રસોડામાં જમવાનું બનાવ્યા પછી ચૂલા પર મૂકી દો આ ખાસ વસ્તુ, ક્યારેય નહિ જાય ઘરની સુખ શાંતિ

0
2367

દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે, એમના ઘરમાં લોકોની ખુબ પ્રગતિ થાય. જોકે એવું બધા સાથે થાય જ એ જરૂરી નથી. એવું નથી કે પોતાના ઘરની પ્રગતિ માટે કોઈ મહેનત નથી કરતુ. સામાન્ય રીતે બધા દિવસ રાત મહેનત કરે છે, એમનો પ્રયત્ન એ જ હોય છે કે એમનો પરિવાર સુખ સુવિધાઓ સાથે રહે. પણ તકલીફ ત્યારે પડે છે જયારે તમારું નસીબ ખરાબ હોય. એવામાં આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે પોતાના ઘરના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકો છો.

અમારો આજનો આ ઉપાય તમારા ઘરના રસોડા સાથે જોડાયેલો છે. રસોડું એક એવો રૂમ હોય છે જેનું જોડાણ ઘરના બધા સભ્યો સાથે હોય છે. એમાં બનતું ખાવાનું દરેકના પેટમાં જાય છે. એવામાં રસોડાની અંદરની ઉર્જા (સકારાત્મક અથવા નકારાત્મક) આખા ઘરની આર્થિક અને માનસિક સ્થિતિ પર અસર કરે છે. બીજો એંગલ એ પણ છે કે, દરેક રસોડામાં અન્નપૂર્ણા દેવીનો વાસ હોય છે.

એવામાં જો તમે એમને પ્રસન્ન રાખવા માંગો છો, તો રસોડામાં એક સકારાત્મક માહોલ હોવો ઘણો જરૂરી છે. જો નકારાત્મક વાતાવરણ રહેશે તો અન્નપૂર્ણા દેવી નારાજ થઇ શકે છે. એવામાં જો તમે રોજ ખાવાનું બનાવ્યા પછી એક નાનકડું કામ કરશો તો તમારી બધી સમસ્યા એક સાથે જ ઉકેલાય જશે અને ઘરની બરકત પણ ક્યારેય ઓછી નહિ થાય.

લગભગ દરેક ઘરમાં રોટલી જરૂર બને છે. એવામાં જયારે તમારી બધી રોટલી બની જાય અને તમે ગેસ બંધ કરીને તવો સાઈડ પર મુકો, ત્યારે લોટનો નાનકડો ટુકડો તવા પર મૂકી દો. અને તવો ગરમ હશે એટલે એ થોડી વારમાં શેકાય પણ જશે. ત્યારબાદ તમે એ શેકાયેલા લોટના ટુકડાને ગેસ સ્ટવ પર ભોગના રૂપમાં મુકો. આ ભોગ તમે તમારા રસોડામાં ફરતી સારી અને ખરાબ શક્તિઓને લગાવો છો. એનાથી એ તમારા કામમાં અડચણ નથી નાખતી અને તમારા ઘરમાં શાંતિ પણ બનાવી રાખે છે.

આ એક પ્રકારે એ શક્તિઓ માટે સમ્માન પ્રગટ કરવાનું કામ પણ હોય છે. તમારા આ જેસ્ચરથી તે ઘણા ખુશ થાય છે, અને ઘરમાં કોઈ પણ નકારાત્મક ગતિવિધિઓ નથી થવા દેતી. આ રીતે રસોડામાં ફક્ત સકારાત્મક વાતાવરણ જ રહે છે, જેનાથી અન્નપૂર્ણા દેવી પણ પ્રસન્ન થઇ જાય છે. આ રીતે તમારા ઘરમાં બરકતની કોઈ કમી નથી થતી. અને તમારું ઘર પ્રગતિ કરવા લાગે છે.

આમાં એક વાતનું ધ્યાન રહે કે, ગેસ સ્ટવ પર તમે જે લોટનો ટુકડો મૂકી રાખ્યો છે, એને ફેંકવાનો નથી પણ કોઈ જાનવર જેવા કે કુતરા, ગાય અથવા કાગડાને ખવડાવી દેવાનો છે. એનાથી અન્નનું નુકશાન પણ નહિ થાય અને તમને પુણ્ય પણ મળશે. જે દિવસે તમારા ઘરમાં રોટલી ન બને એ દિવસે તમે તમારા ગેસ સ્ટવ પર અન્ય કોઈ ખાદ્ય સામગ્રી પણ મૂકી શકો છો. આ કામ તમે સવાર અને સાંજના સમયે ખાવાનું બનાવ્યા પછી કરો છો, તો તમને ઘણો લાભ થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.