સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ મોહરામાં જોવા મળેલી આ અભિનેત્રી હવે કરે છે આ કામ, એને જોઇને ચકિત થઇ જશો

0
5465

બોલીવુડમાં દર વર્ષે ઘણી બધી ફિલ્મો રીલીઝ થાય છે. એમાંથી દરેક ફિલ્મ હીટ નથી થતી. અમુક જ ફિલ્મ એવી હોય છે જે હીટ સાબિત થાય છે. તમે ૧૯૯૪ માં આવેલી ‘મોહરા’ જોઈ જ હશે. એ વર્ષની તે બીજા નંબરની ફિલ્મ હતી જેણે સૌથી વધારે કમાણી કરી હતી. આ ફિલ્મમાં અક્ષય અને રવિના પર જ બધાની આંખો અટકી રહી હતી, પરંતુ તેના સિવાય પણ એક જોડી હતી જેની ઉપસ્થિતિએ ફિલ્મની સફળતામાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું.

અને એ જોડી હતી સુનીલ શેટ્ટી અને પુનમ ઝંવરની. આ ફિલ્મ પછી અક્ષય, રવિના અને સુનીલની કિસ્મત તો બોલીવુડમાં ચમકી ગયી. પણ પુનમને કઈ ખાસ ઉંચાઈ પ્રાપ્ત ન થઇ. પરંતુ આટલા વર્ષો પછી પણ ચર્ચાનો વિષય બની ચુકી છે. આવો જાણીએ કેમ એવું થયું.

મિત્રો બોલીવુડની હીટ ફિલ્મો માંથી એક ‘મોહરા’ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પ્રેમનો અનુભવ ઘણી જ સુંદરતાથી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આજે પણ તમને એનું ‘ના કજરે કી ધાર… ના મોતિયોકા હાર’ ગીત યાદ જ હશે. એ ગીત સુનીલ શેટ્ટી અને પુનમ ઝંવર વચ્ચે ફિલ્માવવામાં આવ્યું હતું. જેને તે ફિલ્મનું સૌથી રોમાન્ટિક ગીત પણ મનાય છે.

તમને એ વાત પણ યાદ હશે કે ‘મોહરા’ ફિલ્મમાં પુનમ એકદમ સાદા પાત્રમાં જોવા મળી હતી. તેમના પાત્રને લોકોએ ઘણું પ્રોત્સાહન આપ્યું હતું, પણ હવે તે જ પુનમ ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ થઇ ગઈ છે. મોહરા ફિલ્મના રીલીઝ થયાના 24 વર્ષ વીતી ચુક્યા છે અને 24 વર્ષમાં પુનમના દેખાવમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. અને મળેલા સમાચાર અનુસાર હાલમાં જ પુનમ એક ઇવેંટમાં જોવા મળી હતી, પણ ત્યાં લોકો તેમને ઓળખી શક્યા નહી.

આમ તો પુનમ ઝંવર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. અને તેમણે પોતાના નવા લુકના ઘણા હોટ ફોટા સોશિયલ મીડિયા ઉપર શેયર પણ કર્યા છે. પુનમ ઝંવર વર્ષ 1995 માં ડેબોનાયર પત્રિકાના કવર પેજ પર પણ રહી ચુકી છે.

કદાચ તમને ખબર નહિ હોય કે પુનમ ઝંવર એક પ્રસિદ્ધ પત્રિકા પ્લે’બોયમાં પણ ફોટોશૂટ કરાવી ચુકી છે. પુનમ ઝંવરનો સૌથી વધારે ચર્ચિત ફોટોશૂટ વેલેન્ટાઇનના દિવસે લાલ ડ્રેસમાં કરવામાં આવેલો ફોટોશૂટ હતો. આ ફોટોશૂટમાં પુનમ ઝંવરનો ફોટો જોઇને તેની સરખામણી સની લિયોન સાથે પણ કરાતી હતી.

મિત્રો તે ફિલ્મ મોહરામાં જેટલી સીધી અને સરળ દેખાતી હતી, એટલી જ તે અસલ જીવનમાં બોલ્ડ અને ગ્લેમરસ થઇ ગઈ છે. મોહરા ફિલ્મે રવિના ટંડનને સુપરસ્ટાર અભિનેત્રી બનાવી દીધી હતી, તો બીજી તરફ પુનમ ફિલ્મી પડદાથી જાણે ગાયબ જ થઇ ગયી. પોતાના અભિનય કેરિયર દરમિયાન ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે. મોહરાના રીલીઝ થયા પછી તે 2 અથવા 3 ફિલ્મોમાં નજર આવી અને પછી પૂનમે સિલ્વર સ્ક્રીનને અલવિદા કહી દીધું.

જો કે બોલીવુડમાં સફળતા ન મળવા પર તેણે સાઉથ ફિલ્મોમાં પોતાનું કેરિયર બનાવવાનું વિચાર્યુ. પણ ત્યાં પણ તેનો સિક્કો વધારે ચાલ્યો નહી અને પૂનમે સાઉથ ઇન્ડસ્ટ્રી પણ છોડવી પડી. પુનમ ગ્લેમરની દુનિયામાં પાછી આવી તો ગઈ પણ આ વખતે તે એક્ટ્રેસ નહી પરંતુ એક સુપરમોડલના રૂપમાં આવી છે.

મળેલી જાણકારી અનુસાર ફિલ્મોમાં અભિનયની સાથે સાથે પુનમ તેના જીવનમાં સિંગિંગને લઈને પણ ઘણી ઉત્સાહિત હતી. અને તેમના 2 મ્યુઝીક વિડીયો પણ આવ્યા હતા, જેમાં તેમણે અભિનયની સાથે સાથે ગાયનમાં પણ હાથ અજમાવ્યો. અલી હૈદરના મ્યુઝીક વિડીયો ‘ચાંદ સા મુખડા’ માં પણ તે જોવા મળી હતી.

મિત્રો, જો તમે અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ‘ઓહ માય ગોડ’ જોઈ હોય તો, એમાં એક અભિનેત્રીએ સાધ્વીનું પાત્ર ભજવ્યું હતું. અને તે બીજી કોઈ નહી પણ પુનમ જ હતી. ‘ઓહ માય ગોડ’ માં સાધ્વીનું પાત્ર ભજવ્યા પછી પુનમને ઘણી બીજી ફિલ્મોની ઓફર પણ આવી.

એ પછી એમણે શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ R.Rajkumar માં પણ એક નાનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં પુનમ મોડેલ અને એક્ટિંગમાં વ્યસ્ત છે, પણ તેની સાથે જ તે રાજનૈતિક કાર્યક્રમોનો ભાગ પણ બનતી નજર આવે છે.