અઘોરી દીકરાએ પોતાની માં ના શબ સાથે છેલ્લી ઘડીએ કર્યુ કાંઈક એવું કે, જાણીને તમારા પણ હોંશ ઉડી જશે

0
1569

એ વાતો તો એકદમ સાચી છે કે, સોશિયલ મીડિયાના આવ્યા પછી આપણે દુનિયાના કોઈ ખૂણામાં થયેલી કોઈ પણ ઘટના વિષે ખુબ જલ્દી માહિતગાર થઈ જઈએ છીએ. હાલના દિવસોમાં આપણને ઘણા બધા વિચિત્ર એવા સમાચાર મળતા રહે છે, જે ક્યારે ક્યારે તો આપણને અચરજમાં મુકી દે છે. અને આજે અમે તમને એક એવા જ સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે.

અમે છે ઘટના વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે તામીલનાડુની ઘટના છે. અહીથી એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. અહી એક અઘોરી સાધુ અંતિમ સંસ્કાર પહેલા પોતાની માં ના શબ ઉપર આવીને બેસી ગયો, અને વિચિત્ર એવી હરકતો કરવા લાગ્યો.

આ દ્રશ્ય જોઇને ત્યાં ઉપસ્થિતિ રહેલા તમામ લોકો ડરી ગયા હતા, તેમજ નવાઈ સાથે અઘોરીના આ કારસ્તાનને જોતા જ રહ્યા. અઘોરીએ પોતાની માં ના શબ સાથે જે પણ કર્યુ તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. અને એને જોઇને લોકો ઘણા દંગ રહી ગયા છે. આ ઘટનાને જોઇને લોકો વિચારમાં પડી જાય છે કે, છેવટે સાધુના મનમાં એવું શું આવ્યું જે તેણે આ બધુ કામ ર્ક્યુ છે.

તો આવો તમને આ બાબત વિષે થોડું વિસ્તારથી જણાવીએ. ઘટના કંઇક આ મુજબ છે કે, તામીલનાડુના અરીયમંગલમમાં રહેવા વાળી ૭૦ વર્ષની મહિલાનું અવસાન થઇ ગયું, જે પોતાની દીકરી સાથે રહેતી હતી. અને ત્યારબાદ મહિલાના અંતિમ સંસ્કાર માટે એને જયારે શ્મશાન ઘાટ લઇ ગયા, તો તેના અંતિમ સંસ્કાર માટે તેનો અઘોરી દીકરો સાધુ મણિકનાથ ત્યાં પહોચ્યો.

દીકરો અઘોરી બની ગયો હતો એટલે તે પોતાની માં થી ઘણા સમયથી દુર થઇ ગયો હતો. તેમજ ત્યાં તે એકલો નહોતો આવ્યો, પરંતુ તેની સાથે બીજા પણ અઘોરી સાધુ ત્યાં આવ્યા હતા. અને જયારે અઘોરી દીકરાએ માં ના શબને જોયું તો તે અંતિમ સંસ્કાર પહેલા પોતાની માં ના શબ ઉપર બેસી ગયો, અને ત્યાર પછી જે કર્યુ તે જોઇને ત્યાં રહેલા તમામ લોકો દંગ રહી ગયા.

માં ના શબ ઉપર બેસીને આ કામ કરી રહ્યો હતો અઘોરી દીકરો :

જણાવી દઈએ કે જયારે અઘોરી દીકરાએ પોતાની માં ના શબને જોયુ, તો શરીર ઉપર ભસ્મ લગાવી પોતાની માં ના શબ ઉપર બેસીને પૂજા અર્ચના અને મંત્રોના જાપ કરવા લાગ્યો. તેમજ તેની સાથે આવેલા બીજા અઘોરી સાધુઓ પણ તેની સાથે જ મંત્રોના જાપ કરવા લાગ્યા. અને આ બધું જોઇને ત્યાં રહેલા દરેક માણસ હચમચી ગયા. શબની પૂજા કર્યા પછી બધા અઘોરીઓ એક સાથે હાથ ઉપાડીને હર હર મહાદેવ બોલ્યા અને શબ જમીનમાં દાટી દીધું.

મિત્રો અઘોરી સાધુઓ વિષે મળેલી જાણકારી અનુસાર એવું કહેવામાં આવે છે કે, સામાન્ય માણસથી દુર રહેવા વાળા આ સાધુઓ મોટેભાગે ભાંગ, ધતુરાના નશામાં રહે છે. અને તેમને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે કોઈ સુખ સુવિધાની જરૂર નથી હોતી.

મિત્રો આ અઘોરીઓનું વાસ્તવિક રૂપ જોઇને થોડી વાર માટે તો તમે ડરી શકો છો. એમના રૂપની વાત કરીએ, તો અઘોરીઓના શરીર ઉપર માત્ર લંગોટ જ હોય છે. ઘણા અઘોરીઓ નગ્ન અવસ્થામાં જ ફરતા રહે છે. અને તેમનું શરીર ધૂળ-માટીથી ભરેલું રહે છે.

અઘોરી બની ગયા પછી એમના માટે સમાજમાં કોઈપણ પોતાનું કે પારકું નથી હોતું. લોકો જે વસ્તુથી નફરત કરે છે, અઘોરી તેને અપનાવે છે. જેમ કે લોકો સ્મશાન, લાશ, મડદું કે માંસ અને કફન વગેરેથી નફરત કરે છે. પરંતુ અઘોરી પંથ તેને અપનાવે છે. એવી માન્યતા છે કે અઘોરી સાધુ કોઇપણ વ્યક્તિને જલ્દી આશીર્વાદ નથી આપતા. જો તે કોઈને આશીર્વાદ આપી દે તો તેનું જીવન આનંદમય બની જાય છે. એ પણ કહેવામાં આવે છે કે, પહેલા તો અઘોરી કોઈને કોઈ વચન પણ આપતા ન હતા.