અહી હવે ટીચર્સની પણ લેવાશે પરીક્ષા, ફેલ થયા તો નોકરીથી ‘આઉટ’

0
1447

શાળાઓમાં વિધાર્થીઓ નાપાસ થશે તો શિક્ષકોને આપવી પડશે પરીક્ષા

ભોપાલ, મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આવી ગયું છે. આ પરિણામમાં ઘણા જીલ્લાનો દેખાવ ઘણો ખરાબ રહ્યો છે. તેથી આ જીલ્લામાં કામ કરી રહેલા શિક્ષકો સાથે સરકાર હવે કડક વલણ અપનાવવાના મુડમાં છે. જે જીલ્લાનું પરિણામ ખરાબ આવ્યું છે, સરકાર તે શિક્ષકોની હવે પરીક્ષા લેશે. જો તેમાં નાપાસ થશે તો તેમને નોકરી માંથી છુટા કરવામાં આવશે.

મધ્યપ્રદેશ સરકારના આ પગલાથી શિક્ષકોની કારકિર્દી તેમના પરિણામના આધારે જ નક્કી થશે. રાજ્યની સરકાર પહેલી વખત આવો પ્રયોગ કરવા જઈ રહી છે. જયારે સરકારી સ્કુલના શિક્ષકોને પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષામાં તે સ્કુલોના શિક્ષકોએ ભાગ લેવાનો રહેશે, જેની સ્કુલનું પરિણામ ૩૦ ટકાથી ઓછું આવ્યું છે. જો સરકાર દ્વારા આયોજિત આ પરીક્ષામાં શિક્ષકોના ટકા ઓછા આવશે તો તેમને છુટા કરવામાં આવી શકે છે.

૧૨ જુને લેવામાં આવશે પરીક્ષા :-

મધ્યપ્રદેશ સરકારે સ્કુલ શિક્ષણ વિભાગ તરફથી જ આ પરીક્ષા ૧૨ જુનના રોજ ગોઠવવામાં આવશે. આ પરીક્ષામાં તે સ્કુલના શિક્ષકો જોડાશે જેમની સ્કુલનું પરિણામ ૩૦ ટકાથી ઓછું આવ્યું હશે. આ પરીક્ષા દ્વારા એ જોવામાં આવશે કે આ શિક્ષક વિદ્યાર્થી ઓને ભણાવવાને લાયક છે કે નહિ. મીડિયા રીપોર્ટ મુજબ જે શિક્ષક આ પરીક્ષામાં નાપાસ થશે, તેને છુટા કરી દેવામાં આવશે અથવા તો પછી શેક્ષણિક કાર્ય ઉપરાંત બીજા કામમાં લગાવી દેવામાં આવશે.

આ જીલ્લા ઓમાં આવ્યું પરિણામ ખરાબ :-

આ વર્ષે આવેલા પરિણામમાં સિંગરોલી, ગ્વાલિયર, સિંધી, મુરેના, શિવપુરી અને ભીંડની સ્કુલોમાં પરિણામ ખરાબ આવ્યું છે. સરકાર તે સ્કૂલોની યાદી તૈયાર કરી છે, જેના પરિણામ છેલ્લા બે કે ત્રણ વર્ષોથી સતત ખરાબ આવી રહ્યું છે. તેથી આ સ્કૂલો સાથે હવે સરકાર ઢીલી નીતિ અપનાવવા તૈયાર નથી.

અપેક્ષા મુજબ ન આવ્યું પરિણામ :-

મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ૧૬મે ના રોજ પરિણામ બહાર પાડવામાં આવ્યું. ૧૦માં ધોરણમાં ૬૧.૩૨% અને ૧૨માં ધોરણમાં ૭૨.૩૭% વિદ્યાર્થી સફળ થયા છે. આ વખતે પણ છોકરી ઓનું પરિણામ છોકરા ઓની સરખામણીમાં સારું રહ્યું છે. એટલે બધું મળીને દસમાં ધોરણમાં લગભગ ૪૦% જેટલા વિધાર્થીઓ નાપાસ થયા. એટલે કે રાજ્યની શિક્ષણની સ્થિતિ ઘણી ખરાબ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.