આ 4 કામ કર્યા પછી પૂજામાં બેસવું નઇ, લાગે છે મહાપાપ, ગુસ્સે થાય છે ભગવાન

0
2799

પૂજા એક એવી વસ્તુ છે જે કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. લગભગ દરેક હિંદુ ધર્મ વાળા ઘરમાં ભગવાનના પૂજા પાઠ રોજ થાય છે. ઘરમાં પૂજા કરવાથી ઘણા બધા ફાયદા છે. તેનાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. કુટુંબમાં શાંતિ જળવાઈ રહે છે અને ધનની કમી પણ થતી નથી. સાથે જ પૂજાથી દુઃખ અને તકલીફો દુર થવામાં પણ મદદ મળે છે.

આમ તો પૂજામાં બેસતા પહેલા તમારે થોડી વિશેષ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો તમે થોડા વિશેષ કામ કરી પૂજાનો ભાગ બનો છો, તો પાપના ભાગીદાર બની શકો છો. આ વસ્તુ તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે આ ચાર કામ કર્યા પછી પૂજામાં ન બેસો.

નોન વેજ ખાધા પછી :

જો તમે કોઈ પણ પ્રકારના માંસાહારી ભોજનનું સેવન કરો છો, તો ત્યાર પછી તે દિવસે પૂજામાં ન બેસો. એમ કરવું તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ભગવાનને બધા પ્રાણી ગમે છે, તેમાં માણસ સાથે જાનવર પણ આવે છે. એ કારણ છે કે, જયારે તમે નોનવેજ ભોજન કરી પૂજામાં બેસી જાવ છો, તો તે નારાજ થઈ શકે છે. એટલા માટે જો તમે કોઈ ખાસ પૂજા કરી રહ્યા છો, તો તે દિવસે નોનવેજ ખાવાથી કોઈ પણ કિંમતે દુર રહો. રોજ સામાન્ય પૂજા પણ નોનવેજના સેવન પહેલા જ કરી લો. તેનાથી તમારી પૂજા ફળશે અને તમારી ઈચ્છા પૂર્ણ થશે.

શૌચ ગયા પછી :

સામાન્ય રીતે આપણે બધા સવારના સમયે શૌચ કરવા જઈએ છીએ અને પછી સ્નાન કરી પવિત્ર થઈ જઈએ છીએ. ત્યાર પછી ભગવાનના પૂજા પાઠ કરવામાં કોઈ તકલીફ નથી. આમ તો ઘણી વખત એવું પણ બને છે કે, સ્નાન કર્યા પછી આપણે ફરી વખત શૌચ કરવા જવું પડે છે. આ સ્થિતિમાં આમ તો શૌચ કર્યા પછી ફરી વખત સ્નાન કર્યા વગર પૂજામાં ન બેસવું જોઈએ.

સરળ શબ્દોમાં કહીએ તો જયારે તમે શૌચ કરો તો ત્યાર પછી સ્નાન કર્યા પછી જ પૂજામાં બેસવું. શૌચાલયમાં ઘણી નેગેટીવ એનર્જી રહે છે. તેવામાં તમારે પૂજામાં જોડાતા પહેલા પોતાને સ્નાન કરી શુદ્ધ જરૂર કરવા જોઈએ.

લડાઈ ઝગડા કર્યા પછી :

પૂજા હંમેશા શાંત મનથી કરવામાં આવે છે. તેને ક્યારે પણ દુઃખી કે ગુસ્સા વાળા મનથી ન કરવી જોઈએ. જયારે તમે કોઈ સાથે લડાઈ ઝગડા કરો છો, તો તમારું મન વિચલિત થઈ જાય છે. તમારા વિચાર શુદ્ધ નથી રહેતા. તમારું ધ્યાન પણ પૂજામાં ૧૦૦ ટકા નથી રહેતું. બસ એ કારણ છે કે લડાઈ ઝગડા પછી તરત પૂજા પાઠ ન કરવા જોઈએ. જો તમે આમ કરો છો તો ભગવાન નારાજ થઈ શકે છે.

ગંદકી વાળું કામ કર્યા પછી :

જો તમે કોઈ એવું કામ કરો છો જેને કારણે તમારું શરીર અને કપડા ગંદા થઈ ગયા છે, તો તે સ્થિતિમાં પૂજામાં ન બેસો. જો તમે બેસવા માગો છો તો પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો, ત્યાર પછી જ પૂજાનો ભાગ બનો. ગંદા કપડા કે શરીર લઈને પૂજા કરવી અપશુકન થાય છે. તેનાથી તમે ભગવાન પાસે નેગેટીવ એનર્જી લઈને જાવ છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.