મેકઅપ વગર કઈંક આવી જોવા મળે છે આ અભિનેત્રીઓ, 4 નંબર વાળી તો 47 વર્ષેની ઉંમરે પણ કુંવારી છે

0
2909

તમે અભિનેતા ગોવિંદાની ફિલ્મ હસીના માન જાયેગીનું એક સુપરહિટ ગીત સાંભળ્યું જ હશે જેની એક પંક્તિ આ મુજબ છે, “ચીંટી પહાડ ચઢે મરને કે વાસ્તે, લડકી કરે ફેશન લડકો કે વાસ્તે…..” આ તો ફક્ત એક ગીત છે અને તે ઘણા બધા કિસ્સાઓમાં સાચું પણ સાબિત થાય છે. પણ એના સિવાય પણ એક સત્ય એ છે કે મોટાભાગે છોકરીઓ મેકઅપ કર્યા વગર બહાર નથી નીકળતી. જો કે દરેક છોકરી એવું નથી કરતી પણ મોટે ભાગે સ્થિતિ આવી જ છે.

જો આપણે બોલીવુડ અભિનેત્રીઓની વાત કરીએ તો મેકઅપ વગર તે કોઈ પાર્ટી, ઇવેન્ટ અને એવોર્ડ શો તેમજ ફરવા પણ નથી જતી. કારણ કે તેઓ મેકઅપ વગર એટલી દોશી દેખાય છે કે ન પૂછો વાત. આજે અમે તમારા માટે બોલીવુડની અમુક એવી અભિનેત્રીઓના ફોટા લઈને આવ્યા છીએ, જે મેકઅપ વગર આઉટડેટેડ દેખાય છે. છતાં પણ ઇન્ડસ્ટ્રીમાં એમણે પોતાનું નામ જાળવી રાખ્યું છે.

સુષ્મિતા સેન :

પૂર્વ મિસ ઇન્ડિયા અને બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન 45 વર્ષની થઇ ગઈ છે. પણ આજે પણ એમની ફિટનેસનો કોઈ જવાબ નથી. છતાં પણ જો તમે એમને મેકઅપ વગર જોઈ લો, તો કદાચ તમને ઝાટકો લાગી શકે છે.

માધુરી દીક્ષિત :

આ યાદીમાં બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત પણ આવે છે. તે ટીવી શો અને ફિલ્મોમાં તો યુવાન અને સુંદર દેખાય છે. પરંતુ હકીકતમાં ઘણી વૃદ્ધ થઈ ગઈ છે. જો તમે એમને મેકઅપ વગર જોઈ લો તો ઓળખી પણ નહીં શકો. 51 વર્ષની માધુરીએ હાલમાં જ ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળી હતી. તે ફિલ્મમાં મેકઅપના સહારે સુંદર દેખાય છે, પણ મેકઅપ વગર કઈંક આવી દેખાય છે.

રાની મુખર્જી :

બોલીવુડની મર્દાની અભિનેત્રી રાની મુખર્જી પાસે કિલર સ્માઈલ છે અને તે લગભગ 42 વર્ષની ઉંમરમાં પણ સુંદર દેખાય છે. પણ તે પર્દા અને કેમેરામાં જ સુંદર દેખાય છે. અસલ જીવનમાં મેકઅપ વગરનો એમનો લુક જોઈ તમે ચોંકી જશો.

તબ્બુ :

તબ્બુ પણ બોલીવુડની ટોપ અભિનેત્રીઓ માંથી એક છે. એમની એક્ટિંગના લાખો લોકો દીવાના છે. એમની ગણતરી બોલીવુડની સૌથી સશક્ત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તબ્બુએ પોતાના ફિલ્મી કરિયરની શૃરૂઆત વર્ષ 1985 માં આવેલી ફિલ્મ ‘હમ નૌજવાન’ થી કરી હતી. 46 વર્ષની તબ્બુની આવનારી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ છે જેના ટ્રેલરમાં તે ઘણી જ સુંદર દેખાય છે. પણ મેકઅપ વગર તે ઘણી ઉંમર વાળી મહિલા દેખાય છે.

કરિશ્મા કપૂર :

કરિશ્મા કપૂરને કોણ નથી ઓળખતું. તે 90 ના દશકની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે. એમની પહેલી ફિલ્મ ‘પ્રેમ કેદી’ હતી. કરિશ્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. કરિશ્માની ઉંમર 44 વર્ષ છે. અને થોડા-થોડા દિવસે પોતાના ગ્લેમરસ ફોટા પોસ્ટ કરતી રહે છે. હાલમાં તો તે મેકઅપની મદદથી જ યુવાન અને સુંદર દેખાય છે. મેકઅપ વગર જો તમે એમને જોશો તો લાગશે કે તે વૃદ્ધ થવા લાગી છે.

રેખા :

મિત્રો એ વાતમાં જરા પણ શંકા નથી કે રેખા પોતાના જમાનાની સૌથી સુંદર અભિનેત્રી રહી છે. આજે તે 63 વર્ષની આસપાસની ઉંમરની છે. એમની સુંદરતાના દીવાના ન ફક્ત મોટા વૃદ્ધો જ છે પણ યુવાનો પણ છે. પણ તમે એમને મેકઅપ વગર જોશો તો તમને જાણવા મળશે કે એમના પોતાની ઉંમર કરતા વધારે યુવાન અને સુંદર દેખાવા પાછળ મેકઅપનો ઘણો મોટો હાથ છે.

રવીના ટંડન :

આ યાદીમાં આગળનું નામ આવે છે મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડનનું. તેમણે વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. 43 વર્ષની રવીના આજે પણ ફિલ્મોમાં યુવાન અને સુંદર દેખાય છે. છેલ્લે તે ફિલ્મ ‘માતૃ’ માં જોવા મળી હતી. એમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. પરંતુ એમને મેકઅપ વગર જોવામાં આવે તો એમની ઉંમર સાફ દેખાઈ આવશે.