લગ્નના બંધનમાં બંધાયા આદિત્ય અને શ્વેતા, અહીં જુઓ વરમાળાથી લઈને ફેરા સુધીના ખાસ ફોટા.

0
298

વાયરલ થઇ રહ્યા છે આદિત્ય અને શ્વેતાના લગ્નના ફોટા, અહીં જુઓ તેમના સિક્રેટ ફોટા. બોલીવુડ સિંગર આદિત્ય નારાયણ અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલના લગ્નની વિધિના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. બંને જણા ઘણા દિવસોથી પોતાના લગ્નને લઈને હેડલાઈનમાં હતા અને હાલમાં જ બંનેના લગ્નના ફોટા સામે આવ્યા છે. જેમાં બંને ઘણા સુંદર દેખાઈ રહ્યા છે.

બોલીવુડ સિંગર આદિત્ય નારાયણ અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલે મંદિરમાં લગ્ન કર્યા છે. કોરોનાને કારણે તેમના લગ્નમાં ફક્ત 50 લોકો જ શામેલ થયા હતા. આદિત્ય અને શ્વેતા બંનેએ જ લગ્ન માટે સિલ્વર અને પિંક કપડાં પસંદ કર્યા હતા. પોતાના વેડિંગ લુકમાં આદિત્ય અને શ્વેતા કોઈ રોયલ કપલથી ઓછા લાગી રહ્યા ન હતા.

જેવું કે તમે ફોટામાં જોઈ શકો છો એમ લગ્ન દરમિયાન આદિત્યની નજરો પોતાની પત્ની પરથી હટવાનું નામ લઇ રહી ન હતી. તમને જણાવી દઈએ કે, આદિત્ય નારાયણ અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા છે. પણ બંને જણા એક-બીજાને છેલ્લા 12 વર્ષથી ઓળખે છે.

આદિત્ય નારાયણ અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ પોતાના ફેન્સ સાથે જોડાવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વિડીયો શેયર કરી રહ્યા છે. હાલમાં આદિત્ય નારાયણ અને એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલના ફોટા અને વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. જેને જોઈને તેમના ફેન્સ સતત કમેન્ટ કરીને તેમને અભિનંદન આપી રહ્યા છે.

ફોટામાં બંનેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. લગ્ન પછી બંને જણાનો ગ્રેન્ડ રિસેપશનનો પણ પ્લાન હતો. આ આર્ટિકલમાં તમે જે ફોટા જોયા તે દરેક સોશિયલ મીડિયા પરથી લેવામાં આવ્યા છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.