આ છે શેકેલું લસણ ખાવાના જોરદાર ફાયદા, એકવાર જાણી લો તો સસ્તામાં દવાનાં ઘણા રૂપિયા બચશે.

0
4358

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે શેકેલું લસણ ખાવાના ફાયદા લઈને આવ્યા છીએ, જેને જાણીને તમે ચકિત રહી જશો. જણાવી દઈએ કે, આ નાનકડું લસણ એન્ટી બાયોટીક તત્વો ધરાવે છે. અને આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. તેના સેવનથી શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળે છે. લસણને કાચું, શેકીને અને તળીને ખાવામાં આવે છે. પણ તેને શેકીને ખાવાના ફાયદા તમને નવાઈ પમાડી દેશે.

આરોગ્યને લઈને ચિતિત લોકોએ તો લસણનું સેવન ખાસ કરવું જોઈએ. તેનાથી વજન ઓછું કરી શકાય છે, કારણ કે તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી શકે છે, તેથી તેના સેવનથી વજન પણ ઘટશે અને મોટાપો ઓછો થઇ જશે. જણાવી દઈએ કે, સવારે કે રાત્રે લસણ શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને તે ખાવાથી હ્રદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામવાનું ઘણે અંશે ઓછું થઇ જાય છે.

તેમજ શેકેલું લસણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કન્ટ્રોલ કરે છે. તેમાંથી મળી આવતા એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ફંગલ ગુણોને લીધે જ તે શરીરની અંદરની સફાઈ કરીને બીમારીઓથી બચાવે છે.

શેકેલું લસણ શિયાળાના દીવસોમાં ઠંડી, ખાંસી અને જુકામથી બચાવે છે. તેના સેવનથી શરીરને ગરમી મળે છે. શેકેલું લસણ ખાવાથી શરીરમાં લોહીનું સર્ક્યુલેશન પણ સારું રહે છે.

તેમજ જાણકારોના મત પ્રમાણે, જો તમે ઈચ્છો છો કે તમારી અંદર ગજબની શક્તિ આવી જાય, તો સવારે અને સાંજે લસણ અને મધનું મિશ્રણ ખાઈને તેની ઉપર ગરમ દૂધ પીવું જોઈએ. પણ એક્વાતનું ધ્યાન રાખશો કે, દૂધ ખાંડ વાળુ ન હોય.

લસણ કાર્બોહાઈટ્રેડનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેથી તેના સેવનથી શરીરને વધુ પ્રમાણમાં શક્તિ મળે છે. બ્લડ શુગર અને કબજિયાતથી પીડાતા લોકોને તેનું સેવન ફાયદો પહોંચાડી શકે છે.

2-4 લસણની કળીઓ દેશી ઘી માં તળી લો. પછી કાંચની એક બોટલમાં મધ ભરીને તેમાં તળેલું લસણ નાખીને બંધ કરી દો. હવે આ બોટલને ઘઉં ભરેલા હોય તે ગુણ કે પીપમાં વચોવચ થોડા દિવસો માટે દબાવી લો. તમે ધારો તો લોટના કસ્તરમાં પણ બોટલ દબાવી શકો છો. પછી તેનું સવાર-સાંજ સેવન કરો. આનાથી નપુંસકતા દુર થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.