અધધધ… 52 હજાર કરોડના 35 લાખ વાહનોને નથી મળી રહ્યા કોઈ ખરીદવા વાળા, ઓટો કંપનીઓએ બંધ કર્યા પ્લાન્ટ.

0
1387

આ પગલાથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી પોતાનો ગ્રોથ ટાર્ગેટ પૂરો નહિ કરી શકે, દેશની ૧૦ મુખ્ય કાર અને ટુ-વ્હીલર નિર્માતા કંપનીઓમાંથી સાતે જાહેરાત કરી દીધી છે, કે તે ઘણા દિવસો સુધી પોતાના ઉત્પાદન પ્લાન્ટ બંધ રાખવાની છે. કંપનીઓએ એવો નિર્ણય એટલા માટે લીધો છે કેમ કે કાર અને ટુ-વ્હીલરના ઓછા વેચાણને ધ્યાનમાં લઈને તેની ઇન્વેન્ટરી હજુ સુધી વેચાઈ નથી.

કંપનીઓ પહેલા આ વાહનોને વેચવા માંગે છે, ત્યાર પછી નવા વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ પગલાથી ભલે કંપનીઓ પોતાની ઇન્વેન્ટરી ખાલી કરવામાં મદદ મળશે, પરંતુ ઓટોબોબાઈલ ઇન્ડસ્ટ્રી પોતાનો ગ્રોથ ટાર્ગેટ પૂરો નહિ કરી શકે.

૩૦ લાખ ટુ-વ્હીલરના નથી મળી રહ્યા ખરીદવા વાળા :-

ઇકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર મુજબ જુનની શરુઆતમાં લગભગ ૩૫૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના પાંચ લાખ પેસેન્જર વ્હીકલ અને ૧૭.૫ હજાર કરોડના ૩૦ લાખ ટુ-વ્હીલર ડીલરશિપ્સમાં ઉભા છે, પરંતુ તેના ગ્રાહક નથી મળી રહ્યા. પ્લાન્ટ બંધ કરવા વાળી કંપનીઓમાં Maruti Suzuki, Tata Motors, Mahindra & Mahindra નો સમાવેશ થાય છે. આ આ કંપનીઓએ મે જુન વચ્ચે પોતાના પ્લાન્ટ બંધ રાખ્યા છે.

ડીલરને થઇ રહ્યું છે મોટું નુકશાન :-

ઉત્પાદન પ્લાન્ટ્સ બંધ થવાથી મે જુન વચ્ચે ઇન્ડસ્ટ્રીના આઉટપુટ ૨૦-૨૫ ટકા સુધી ઘટવાની શક્યતા છે. પરંતુ ખરું નુકશાન થઇ રહ્યું છે. ડીલર્સને, જેમની ઇન્વેન્ટરીમાં સામાન્યથી ૫૦ ટકા સુધી વધુ વાહન રાખ્યા છે. તેને આ વાહનો ઉપર જીએસટી ચૂકવવી પડી રહી છે.

આ કંપનીઓ બંધ કરશે પ્લાન્ટસ :-

મારુતિ મહેન્દ્રા અને ટાટા મોટર્સે મે માં ઘણા દિવસો માટે ઉત્પાદન બંધ કરી દીધું હતું. આ કંપનીઓ આ મહિનામાં ચાર થી ૧૦ દિવસો માટે ફરી વખત ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે. આ વખતે Honda Cars India, Renault-Nissan Alliance અને Skoda Auto નો સમાવેશ થયો છે. આ વર્ષે મે સુધી દર મહીને પેસેન્જર વ્હીકલની માર્કેટ સેલ નીચા આવ્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.