રાહુલ ગાંધી સાથે લગ્નની ઉડી હતી અફવા, હવે આ ધારાસભ્યની વહુ બનશે અદિતિ સિંહ, જુઓ ફોટા

0
378

રાયબરેલીમાંથી કોંગ્રેસની ચર્ચિત ધારાસભ્ય અદિતિ સિંહ ૨૧ નવેમ્બરે પંજાબના ધારાસભ્ય અંગદ સેની સાથે લગ્ન બંધનમાં બંધાશે. લગ્નનો કાર્યક્રમ નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવશે. લગ્નના બે દિવસ પછી ૨૩ નવેમ્બરે રીસેપ્શન રાખવામાં આવ્યું છે. અને આ દિવસોમાં અદિતિ અને અંગદના લગ્નના કાર્ડ વહેંચવામાં આવી રહ્યા છે.

અદિતિ સિંહના સંબંધ પંજાબના કોંગ્રેસ ધારાસભ્ય અંગદ સેની સાથે નક્કી થયા છે. અંગદ અને અદિતિ ૨૦૧૭ માં ધારાસભ્ય બન્યા અને બંને રાજકીય કુટુંબમાંથી આવે છે. અદિતિએ જણાવ્યું કે, તે અંગદ સાથે એકસુત્રમાં બંધાવા જઈ રહી છે.

અદિતિની જેમ જ અંગદ પણ પહેલી વખત વર્ષ ૨૦૧૭ માં પંજાબ વિધાનસભા માટે ચૂંટાયા હતા. તે પંજાબના શહીદ ભગત સિંહ નગરના ધારાસભ્ય છે. અદિતિના પિતા અખિલેશ સિંહ પાંચ વખત રાયબરેલીમાંથી ધારાસભ્ય રહી ચુક્યા હતા. ધારાસભ્ય અંગદ સિંહ સ્વર્ગસ્થ દિલબાગ સિંહના કુટુંબમાંથી છે. દિલબાગ સિંહ નવાંશહર સીટપરથી છ વખત ધારાસભ્ય રહ્યા હતા.

અંગદ સિંહે ૨૦૧૭ માં રાજકારણમાં પ્રવેશ કર્યો, અને શહીદ ભગત સિંહ નગરમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા. અને અદિતિ સિંહ ઉત્તર પ્રદેશના સૌથી યુવાન ધારાસભ્યમાંથી એક છે. તે ૨૦૧૭ ની ચૂંટણીમાં રાયબરેલી સદર સીટ પરથી ૯૦ હજારથી વધુ મત સાથે જીતી હતી.

થોડા સમય પહેલા અદિતિ સિંહ જીલ્લા પંચાયત અધ્યક્ષ વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ સાથે જોડાયેલી ઘટનાઓને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. તે દરમિયાન તેમણે પોતાની ઉપર હુમલો થયો હોવાની ફરિયાદ પણ કરી હતી. મહાત્મા ગાંધીની ૧૫૦ મી જયંતિ ઉપલક્ષ્યમાં વિધાનસભાના વિશેષ શત્રમાં અદિતિએ પાર્ટી લાઈન વિરુદ્ધ જઈને ભાગ લીધો હતો. તેના આ પગલાએ મીડિયામાં ઘણી પ્રશંસા મેળવી હતી.

અદિતિ સિંહ તે પહેલા ત્યારે પણ ચર્ચામાં આવી હતી, જયારે રાહુલ ગાંધી સાથે તેના લગ્નના સમાચાર ફેલાયા હતા. ત્યાર પછી અદિતિ સિંહે તે વાતનું ખંડન કર્યું અને રાહુલ ગાંધીને પોતાના ભાઈ બનાવ્યા. સાથે જ કહ્યું કે રાહુલ તેના ભાઈ જેવા છે, તે તેમને રાખડી બાંધે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.