આપણાથી ઉંમરમાં મોટી હોય એવી છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા, જીવન ભર તેમનો હાથ તમારી સાથે રહેશે.

0
1265

આપણે આપણા જીવનમાં એક ને એક દિવસ લગ્ન તો કરવાં જ પડશે. અને આ જરૂરી પણ છે. જો કે આજકાલ ઘણા બધા લોકો એવા છે, જે લગ્ન જેવા સંબંધથી દૂર ભાગે છે. એમને લગ્ન કરવામાં રસ નથી. પરંતુ તેમના ભાગવાથી આ સત્ય બદલાઈ નહિ જાય.

તેમજ આજકાલના લોકો પોતાના જીવનમાં અને કેરિયરમાં એટલા ખોવાઈ ગયા છે કે, તેમની પાસે લગ્ન કરવાનો પણ સમય રહેતો નથી. એવામાં ઘણી વાર તેમની ઉંમર ઘણી વધારે થઇ જાય છે. અને લગ્ન બાબતે પુરુષોની વાત કરીએ તો મોટાભાગના પુરુષો પોતાના કરતા નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે.

અને આજ કારણે આપણા ભારતીય સમાજમાં એવું ઘણું ઓછું જોવા મળે છે, પતિ-પત્નીમાં જ્યાં છોકરાની ઉંમર છોકરી કરતા ઓછી હોય. લગ્ન માટે છોકરીનું છોકરા કરવા ઉંમરમાં નાનું હોવું એ વિચારસરણી આપણા સમાજની છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી એ સાબિત થઇ જાય છે કે પોતાનાથી વધારે ઉંમર વાળી છોકરી સાથે લગ્ન કરવાના ઘણા ફાયદા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ચાણક્યે પણ પોતાના કરતા વધારે ઉંમરની છોકરીની સાથે લગ્ન કરવાના ઘણા ફાયદાઓ વિષે જણાવ્યુ છે. તો ચાલો તમને પણ આ ફાયદાઓ વિષે વિસ્તારથી જણાવીએ.

1. જવાબદારી સંભાળે છે :

મિત્રો, જો કોઈ પુરુષ પોતાનાથી મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરે છે, તો તેણે આખી ઉંમર કોઈ પણ વસ્તુને લાવવાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. કારણ કે મોટી ઉંમરની છોકરી ખુબ જવાબદારી સાંભળવા વાળી હોય છે. એવામાં તે પોતાના પતિની દરેક મુશ્કેલી સમજીને તેનું નિવારણ લાવે છે.

2. આત્મનિર્ભર હોય છે :

જાણકારી માટે જણાવી દઈએ કે, મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ પણ છે કે, આ મહિલાઓ સંપૂર્ણ રીતે આત્મનિર્ભર હોય છે. એટલે તેમણે આર્થિક રૂપથી કોઈ બીજા પર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી. આની સાથે જ તે પોતાના દરેક નાના-મોટા કામ જાતે જ કરવાની યોગ્યતા રાખે છે. અને તેનાથી તેમનું વૈવાહિક જીવન પણ સુખી રહે છે.

3. ઈમાનદાર :

જણાવી દઈએ કે, મોટી ઉંમરની મહિલાઓ પોતાના દરેક સંબંધ સંપૂર્ણ ઈમાનદારી સાથે નિભાવે છે. જી હા, આ મહિલાઓ માટે પોતાનો સંબંધ સૌથી જરૂરી હોય છે. આમના માટે બાકી વધી વસ્તુ પછી આવે છે. આના સિવાય આ મહિલાઓ મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ છોડતી નથી.

4. આર્થિક રૂપથી મજબુત હોય છે :

મિત્રો આપણા કરતા મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમને આર્થિક રૂપથી મદદ મળી જાય છે. એટલે આ મહિલાઓ આર્થિક રૂપથી મજબૂત હોય છે. એવામાં ઘરમાં પૈસા કમાવવા વાળા તમે એકલા વ્યક્તિ નથી. આના સિવાય આ મહિલાઓ સરળતાથી પોતાના પગાર પર પોતાનો ઘર ખર્ચ પણ ચલાવી લે છે.