ફિલ્મી સેટ પર બોલીવુડની આ 5 અપ્સરાઓ કંઈક આ રીતે તૈયાર થાય છે, જુઓ દિલચસ્પ ફોટા.

0
1938

એ વાત તમે પણ નોટીસ કરી હશે કે ઘણી બધી મહિલાઓનું જીવન મેકઅપ વગર અધૂરું માનવામાં આવે છે. એમના હિસાબે એમના સુંદર દેખાવા માટે લેટેસ્ટ ફેશન વાળા સુંદર ડ્રેસ અને મેકઅપ ઘણા જરૂરી હોય છે. તેમજ જો વાત બોલીવુડ એક્ટ્રેસની આવે તો તે મેકઅપ વગર ક્યાય પણ જતી નથી, અને કોઈને પણ મળતી નથી. ફિલ્મોમાં એમનો મેકઅપ કરવો ઘણો જરૂરી હોય છે. જેમ ડાયલોગ વગર ફિલ્મ અધૂરી હોય છે, એવી જ રીતે મેકઅપ વગર ફિલ્મોની હિરોઈનની સ્થિતિ હોય છે.

અને ફિલ્મોના હીરો પણ હવે એ જ રીતે તૈયાર થવામાં સમય લગાવે છે, અને એમનો પણ મેકઅપ કરવામાં આવે છે. પણ હીરોની સરખામણીમાં હિરોઈનને તૈયાર થવામાં વધારે સમય લાગે છે. અને ફિલ્મી સેટ પર કંઈક આ રીતે તૈયાર થાય છે બોલીવુડની આ 5 અપ્સરાઓ, જેટલી સુંદર તમે એમને ફિલ્મોમાં જોવ છો અને એમને જોઈને સીટી વગાડો છો, તે સેટ પર કંઈક અલગ અંદાજથી તૈયાર થાય છે.

ફિલ્મી સેટ પર કંઈક આ રીતે તૈયાર થાય છે બોલીવુડની આ 5 અપ્સરાઓ :

દરેક ફિલ્મોમાં હીરો તેમજ હિરોઈન ઘણા અલગ અલગ પ્રકારના ગેટઅપ લઈને આપણું મનોરંજન કરે છે. પરંતુ શું તમે જાણો છો? કે ફિલ્મોમાં સૌથી વધારે સમય હિરોઈન તૈયાર થવા માટે લે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને એવી 5 હિરોઈન વિષે જણાવીશું જે સેટ પર કંઈક આ રીતે તૈયાર થાય છે.

1. કરીના કપૂર ખાન :

કરીના કપૂર ખાનને ઘણી બધી છોકરીઓ પોતાની સ્ટાઈલ આઈકન માને છે. અને તે મોટે ભાગે મેકઅપમાં જ દેખાય છે. સામાન્ય રીતે મેકઅપ વગર કરીના ક્યાંય પણ નથી જતી. તે જીમ જાય ત્યારે પણ થોડો મેકઅપ જરૂર કરે છે. અને ફિલ્મોના સેટ પર તે પોતાના જ મેકઅપ આર્ટિસ્ટની મદદથી તૈયાર છે. આટલી મહેનત પછી જ તો કરીના આટલી ગ્લેમરસ અને નવાબી લુકમાં જોવા મળે છે.

2. એશ્વર્યા રાય :

આજે પણ બોલીવુડમાં સૌથી સુંદર એક્ટ્રેસ તરીકે એશ્વર્યા રાયને લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. અને એમની સુંદરતાની આગળ બધા ફીકા લાગે છે. સામાન્ય રીતે એમના મેકઅપમાં સૌથી વધારે લિપસ્ટિક જ દેખાય છે. અને તે એમાં જ સૌથી વધારે સુંદર દેખાય છે. એમની સુંદરતાના આજે પણ કરોડો દીવાના છે.

3. પૂનમ પાંડે :

પૂનમ પાંડે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસ છે. તે પોતાનું ટોપ ઉતારવા મારે વધારે ફેમસ છે. જો કે એમને ફિલ્મમાં મુખ્ય પાત્ર ઓફર થતા નથી. પણ તે પોતાનો મેકઅપ કરાવવામાં કોઈ કસર નથી છોડતી. અને એમનો પણ પોતાનો મેકઅપ આર્ટિસ્ટ છે. એમણે કોઈ ખાસ ફિલ્મોમાં કામ નથી કર્યુ બસ 1-2 આઈટમ નંબર કર્યા છે.

4. એમી જેક્શન :

એમી જેક્શનની હિંદી પણ કેટરીના જેવી જ છે. પણ લોકોને એમની સુંદરતા ઘણી પસંદ છે. અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સિંહ ઇસ બલિન્ગના સેટ પર એમી આ રીતે ખુરશી પર બેસીને પોતાના મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહી હતી. એમની અદાઓના પણ ઘણા બધા છોકરાઓ દીવાના છે. એમની સુંદરતા પણ કોઈ અપ્સરાથી ઓછી નથી. છેલ્લે તે ફિલ્મ 2.0 માં જોવા મળી હતી.

5. પરિણીતી ચોપડા :

ઈશકઝાદે અને ગોલમાલ અગેઈન, કેસરી જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરવા વાળી એક્ટ્રેસ પરિણીતી ચોપડાની સુંદરતા પણ કોઈનાથી છુપાયેલી નથી. ફિલ્મોમાં પોતાને સુંદર દેખાડવા માટે આ અદાકારાને આરામ કરતા કરતા મેકઅપ કરાવતા જોવામાં આવી છે. અને તે એકદમ મહારાણીની જેમ તૈયાર થાય છે. આ વખતે પણ તે સુતા સુતા પોતાના મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહી છે.