શુટિંગ દરમિયાન જ છ અભિનેત્રીઓની શરુ થઇ ગઈ હતી લવ સ્ટોરી, હિરો નહિ નિર્દેશક સાથે કરી બેઠી હતી પ્રેમ

0
2691

આ 6 હિરોઇનોની લવ સ્ટોરી શુટિંગ દરમિયાન જ શરૂ થઈ ગઈ હતી, હીરોની જગ્યાએ નિર્દેશક સાથે થઈ ગયો હતો પ્રેમ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

સિનેમા જગતમાં ઘણી એવી હિરોઈનો છે જેની લવ સ્ટોરીની શરુઆત શુટિંગના સેટ ઉપર થઇ હતી. ખાસ વાત એ છે કે તેમને કોઈ હીરો સાથે નહિ પરંતુ પોતાની જ ફિલ્મના નિર્દેશક સાથે પ્રેમ થઇ ગયો હતો. ઘણા કલાકારોએ તરત લગ્ન કરી લીધા તો ઘણા કલાકારોને લગ્ન કરવા માટે થોડો સમય લાગ્યો. જાણો એવી અભિનેત્રીઓ વિષે જે શુટિંગ દરમિયાન પ્રેમ કરી બેઠી હતી.

શ્રીદેવી :

પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીએ નિર્દેશક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. શ્રીદેવી બોની કપૂરની બીજી પત્ની હતી. બંનેના પ્રેમના કિસ્સા સિનેમા જગતમાં ઘણા ચર્ચિત છે. હાલમાં શ્રીદેવી આ દુનિયામાં નથી. શ્રીદેવીનું નિધન ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીના રોજ થયું હતું.

કિરણ જુનેજા :

‘મહાભારત’, ‘સ્વાભિમાન’ અને ‘બુનિયાદ જેવી સફળ ટીવી સીરીયલ કરનારી અભિનેત્રી કિરણ જુનેજાએ નિર્દેશક રમેશ સિપ્પી સાથે લગ્ન કર્યા. સિપ્પી પહેલાથી પરણિત હતા પરંતુ કિરણ સાથે લગ્ન કરવા માટે તેમણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. બંનેની મુલાકાત ટીવી શો ‘બુનિયાદ’ દરમિયાન થઇ હતી અને ત્યાંથી પ્રેમ શરુ થઇ ગયો.

સોનાલી બેન્દ્રે :

સોનાલી બેન્દ્રે પણ આ હિરોઈનોના લીસ્ટમાં આવે છે જેમણે નિર્દેશક સાથે લગ્ન કર્યા. સોનાલીના લગ્ન નિર્દેશક ગોલ્ડી બહલ સાથે થયા. બંનેની મુલાકાત વર્ષ ૧૯૯૪માં ફિલ્મ ‘નારાજ’ ના સેટ ઉપર થઇ. બંનેને ગોલ્ડીની બહેને ભેગા કર્યા હતા. સોનાલીને જોતા જ ગોલ્ડી બહલ તેની સાથે પ્રેમ કરી બેઠા હતા પરંતુ ચાર વર્ષ સુધી તેમણે સોનાલીને કાંઈ ન કહ્યું. ત્યારપછી ફિલ્મ ‘અંગારે’ ના શુટિંગ દરમિયાન તેમણે સોનાલીને પોતાના દિલની વાત કરી.

સોની રાજદાન :

મહેશ ભટ્ટ અને સોની રાજદાનની લવ સ્ટીરી ફિલ્મના સેટથી શરુ થઇ હતી. મહેશ ભટ્ટ સોની રાજદાનના પ્રેમમાં એટલા ડૂબેલા હતા કે પહેલાથી જ પરણિત હોવા છતાં પણ તેમણે સોની સાથે લગ્ન કરી લીધા. મહેશ ભટ્ટ અને સોની રાજદાન પરણિત જીવનમાં ઘણા ખુશ છે.

કલ્કી કોચ્લીન :

કલ્કી પણ આ અભિનેત્રીઓમાં આવે છે જેમણે નિર્દેશકને પોતાના જીવનસાથી પસંદ કર્યા હતા. કલ્કી અને અનુરાગ કશ્યપ ફિલ્મ ‘દેવ ડી’ દરમિયાન એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તે સમયે અનુરાગ પહેલાથી જ પરણિત હતા પરંતુ કલ્કી સાથે લગ્ન કરવા માટે તેમણે પત્નીને છૂટાછેડા આપી દીધા. કલ્કી સાથે તેનો સંબંધ લાંબો સમય ન ચાલ્યો અને થોડા સમય પછી કલ્કી અને અનુરાગ અલગ થઇ ગયા.

ઉદિતા ગોસ્વામી :

‘પાપ’ અને ‘ઝહર જેવી ફિલ્મો કરવાવાળી ઉદિતા ગોસ્વામીએ પણ લગ્ન માટે એક નિર્દેશકને જ પસંદ કર્યા. નવ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી ઉદિતા અને મોહિત સૂરી વર્ષ ૨૦૧૩માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. નિર્દેશક સાથે તે કરી બેઠી હતી પ્રેમ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.