોલીસ દ્વારા એક લક્ઝરી કારના માલિક પાસેથી નંબર પ્લેટ નહિ હોવાને કારણે એક બે હજાર નહિ પણ પુરા 9 લાખ 80 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

હકીકતમાં ગુજરાતના અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર પોલીસે એક પોર્શે કારના માલિક પાસે કારમાં નંબર પ્લેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને ગાડીના દસ્તાવેજ નહિ હોવાના આરોપમાં 9 લાખ 80 હજાર રૂપિયા દંડ વસુલ્યો છે. નવા મોટર વ્હીકલ એક્ટના લાગુ થયા પછી આ અત્યાર સુધીનો સૌથી મોટો મેમો માનવામાં આવી રહ્યો છે. અને રિપોર્ટ અનુસાર કારના માલિકે આ પૈસા દંડના રૂપમાં ચૂકવી પણ દીધા છે.

જે ગાડીનો પોલીસે મેમો ફાડ્યો તે પોર્શે કંપનીની છે, જેને ઘણી લક્ઝરી માનવામાં આવે છે. બજારમાં આ ગાડીની કિંમત લગભગ સવા બે કરોડ રૂપિયાની આસપાસ છે. જણાવી દઈએ કે, ગુજરાત પોલીસે ગયા મહિને લગભગ આવી 10 લક્ઝરી કારોના મેમો ફાડ્યા છે.

તેમજ બીજી તરફ પોલીસે આ પ્રકારના ભારે ભરખમ દંડ વસૂલવાથી ખાસકરીને ટ્રેક ઓપરેટર ઘણા પરેશાન છે. મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં આખા દેશના ટ્રક ઓપરેટરોએ દેશવ્યાપી હડતાલ શરુ કરી હતી. ટ્રક ઓપરેટર અનુસાર જ્યારેથી મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા છે, ત્યારથી દિલ્લી જ નહિ પણ આખા દેશમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ ટ્રક કારોબારીઓ પાસેથી ચાર ઘણો દંડ વસૂલવાનું શરુ કરી દીધું છે.

ટ્રક માલિકનો આરોપ છે કે, પોલીસ કર્મચારી મનમરજીથી એમનો મેમો ફાડે છે, જેના કારણે ભ્રસ્ટાચાર સતત વધી રહ્યો છે અને ટ્રક કારોબારી પોતાની ટ્રકોના હપ્તા પણ નથી ભરી શકતા. એવામાં ટ્રક કારોબારીઓનો કારોબાર બંધ થવાની અણીએ છે, જેને લઈને હડતાલ કરવામાં આવી રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.