વકીલના દિકરાનું એક્સિડન્ટ થયું, હોસ્પિટલમાં તેને જોઈને ડોક્ટર બોલ્યા આ તો મારો દીકરો છે, તેમની વચ્ચે સંબંધ શું?

0
404

એ કયું પક્ષી છે, જે પાછળની તરફ પણ ઉડી શકે છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં પુછાતા મુશ્કેલ સવાલના જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ તેનું ઇન્ટરવ્યૂ પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં સામાન્ય રીતે ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ, જેના જવાબ વિચારી તમે પણ અચંબિત થઈ જશો. તો તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે, તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યૂ (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એક માણસ સામે 2 પીળી અને 2 વાદળી ગોળી છે, તેણે જોયા વગર બંને રંગની એક એક ગોળી ખાવાની છે, તો તે કેવી રીતે ખાશે?

જવાબ – જોયા વગર ચારે ગોળીઓમાંથી એક એક તોડીને અડધી અડધી ખાઈ લેવી, તેનાથી બીજો ડોઝ પણ બની જશે.

પ્રશ્ન – વકીલ કાળા રંગના કોટ કેમ પહેરે છે?

જવાબ – વકીલોની કાળા કોટ પહેરવાની પરંપરા ઇંગ્લેન્ડથી શરુ થઇ હતી. કાળો કોટ શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. કાળા રંગને શક્તિ અને અધિકારનું પ્રતિક પણ માનવામાં આવે છે.

પ્રશ્ન – કઈ એવી વસ્તુ છે જે ગરમ કરવાથી જામી જાય છે?

જવાબ – ઈંડા.

પ્રશ્ન – કઈ માછલી પાણીમાં નથી તરતી?

જવાબ – સેલ્ફીશ (Selfish).

પ્રશ્ન – વકીલના દિકરાનું એક્સિડન્ટ થયું, હોસ્પિટલમાં તેને જોઈને ડોક્ટર બોલ્યા આ તો મારો દીકરો છે, તેમની વચ્ચે સંબંધ શું?

જવાબ – આ પ્રશ્ન સાંભળીને ઉમેદવાર મુંઝવણમાં પડશે અને વિચારશે, પરંતુ સાચું વિચારવાની ક્ષમતા ધરાવતા અને તેજ મગજવાળા ઉમેદવાર તરત સમજી જશે કે, તેનો જવાબ શું હોઈ શકે છે. તે ડોક્ટર છોકરાની માં હતી.

પ્રશ્ન – લખવા સિવાય પેન્સિલનો ઉપયોગ કેવી રીતે કરશો?

જવાબ – PVC (પ્રોવિંશીયલ સિવિલ સર્વિસ) 2015 ની ફાઈનલમાં યુપીના મહોબા જીલ્લાના શરદ પ્રતાપ સિંહને આ  પૂછવામાં આવ્યો હતો. તેનો જવાબ છે – પેન્સિલથી સ્કેચ કરી શકાય છે એટલે કે ચિત્ર બનાવી શકાય.

પ્રશ્ન – તમારી પાસે 100 રૂપિયા છે, 1 રૂપિયામાં એક બકરી, 10 રૂપિયામાં એક ભેંસ અને 1 રૂપિયામાં 8 મરઘી આવે છે, તો તમે 100 રૂપિયામાં 100 જાનવર કેવી રીતે ખરીદશો?

જવાબ – 100 રૂપિયામાં 100 જાનવર ખરીદવા માટે આપણે 9 રૂપિયામાં 72 મુરઘી, 21 રૂપિયામાં 21 બકરી અને 70 રૂપિયામાં 7 ભેંસ ખરીદી શકીએ છીએ.

પ્રશ્ન – દુનિયાનું સૌથી નાનું ઈંડુ આપવાવાળા પક્ષીનું નામ શું છે?

જવાબ – હમિંગ બર્ડ.

પ્રશ્ન – શું એવું બની શકે છે કે, કોઈ માણસ સતત 10 દિવસ ઊંઘ લીધા વગર રહી શકે?

જવાબ – હા, કેમ કે માણસનો સુવાનો સમય રાતનો છે, આપણે દિવસે નથી સુતા.

પ્રશ્ન – એ કયુ પક્ષી છે જે પાછળની તરફ ઉડી શકે છે?

જવાબ – હમિંગ બર્ડ.

પ્રશ્ન – એક દુકાનવાળો એક ચોકલેટ 1 રૂપિયામાં આપે છે, અને તમે એક ચોકલેટના ખાલી પેકેટથી એક ચોકલેટ મફત લઇ શકો છો, તો 15 રૂપિયામાં તમે કેટલી ચોકલેટ ખાઈ શકો છો?

જવાબ – 22.

પ્રશ્ન – શું ઈંન્ફેક્ટેડ મચ્છરના કરડવાથી એડ્સ થઇ શકે છે?

જવાબ – એડ્સનો વાયરસ મચ્છરોના પેટમાં જીવતો નથી રહી શકતો. મચ્છરનું પાચન તંત્ર તેને પચાવીને નાશ કરી દેશે. જો કોઈ મચ્છર કોઈ એચઆઈવી પોઝેટીવને કરડયા પછી કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડશે તો પણ ચેપ નહિ ફેલાય.

એંડોમોલોજીસ્ટ ડો. એમ.એમ. મહોબીયાના કહેવા મુજબ દરેક મચ્છર દરેક વાયરસના વાહક નથી હોતા. જેમ કે માદા એનાફીલીજ મચ્છર માત્ર મેલેરિયા ફેલાવે છે, પરંતુ ડેંગુ અને ચીકનગુનીયા નહિ. તે રીતે ડેંગુ અને ચીકનગુનીયા ફેલાવનારા એડીસ ઈજીપ્ટાઈ મચ્છર મેલેરિયા નથી ફેલાવતા. એવું એટલા માટે થાય છે, કેમ કે દરેક મચ્છરની અંદર દરેક પ્રકારના વાયરસ સરવાઈવ નથી કરી શકતા.

પ્રશ્ન – વિચારો દુનિયામાં એક એવું પણ પક્ષી છે જેને પાંખ જ નથી હોતી?

જવાબ – કીવી.

પ્રશ્ન – આપણી પાસે બે આંખો છે તો આપણે માત્ર એક જ સમયમાં એક વસ્તુ જ કેમ જોઈ શકીએ છીએ?

જવાબ – આપણે આપણી આંખોથી નહિ મગજથી વસ્તુ જોઈ શકીએ છીએ, અને મગજના હિસાબે જ આંખો કામ કરે છે અને બંને આંખો એક સાથે એક જ વસ્તુ ટાર્ગેટ કરે છે. બંને આંખો તે વસ્તુની ધૂંધળી અલગ છબી બનાવે છે, અને મગજ તેને એક કરીને સાચા સ્વરૂપમાં દર્શાવે છે.

પ્રશ્ન – જો તમારે નેપાળ જવાનું છે તો કેટલા દિવસ પહેલા વીઝા માટે અરજી કરવી પડશે?

જવાબ – નેપાળ જવા માટે કોઈ ભારતીયએ વીઝા બનાવવાની જરૂર નહિ પડે. તે પાડોશી દેશ છે ત્યાં જવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કોઈ પણ ઓળખ પત્ર ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કે લાયસન્સ માન્ય છે.

પ્રશ્ન – કઈ મરઘી લીલા રંગના ઈંડા આપે છે?

જવાબ – નેડી મરઘી.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.