જોરદાર રહી આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની, જુઓ ફોટો.

0
255

નેહા કક્કર પછી આદિત્ય નારાયણ પણ કરી રહ્યા છે લગ્ન, જુઓ તિલક સેરેમનીના વાયરલ ફોટા. ઇન્ડિયન આઈડલ 12 ને હોસ્ટ કરવાવાળા આદિત્ય નારાયણે પોતાના જીવનની નવી યાત્રા શરુ કરી છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડીસેમ્બરના રોજ સાત ફેરા લીધા છે.

એવામાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક વિધિના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. જેમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલનું આખું કુટુંબ હાજર હતું. બંને જણા વિધિ દરમિયાન પોતાના કુટુંબ સાથે તેનો ઘણો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક વિધિના ફોટા અને વિડીયો સામે આવી ચુક્યા છે. આ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ એક બીજા સાથે બેઠા છે.

આ વિડીયોમાં શ્વેતા અગ્રવાલ ઓરેન્જ કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે, અને આ કપડામાં તેમની સુંદરતા જોવા જેવી છે. આદિત્ય નારાયણ ગ્રીન કલરના કુર્તામાં જોવા મળી રહ્યા છે. તે પણ ઘણા હેન્ડસમ દેખાઈ રહ્યા છે. બંનેના ચહેરા ઉપરનું હાસ્ય એ જણાવી રહ્યું છે કે, બંને આ ક્ષણની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. વિડીયોમાં આદિત્ય નારાયણ સાથે તેની મમ્મી અને પપ્પા પણ જોવા મળી રહ્યા છે. વિડીયો જોઇને તો એવું જણાઈ રહ્યું છે કે, તિલક વિધિની થીમ ઓરેન્જ રાખવામાં આવી હતી. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આ કાર્યક્રમમાં લગભગ બધા લોકો ઓરેન્જ કલરના જ આઉટફીટમાં સામેલ થયા છે.

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના જે ફોટા અને વિડીયો વાયરલ થયા છે, તેમાંથી એક વિડીયોમાં આદિત્ય નારાયણને ડાંસ ફ્લોર ઉપર પોતાના કુટુંબ સાથે ડાંસ કરતા પણ જોઈ શકાય છે. આદિત્ય નારાયણ આ વિડીયોમાં ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. ડાંસ ફ્લોર ઉપર આદિત્ય નારાયણ સાથે તેમની માતાની હાજરી પણ જોઈ શકાય છે. એક ફોટો જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે, તેમાં આદિત્ય નારાયણ પોતાના આખા કુટુંબ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

એક ફોટામાં જોવા મળી રહ્યું છે કે, આદિત્ય અને શ્વેતા બંને સાથે બેઠા છે. શ્વેતા અને આદિત્ય બંને પિતા ઉદિત નારાયણ તરફ જોઈ રહ્યા છે. ફોટામાં આદિત્યની માં પણ ઉભી રહેલી દેખાઈ રહી છે. પાછળ દીવાલ ઉપર આદિત્ય અને શ્વેતાના નામ પણ લખેલા જોવા મળી રહ્યા છે. આ રીતે અન્ય એક ફોટામાં શ્વેતાને આદિત્યના પિતા ઉદિત નારાયણ સાથે, જયારે આદિત્યને તેમની માં સાથે ઉભા રહીને ફોટા માટે પોઝ આપતા જોઈ શકાય છે, બધાના ચહેરા ઉપરનું હાસ્ય જોવા જેવું છે.

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ લગ્ન પછી બીજા દિવસે એક ભવ્ય રિસેપ્શન પણ આપવાના છે. આ રિસેપ્શનમાં હાજરી આપવા માટે આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમિતાભ બચ્ચનને પણ આમંત્રણ પત્ર મોકલીને આમંત્રિત કર્યા છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.