જાળવી રાખવો છે લગ્નજીવનનો આનંદ તો પીવો સરગવાનું સૂપ, રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ પણ વધશે.

0
4213

મિત્રો, આજે અમે તમને સરગવાના સૂપ વિષે (drumstick soup) જાણકારી આપવાના છીએ. જણાવી દઈએ કે, આ સૂપનો ઉપયોગ ઘણી બધી જાતની બીમારીઓના ઇલાજમાં કરવામાં આવે છે. શરદી-ખાંસી, ગળાની ખરાશ અને છાતીમાં કફ જામી જવા ઉપર સરગવાનો ઉપયોગ કરવો ખુબ ફાયદાકારક હોય છે.

તમે આ બહુગુણી સરગવાનો ઉપયોગ શાક બનાવીને કે એને ઉકાળીને કરી શકો છો. તે ઉપરાંત તેને પાણીમાં સારી રીતે ઉકાળીને તે પાણી પીવાથી પણ ફાયદો થાય છે. જણાવી દઈએ કે જો તમને શ્વાસ લેવામાં તકલીફ છે, તો સરગવાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સરગવાનું સૂપ પીવું સૌથી વધુ ફાયદાકારક હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘સી’ મળી આવે છે. વિટામીન ‘સી’ ઉપરાંત તે બીટા કેરોટીન, પ્રોટીન અને ઘણા પ્રકારના કુદરતી રસાયણોથી ભરપુર હોય છે. તે મેગ્નીશીયમ, પોટેશિયમ અને ફાઈબરથી ભરપુર હોય છે. તે બધા તત્વો શરીરનો સંપૂર્ણ વિકાસ માટે ખુબ જરૂરી છે.

સરગવાનું સૂપ કેવી રીતે બનાવવું?

સરગવાનું સૂપ બનાવવા માટે સરગવાના નાના નાના ટુકડા કરીને કાપી લો. પછી બે કપ પાણી લઈને તેને ધીમા તાપ ઉપર ઉકળવા માટે મૂકી દો. હવે જયારે પાણી ઉકાળવા લાગે, તો તેમાં કાપેલા સરગવાના ટુકડા નાખી દો. તમે ધારો તો તેમાં સરગવાના પાંદડા પણ ભેળવી શકો છો. પછી પાણી અડધું વધે એટલે સરગવાની સિંગને વચ્ચેનો ગર્ભ કાઢી લો અને ઉપરનો છાલ જેવો ભાગ ફેકી દો. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને કાળા મરી ભેળવીને પીવો. (નીચે વિડીયોમાં જોઈને પણ તમે સૂપ બનાવતા શીખી શકો છો.)

સરગવાનું સૂપ પીવાના ફાયદા :

સરગવામાં એન્ટી-બેક્ટીરીયલ ગુણ પણ મળી આવે છે, જે તમને ઘણી જાતના સંક્રમણથી સુરક્ષિત રાખવામાં ઉપયોગી છે. તે ઉપરાંત તેમાં વિટામીન ‘સી’ હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે.

એટલું જ નહિ ડાયાબીટીસ કન્ટ્રોલ કરવા માટે પણ સરગવાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સરગવાનું સૂપ નિયમિત રીતે પીવાથી સેકસ્યુઅલ હેલ્થ સારી રહે છે. અને સરગવો મહિલા અને પુરુષ બન્ને માટે એક સરખો જ ફાયદાકારક છે.

એ સિવાય જેમને અસ્થમાની તકલીફ હોય, તેમના માટે પણ સરગવાનું સૂપ પીવું ફાયદાકારક રહે છે. પ્રાચીન સમયથી શરદી-ખાંસી અને કફથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ ઘરગથ્થું ઔષધી તરીકે કરવામાં આવે છે.

જણાવી દઈએ કે, સરગવાનું સૂપ લોહીની સફાઈ કરવામાં મદદ કરે છે. લોહી સાફ થવાને લીધે ચહેરા ઉપર પણ નિખાર આવે છે.

તેમજ સરગવાનું સૂપ આપણા પાચનતંત્રને મજબુત બનાવવાનું કામ કરે છે. તેમાં રહેલા ફાઈબર્સ કબજિયાતની તકલીફ થવા દેતા નથી.

સરગવાનું સૂપ બનાવવા માટે જુઓ આ વિડીયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.