મગફળીના દાણા બદામ કરતા પણ વધારે શક્તિશાળી છે, આ રીતે કરવું જોઈએ એનું સેવન

0
3508

મગફળીને કોણ નથી ઓળખતું. એનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પણ ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે, આ મગફળી સ્વાસ્થ્યની દૃષ્ટિએ બદામ કરતા પણ વધારે શક્તિશાળી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ૧૦૦ ગ્રામ મગફળીથી તમારી ૨૫ % કેલરીની પુરતી થઇ શકે છે. આપણા બધા માટે જ મગફળી ખુબ જ ગુણકારી ગણાય છે. એટલા માટે એનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જે લોકો વધારે સક્રિય રહે છે એમના માટે તો આ મગફળીનો પ્રયોગ કોઈ વરદાનથી ઓછો નથી. તો આવો તમને જણાવી દઈએ મગફળી ખાવાના ફાયદા અને એનું સેવન કેવી રીતે કરવું જોઈએ? જેનાથી એ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે.

પાચનતંત્ર માટે ફાયદાકારક :

જાણકારી માટે જણાવી દઈએ કે, મગફળીનું સેવન કરવાથી શરીરને ખુબ જ લાભ થાય છે. સાથે જ મગફળીમાં ફાયબરનું પ્રમાણ પણ ખુબ જ વધારે હોય છે. જેના કારણે આપણું પાચનતંત્ર સારું બની રહે છે. જે લોકોને પેટ સબંધિત કોઈ પણ સમસ્યા રહેતી હોય તેના માટે મગફળી ખુબ જ ફાયદાકારક રહે છે.

હાડકા મજબૂત કરવા :

આપણા હાડકાનું મજબુત હોવું ઘણું જરૂરી છે. અને એના માટે મગફળી તમારી મદદ કરી શકે છે. મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. મગફળીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે, અને હાડકામાં પણ ખુબ જ મજબૂતી આવે છે. મજબુત હાડકા બનાવવા માટે મગફળીનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ છે મગફળી ખાવાની યોગ્ય રીત :

તમારે મગફળીના ફાયદા મેળવવા છે, તો તમે સાંજના સમયે એક મુઠ્ઠી કે એક નાના બાઉલ જેટલા મગફળીના દાણાને પાણીમાં પલાળીને મૂકી દો. બીજા દિવસે સવારે ઉઠીને એનું ખાલી પેટ સેવન કરો, તેમજ એની સાથે જ એનું પાણી પણ પીઈ જવું. જે પાણીમાં મગફળી પલાળેલી હતી એ પાણીને નાખી ન દેવું, પરતું એ પાણી પી જવું જોઈએ. કારણ કે એ પીવાથી પણ ખુબ જ ફાયદા થાય છે. મગફળી પચવામાં પણ ખુબ જ સારી હોય છે. એટલા માટે મગફળીનું સેવન કરવું જોઈએ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.