આ ઈલાજ છે એડીના દુ:ખાવા માટે રામબાણ, આને શરીરમાં હાડકાને કારણે થતા કોઈપણ દુઃખાવામાં અપનાવી શકાય.

0
5251

ઘણા બધા લોકોની શરીરના કોઈ ને કોઈ ભાગમાં દુઃખાવો થવાની ફરિયાદ હોય છે. એની પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે. અને દુઃખાવો ભલે શરીરના કોઈ પણ ભાગમાં થતો હોય એ પરેશાન તો કરે જ છે. અને આ બધામાંથી એક છે એડીનો દુઃખાવો.

જણાવી દઈએ કે, એડીનો દુ:ખાવો ઘણો પીડાદાયક હોય છે. અને તે હંમેશા મહિલાઓને વધારે થાય છે. આખો દિવસ ઉભું રહેવું કે પછી ઉંચી એડીના સેન્ડલ પહેરવા, કે હાડકાનું વધવું આ બધા એના મુખ્ય કારણ હોય છે. અને તમને પણ આ પ્રકારનો દુઃખાવો થઈ રહ્યો છે, અને તમે એનો કારગર ઉપાય શોધી રહ્યા છો, તો આ લેખ તમારી મદદ કરી શકે છે. જણાવી દઈએ કે આજે અમે તમને એડીના દુઃખાવાને દુર કરવાનો ઈલાજ જણાવવાં જઈ રહ્યા છીએ, તે રામબાણ ઉપચાર છે અને 100 ટકા અસરકારક સાબિત થઇ શકે છે. તો આવો એના વિષે જાણીએ.

નુસખો બનાવવા માટે જરૂરી સામગ્રી :

નૌશાદર : ૧/૪ નાની ચમચી (આ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે)

કુવારપાઠું એટલે કે એલોવેરા : અડધી ચમચી

હળદર : અડધી ચમચી

નુસખો બનાવવાની રીત અને એને લાગવાની વિધિ :

મિત્રો આ નુસખો બનાવવા માટે તમે સૌથી પહેલા નૌશાદર એક પીસ (૧/૪ નાની ચમચી), એલોવેરા અડધી ચમચી અને અડધી ચમચી હળદર લઈ લો. ત્યારબાદ એક વાસણમાં એલોવેરા લઈને એને ધીમા ગેસ પર ગરમ કરવાં મુકો. પછી એમાં નૌશાદર અને હળદર નાખો. પછી જયારે એલોવેરા પાણી છોડવા લાગે ત્યારે એને કાઢીને એક કોટનના ટુકડામાં મુકો અને ઠંડુ કરો.

ત્યારબાદ તમે જેટલું ગરમ સહન કરી શકો, એટલું આ મિશ્રણ ગરમ હોય ત્યારે તેને એક કપડામાં રાખીને પટ્ટીની જેમ એડી પર બાંધી લો. ધ્યાન રહે કે આ પ્રયોગ તમારે ઊંઘતા સમયે જ કરવાનો છે. કારણ કે આને બાંધ્યા પછી તમારે ચાલવાનું નથી.

મિત્રો આ પ્રયોગ ઓછા માં ઓછા 30 દિવસ સુધી ધીરજ રાખીને કરો. આ પ્રયોગ બિલકુલ સરળ અને સર્વશ્રેષ્ઠ છે, એડીના દુ:ખાવા વાળા વ્યક્તિને આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. જલ્દી આરામ માટે તમે સાથે એલોવેરાનું શાક કે ઘર પર બનેલ જ્યુસ પણ પી શકો છો.

વિશેષ વાત : મિત્રો આ પ્રયોગ ફક્ત એડી જ નહિ, પણ શરીરના કોઈપણ હાડકાના દુ:ખાવાને સારું કરવાની પુરતી ક્ષમતા ધરાવે છે. તો તમે આનો અન્ય પ્રકારના દુઃખાવામાં ઉપયોગ કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.