જીવનમાં સફળતા મેળવવા માટે અપનાવો દેવગુરુ બૃહસ્પતિની આ ત્રણ નીતિ, જાણો વધુ વિગત

0
849

ગુરુ બૃહસ્પતી મહર્ષિ અંગીરાના પુત્ર હતા, અને ગુરુ બૃહસ્પતીની પાસે દરેક સમસ્યાનો ઉકેલ મળતો હતો. એવું કહેવામાં આવે છે કે, જયારે દેવરાજ ઇન્દ્ર પાસેથી તેમનું રાજ્ય અસુરોએ છીનવી લીધું હતું, ત્યારે દેવરાજ ઇન્દ્રએ ગુરુ બૃહસ્પતી પાસે મદદ માંગી હતી. ત્યાર પછી ગુરુ બૃહસ્પતીએ પૂજા પાઠ કરી એક રક્ષા પોટલી તૈયાર કરી હતી. અને આ પોટલીને ઇન્દ્રએ પોતાના હાથમાં બાંધીને યુદ્ધ લડ્યું હતું, અને આ યુદ્ધ જીતીને ઇન્દ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું.

ગુરુ બૃહસ્પતીને ઘણા તેજસ્વી માનવામાં આવતા હતા, અને જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો દેવતાઓ બૃહસ્પતીની મદદ લેતા હતા. ગુરુ બૃહસ્પતીએ જીવનમાં સફળ થવા સાથે જોડાયેલી ઘણી બધી નીતિઓ બતાવી છે. અને આ નીતિઓનું પાલન જો માણસ કરે તો માણસને પોતાના જીવનમાં સફળતા જ મળે છે.

આ નિયમો માણસને જીવનમાં સફળ બનાવી શકે છે. એટલા માટે જે કોઈ લોકો પોતાના જીવનમાં સફળ થવા માંગે છે, તે બૃહસ્પતી દ્વારા જણાવેલા નિયમો અપનાવી લે. ગુરુ બૃહસ્પતી દ્વારા શ્લોકો દ્વારા ત્રણ મહત્વના નિયમો બતાવવામાં આવ્યા છે, અને આ નિયમો આ મુજબ છે.

ગુરુ બૃહસ્પતી દ્વારા જણાવવામાં આવેલો પહેલો નિયમ :

શ્લોક : सकृदुच्चरितं येन हरिरित्यक्षरद्वयम्। बद्धः परिकरस्तेन मोक्षाय गमनं प्रति।।

આ શ્લોકનો અર્થ : જે માણસ દરેક વખતે ભગવાનને યાદ કરે છે, તે માણસને જીવનમાં સફળતા જ મળે છે. સમય ભલે ખરાબ હોય કે સારો માણસે હંમેશા ભગવાનને યાદ રાખવા જોઈએ. ભગવાનનું સ્મરણ કરવું સૌથી ઉત્તમ કામ હોય છે અને જે લોકો ભગવાનનું નામ દરેક સમયે લે છે, તે લોકો પોતાના જીવનમાં દરેક સુખ મેળવી લે છે, અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ગુરુ બૃહસ્પતી દ્વારા જણાવવામાં આવેલો બીજો નિયમ :

શ્લોક : त्यज दुर्जनसंसर्ग भज साधुसमागमम्। कुरु पुण्यमहोरात्रं स्मर नित्यमनित्यताम्।।

આ શ્લોકનો અર્થ : માણસે માત્ર સારા વિચાર વાળા લોકો સાથે જ દોસ્તી કરવી જોઈએ. જે લોકોના વિચાર સારા હોય છે, તે લોકો સાથે રહેવાથી તમારી વિચારસરણી પણ સારી બનેલી રહે છે. જયારે જે લોકોના મનમાં ખરાબ વિચાર આવે છે, તે લોકો સાથે રહેવાથી તમારી વિચારસરણી પણ નકારાત્મક બની જાય છે.

એટલા માટે તમારા જીવનમાં દુર્જન લોકોથી દુર રહો, અને માત્ર બુદ્ધિશાળી અને સજ્જન લોકો સાથે જ દોસ્તી કરો. સજ્જન લોકો સાથે રહેવાથી તમને સાચા ખોટાની ઓળખ થાય છે, અને જે વ્યક્તિ સાચા અને ખોટાને ઓળખે છે તેને જીવનમાં સફળતા જ મળે છે.

ગુરુ બૃહસ્પતી દ્વારા બતાવવામાં આવેલો ત્રીજો નિયમ :

શ્લોક : तैस्तच्छरीरमुत्सृष्टं धर्म एकोनुग्च्छति। तस्ताद्धर्मः सहायश्च सेवितव्यः सदा नृभिः।।

આ શ્લોકનો અર્થ : જીવનમાં દરેક વસ્તુ તમારો સાથ છોડી શકે છે, પરંતુ ધર્મ ક્યારે પણ સાથ નથી છોડતો. એટલા માટે દરેક માણસે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મનું પાલન કરવા વાળા લોકોને પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને ભગવાન માણસનું રક્ષણ કરે છે.

ઉપર જણાવેલા નિયમો અપનાવવાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા જ મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.