અભી અભી : અમદાવાદ કાંકરિયામાં બની દુઃખદ ઘટના, રાઈડ તૂટતાં આટલા લોકોનું મૌત, આટલા બધા થયા ઇર્જાગ્રસ્ત

0
2084

અમદાવાદ શહેરમાં આવેલું કાંકરિયા તળાવ ઘણું પ્રખ્યાત છે. આ તળાવ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. લોકો અહીં પોતાની રજાના દિવસોમાં પરિવાર અને મિત્રો સાથે મજા માણવા આવે છે. અહીં તળાવની આસપાસ થીમ પાર્ક બનાવવામાં આવ્યું છે. એમાં લોકો અલગ અલગ રાઇડ્સ, માછલી ઘર, પ્રાણી સંગ્રહાલય તેમજ તળાવમાં બોટીંગની મજા માણે છે. પણ આ વખતે અહીં એક દુઃખદ ઘટના બની છે.

મળેલી જાણકારી અનુસાર હાલમાં જ અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકા એરિયામાં ડિસ્કવરી નામની એક રાઇડ તૂટી છે. આ ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે. અને આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ રાઈડ તૂટવાની ઘટનામાં ઇજા પામેલા ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. રવિવારની રજા હોવાને કારણે અહીં લોકોની ખુબ ભીડ જામી હતી. અને રાઈડ્સમાં લોકોની ઘણી ભીડ હતી.

અહીંના સંચાલકોની મેઈન્ટનન્સમાં રહેલી બેદરકારીને કારણે આ રાઈડ તૂટી હતી. પરિણામે નિર્દોષ લોકોનો જીવ ગયો છે. આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. રાઇડમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. અને ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કાંકરિયામાં દુર્ઘટનાની જાણ થતા કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને આ રાઇડનું મેઇન્ટેનસ બરાબર થયું હતું કે, નહીં તેના પર તપાસ હાથ ધરવામાં આવી છે.

આવું પહેલી વાર નથી થયું કે શહેરમાં કોઈ રાઈડમાં ખરાબી સર્જાઈ હોય અને દુર્ઘટના બની હોય. આગળ પણ અહીં આવી દુર્ઘટના સર્જાઈ છે. છતાં પણ સંચાલકોએ કોઈ શીખ મેળવી નહીં. છેલ્લા 6 મહિનામાં શહેરમાં આવી બીજી ઘટના બની છે. પહેલી ઘટના ગત 2જી જૂને સાબરમતી રિવરફ્રન્ટ પર બની હતી. અહીં વલ્લભસદનની પાછળના ભાગે ભરાયેલા મેળામાં એક રાઈડમાં ખામી સર્જાઈ હતી અને 60 મીટર ઊંચે 40 લોકો ફસાઈ ગયા હતા.

એ વાત પણ ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ આવી ઘટનાઓ બને છે, ત્યાર પછી જ તંત્ર જાગતું હોય છે અને મેળાઓમાં ચાલતી રાઈડ પર તવાઈ લાવતી હોય છે. પણ આવી ઘટનાઓ ફરીથી ન બને એ માટે દરેક રાઈડની નિયમિત તપાસ કરવી, એમનું મેન્ટેનન્સ નિયમિત રીતે થાય છે કે નહીં તે તપાસવું, વગેરે જેવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેવો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.