ડાયટમાં એડ કરશો ફળ અને શાકભાજી તો ઓછી થઇ જશે ટાઈપ-2 ડાયાબિટીસનું ટેંશન

0
642

ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો ઓછો કરવા માટે આજે તમારા ડાયટમાં એડ કરો ફળ અને શાકભાજી

દરરોજ પોતાના ખોરાકમાં ફળો અને શાકભાજીઓને યોગ્ય માત્રામાં શામેલ કરવા એક સ્વસ્થ ડાયટની નિશાની માનવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે દરરોજ ફળ અને શાકભાજી ખાવાથી હૃદયની બીમારી, સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેંસરનું જોખમ ઓછું થઈ જાય છે. જોકે, તેમ છતાં ટાઈપ-2 ડાયાબિટીસને અટકાવવામાં ફળ અને શાકભાજીની ભૂમિકા કંઈક સ્પષ્ટ નથી.

ફળ અને શાકભાજીના ફાયદા :

અત્યાર સુધી થયેલી રિસર્ચમાં મળી આવેલા પુરાવા અસ્થિર છે. એવું એટલા માટે કારણ કે મોટાભાગના કેસોમાં સહભાગીઓને પૂછવામાં આવે છે કે, તેઓ યાદ કરીને જણાવે કે તેમણે શું ખાધું? જે હંમેશા યોગ્ય નથી હોતું. જોકે હાલમાં જ થયેલી એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે, જે લોકો રોજ વધારે ફળ અને શાકભાજીઓ ખાય છે, તેમનામાં ફળ અને શાકભાજી ઓછા ખાવાવાળાની સરખામણીમાં ટાઈપ-2 ડાયાબિટીસનો ભય અડધો થઈ જાય છે.

શોધમાં શું જાણવા મળ્યું?

કારણ કે શોધ પરથી ખબર પડે છે કે, સ્વસ્થ આહારના માધ્યમથી ટાઈપ-2 ડાયાબિટીસને અટકાવી શકાય છે, એટલે શોધકર્તાઓ જાણવા માંગતા હતા કે ફળ અને શાકભાજી ખાવું કેટલું મહત્વપૂર્ણ છે. તેમણે દુનિયાનું સૌથી મોટું અધ્યયન કર્યું, જેમાં ફળો અને શાકભાજી ખાવાથી શરીરમાં વિટામિનના બ્લડ લેવલમાં શું ફરક જોવા મળે છે તે માપવામાં આવ્યું.

આ અભ્યાસ માટે 3 લાખથી વધારે લોકોના એક સમૂહ પર શોધ કરવામાં આવી. તેમણે વિશેષ રૂપથી 10,000 લોકોમાં બાયોમાર્કરનો અભ્યાસ કર્યો, જેમણે ફોલો-અપ દરમિયાન ટાઇપ 2 ડાયાબિટીસને વિકસિત કરી અને 13,500 લોકો સાથે તેમની સરખામણી કરી જેમણે એવું કર્યું ન હતું.

શોધકર્તાઓએ જાણ્યું કે, બાયોમાર્કર સ્કોરનું સ્તર જેટલું વધારે હશે, ભવિષ્યમાં ટાઈપ 2 ડાયાબિટીસનો ભય એટલો જ ઓછો હશે. તેમણે એ પણ જાણ્યું કે, દરરોજ લગભગ 66 ગ્રામ ફળ અને શાકભાજી ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનો ભય એકચતુર્થાંસ ઓછો થઈ શકે છે.

તમે એકવારના ખોરાકમાં 7 ચેરી ટામેટા, 2 બ્રોકલીના ટુકડા અથવા એક કેળું શામેલ કરી શકો છો. તે કોઈ નવી વાત નથી કે સારું સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે ફળ અને શાકભાજી જરૂર ખાવા જોઈએ. તેમછતાં મોટાભાગના લોકો તેને ખાવાથી બચે છે. એક રિસર્ચમાં મળી આવ્યું કે, જો તમે પોતાની ડાયટમાં ફળો અને શાકભાજીની માત્રાથોડી વધારો છો, તો ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ભય ઘણી હદ સુધી ઓછો થઇ શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.