અમદાવાદમાં આ રોગના દર્દીને ચઢાવાય છે બકરાનું લોહી, જેની દવા વિજ્ઞાન પાસે નથી એ રોગની દવા છે આયુર્વેદ પાસે

0
2743

મિત્રો દુનિયામાં ઘણા એવા રોગ રહેલા છે, જેનો ઈલાજ આધુનિક પદ્ધતિથી નથી થઈ શકતો. પણ આયુર્વેદમાં દરેક બીમારીનો ઈલાજ સંભવ છે. એના દ્વારા ગંભીર માં ગંભીર બીમારીનો ઈલાજ કરી શકાય છે. આજે અમે તમને કંઈક એવું જ જણાવવાં જઈ રહ્યા છીએ. એ જાણીને તમને પણ આયુર્વેદ પર ગર્વ થશે.

થેલેસેમિયા એક એવી બીમારી છે જે ઘણા લોકોને પોતાનો શિકાર બનાવી ચુકી છે. અને એના ઈલાજ માટે આધુનિક દવાઓ નહિ પણ આયુર્વેદિક પદ્ધતિ મદદગાર સાબિત થઈ છે. એના માટે વપરાતી પદ્ધતિનું નામ છે રક્તબસ્તી. અને તે પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ છે. આ પદ્ધતિ થેલેસેમિયાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે.

પહેલા થોડું થેલેસેમિયા રોગ વિષે જાણી લઈએ. થેલેસેમિયા એ જીનેટિક રોગ છે. આપણા રંગસૂત્રોમાં આવેલું જનીન આ રોગ માટે જવાબદાર છે. મિત્રો તમે એ તો જાણો જ છો કે, આપણા લોહીમાં રહેલા રક્તકણોમાં હિમોગ્લોબીન ખુબ જ અગત્યનું તત્વ છે. તે ફેફ્સમાંના ઓક્સીજનને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે. એનાથી જ આપણું શરીર કાર્યરત અને તંદુરસ્ત રહે છે. તેમજ આપણા શરીરની લાલાશ પણ હિમોગ્લોબીન પર આધાર રાખે છે.

આ અત્યંત જરૂરી હિમોગ્લોબીનમાં ચાર ચેઈનની રચના હોય છે. જે α-આલ્ફા, β-બીટા, γ-ગેમા અને δ-ડેલ્ટા નામની ચેઈન તરીકે જાણીતી છે. આ ચારેયનું પ્રમાણ યોગ્ય હોય તો રક્તકણોનું આયુષ્ય 90 થી 120 દિવસનું જેટલું રહે છે. જયારે હિમોગ્લોબીની ચેઇનનું પ્રમાણ ઘટી જાય ત્યારે આ પ્રકારનો રોગ થાય છે.

જો કોઈના શરીરમાં α-ચેઈનમાં કમી કે ઉણપ થાય છે તો તેને α-આલ્ફા થેલેસેમિયાનો રોગ થાય છે. પણ આનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. જો કોઈના શરીરમાં β -બીટા ચેઈનની કમી કે ઉણપ હોય તો તેને β-બીટા થેલેસેમિયાનો રોગ થાય છે. અને આ ખુબજ ગંભીર રોગ છે. આ રોગ વિશ્વમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

હવે તમને જાણકારી માટે જણાવી દઈએ કે, રક્તબસ્તી પદ્ધતિમાં આ રોગના દર્દીઓને એનીમા દ્વારા બકરાનું લોહી ચઢાવવામાં આવે છે. આ રીતે ઉપચાર કરવાથી દર્દીઓના આયુષ્યમાં સરેરાશ 10 વર્ષનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં જ થેલેસેમિયાના લગભગ 219 જેટલા દર્દીઓને નિયમિત રૂપથી રક્તબસ્તી આપવામાં આવે છે.

આ પદ્ધતિને અમદાવાદમાં શરુ કરનાર ડૉ.અતુલ ભાવસાર છે. એમણે 2010 માં અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં એની શરૂઆત કરી હતી. દર્દીની સુરક્ષા માટે જમાલપુરમાં આવેલા અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માન્ય કતલખાના માંથી જ બકરાનું લોહી લાવવામાં આવે છે. માન્ય કતલખાના માંથી બકરાનું લોહી મેળવીને તેને હૉસ્પિટલમાં ફ્રિઝ કરવામાં આવે છે. અને એનીમા આપતા પહેલા કતલ વખતે લોહીનો નમૂનો લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે.

અને સમય પસાર થતા એની ડીમાન્ડ વધવાથી ગુજરાત સરકારે રાજયમાં અન્ય ચાર સેન્ટરો જૂનાગઢ, વડોદરા, ભાવનગર તથા અમદાવાદમાં બીજુ એક સેન્ટર અસારવાની મણિબેન હોસ્પિટલમાં શરૂ કર્યુ હતું. તેમજ આ બીમારીથી પીડાતા દર્દીઓનો બોનમેરો મજબુત થાય એટલા માટે બકરાના હાડકા માંથી મેળવાયેલા બોનમેરોમાં અન્ય ઔષધિ તથા ગાયનું ઘી મિશ્ર કરીને દર્દીને અપાય છે. તેનાથી રક્તકણો ઝડપથી બનવા લાગે છે.

હવે આ આયુર્વેદિક રક્તબસ્તી પદ્ધતિથી લોહી દર્દીના શરીરમાં પહોંચાડવા માટે, ડ્રીપ સેટના એક છેડે જે રબરની પાઇપ હોય છે તેનો એક છેડો ગુદામાર્ગે થઇ પેટમાં મોકલવામાં આવે છે. અને આ રીતે લોહીને દર્દીના આંતરડા સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણી ઝડપી પણ છે અને તે 15 મીનિટ જેટલો જ સમય લે છે. અને બકરાનું લોહી ખોરાકની જેમ પચી જાય છે. અને તે માંથી દર્દીના શરીરમાં જે લોહી બને છે એમાં હિમોગ્લોબીન વધારે હોય છે.

વિનામૂલ્યે ટ્રીટમેન્ટ અપાય છે :

જાણકારી માટે જણાવી દઈએ કે, થેલેસેમિયામાં ખાસ કરીને લીવર તથા હાર્ટ ફેઇલ થઇ જાય છે. પણ જો લાંબી સારવાર કરવામાં આવે તો તે અટકાવી શકાય છે. આ સેન્ટરો પર ગુજરાતની બહારથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. અહીં આવતા દર્દીઓ માંથી ઘણા આ સારવાર અંગે ઈન્ટરનેટ પરની વેબસાઇટમાં જોઇને આવે છે. અહી દર્દીને વિનામૂલ્યે રક્તબસ્તી આપવામાં આવે છે. વર્તમાન સમયમાં અખંડાનંદ હોસ્પિટલ ઉપરાંત ગુજરાતમાં પાંચ થેલેસેમિયા સ્પેશ્યાલિટી સેન્ટર ચાલે છે.

મળેલી જાણકારી અનુસાર ઉજ્જૈનની ગાર્ડી મેડિકલ કોલેજમાં હાલમાં આ સારવાર શરુ છે. અને પંજાબના લુધિયાણામાં ટૂંક સમયમાં જ શરૂ કરવાના છે. બે વર્ષ પહેલાં ત્યાંનો સ્ટાફ આ સારવાર માટે તાલીમ લઇ ગયો હતો. અને અહીં આ તાલીમ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. જે ઘણી જ સારી વાત છે.