શું તમે પણ ચા પીધા પછી ટી બેગ્સ ફેંકી દો છો? તો આજે જાણો શા માટે નહિ ફેંકવી જોઈએ?

0
965

ચા એક એવી વસ્તુ બની ગઈ છે, જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. અને ભારતમાં તો મોટાભાગના લોકોનો દિવસ ચા ની ચૂસકી થી જ શરુ થાય છે. અને એમને સવારે ચા ન મળે આંખો દિવસ એમનું મન ક્યાંય લાગતું જ નથી. અને આજકાલ તો ઘણા લોકોને બેડ ટી લેવાની ટેવ પડી ગઈ છે, તેઓ તો ચા વગર બેડ પરથી ઉતરતા નથી. તેમના માટે દિવસમાં ૫ થી ૬ વખત ચા પીવી સામાન્ય વાત હોય છે.

પણ હવે ટી બેગ્સનો જમાનો આવી ગયો છે. એટલે ઘણા લોકો ચા બનાવવા માટે ટી બેગ્સનો કરવા લાગ્યા છે. અને એકવાર ટી બેગ્સનો ઉપયોગ થઈ જાય એટલે તેને ફેંકી પણ દેવામાં આવે છે. પણ જાણકારી માટે જણાવી દઈએ કે ટી બેગ્સનો ઉપયોગ માત્ર ચા બનાવવા માટે જ નથી કરવામાં આવતો. તેનાથી બીજા કામો પણ કરી શકાય છે. અને આજે અમે તમને એના વિષે જણાવીશું.

મિત્રો મોટા ભાગના લોકો એવું માને છે કે ટી બેગ્સનો ઉપયોગ માત્ર એક જ વખત થાય છે. પણ એ ધારણા ખોટી છે. આ ટી બેગ્સ ઘણી કામની વસ્તુ છે. વપરાયેલી ટી બેગ્સનો તમે ફરી વખત પણ ઉપયોગ કરી શકો છો. ચા બનાવવા નહિ પણ ઘરના બીજા ઘણા કામોમાં તમે વપરાયેલી ટી બેગ્સનો ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીએ ટી બેગ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

પાસ્તામાં ભેળવીને એક્સ્ટ્રા ફ્લેવર માટે :

મિત્રો બાળકોનું સૌથી પસંદગીનું ખાવાનું પાસ્તા હોય છે, અને તેને જોઇને જ દરેકનું મન લલચાય છે. જો તમે પાસ્તા બનાવવા જઈ રહ્યા છો તો તેને ટી બેગ સાથે રાખો તેનાથી પાસ્તા ટેસ્ટી બનશે.

ઘરની દુર્ગંધ દુર કરે :

જો તમે પણ ઘરમાં રહેલી દુર્ગંધથી પરેશાન રહો છો, તો ટી બેગ્સનો ઉપયોગ કરીને તમે તે પરેશાનીથી બચી શકો છો. જો તમે ઘરની દુર્ગંધને દુર કરવા માંગો છો, તો ટી બેગ્સને એશ ટ્રે કે ડસ્ટ બિન ઉપર મૂકી દો. તેનાથી ઘણી સરળતાથી ઘરની દુર્ગંધ દુર થઇ જશે.

ઉંદરથી છુટકારો અપાવે :

ઉંદર મોટાભાગના દરેક ઘરની સામાન્ય સમસ્યા હોય છે. ઉંદરનો આકાર ભલે નાનો હોય, પરંતુ તેમનો આતંક ઘરમાં ઘણું વધુ નુકશાન કરે છે. જો તમે વપરાયેલી ટી બેગ્સને તે જગ્યાએ મુકો છો, કે જ્યાં ઉંદરનું આવવા જવાનું વધારે રહે છે. તો તેનાથી ત્યાં ઉંદર આવતા બંધ થઇ જશે.

વાસણો માંથી ચીકાશ દુર કરો :

જમવાનું બનાવ્યા પછી વાસણમાં ચીકાશ રહી જાય છે. અને તેને દુર કરવી ઘણું જ મુશ્કેલ કામ બની જાય છે. તેને સરળ બનાવવા માટે ટી બેગ્સનો ઉપયોગ કરી શકાય છે. જેથી વાસણમાં ચીકાશ ઓછી થઇ જશે અને વાસણ સરળતાથી ધોવાઇ જશે.

કાચની સફાઈ કરવા માટે :

મિત્રો ઘરના કાચ ઉપર લાગેલા ડાઘ દુર કરવા પણ ઘણું મુશ્કેલ કામ હોય છે. માટે જણાવી દઈએ કે કાચ ઉપર પડેલા ડાઘ ધબ્બાને ટી બેગ્સથી દુર કરી શકાય છે. એના માટે જે જગ્યાએ ડાઘ પડી ગયા હોય ત્યાં વપરાયેલી ટી બેગ્સને હળવેથી ઘસો. એમ કરવાથી તમારા ઘરના કાચ એકદમ નવા જેવા થઇ જશે.

કુદરતી માઉથવોશ બનાવવા :

તમને જાણીને નવાઈ લાગશે પણ ટી બેગ્સથી તમે માઉથવોશ પણ બનાવી શકો છો. એના માટે ગરમ પાણીમાં ટી બેગ્સને પલાળીને મુકી દો. અને થોડા સમય પછી જયારે તે ઠંડુ થઇ જાય તો તેનો માઉથવોશની જેમ ઉપયોગ કરો. મોં ની દુર્ગંધ ગાયબ થઇ જશે.

ફ્રીઝની દુર્ગંધ દુર કરવા :

મિત્રો ફ્રીઝ માંથી દુર્ગંધ આવવી એ સામાન્ય વાત છે. જો તમે એની રોજ રોજ સફાઈ ન કરો, તો એમાંથી દુર્ગંધ આવવાનું શરુ થઇ જાય છે. આ દુર્ગંધને દુર કરવા માટે વપરાયેલી ટી બેગ્સને ફ્રીઝમાં મૂકી દો. એમ કરવાથી તમારા ફ્રીજ માંથી ધીમે ધીમે દુર્ગંધ દુર થઇ જશે.