વેશ્યાથી લઈને ચુડેલના પાત્ર નિભાવવા વાળી આ સુંદર અભિનેત્રી બે વાર કરી ચુકી છે આત્મહત્યાના પ્રયત્નો

0
1823

બોલીવુડમાં કામ કરીને લોકોના દિલોમાં વસી ગયેલી હિરોઈનોની યાદી બનાવીએ એને યાદ રાખવી અઘરી બની જાય. કારણ કે બોલીવુડમાં એટલી બધી ઉત્તમ હીરોની રહી ચુકી છે કે ન પૂછો વાત. એમના અભિનયને લોકો હંમેશા યાદ રાખે છે. અને શબાના આઝમી પણ તેમાંથી જ એક છે. શમાનાને ફિલ્મોમાં એમના સુંદર અભિનય માટે ઓળખવામાં આવે છે. અને તે પોતાના ઉત્તમ અભિનય માટે ‘પદ્મભૂષણ’ સહીત ઘણા એવોર્ડ પણ મેળવી ચુકી છે. શબાના આઝમીનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું સારું યોગદાન રહ્યું છે.

શબાનાએ બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૪ થી કરી હતી. એમની પહેલી ફિલ્મ અંકુર હતી. ત્યારબાદ તેમણે બીજી ઘણી ફિલ્મો કરી અને સફળતાના શિખર ઉપર આગળ વધતી રહી. શબાનાના કેરિયરની વિશેષ વાત એ છે કે તેમણે લગભગ દરેક પ્રકારના પાત્ર નિભાવ્યા છે. અને એમણે તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યુ છે. તેવામાં આજે અમે તમને શબાના દ્વારા ભજવવામાં આવેલા થોડા જુદા જુદા અને જાણવા જેવા પાત્રો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

મંડી : વર્ષ ૧૯૮૪માં આવેલી ફિલ્મ મંડીમાં શબાના એ એક વેશ્યાનું પાત્ર ભજવ્યું હતું. તેમણે આ પાત્રને ન્યાય આપવા માટે ઘણી મહેનત કરીને એમાં પ્રાણ ફૂક્યા હતા. કદાચ એ કારણ હતું કે તેમની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ. એટલું જ નહિ આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી. આ ફિલ્મને શ્યામ બેનગલએ ડાયરેક્ટ કરી હતી.

શતરંજ કે ખિલાડી : મિત્રો જો તમને યાદ હોય તો વર્ષ ૧૯૭૭માં રીલીઝ થયેલી શતરંજ કે ખિલાડી ફિલ્મમાં શબાનાએ સંજીવ કુમારની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં શબાનાનો અંદાજ કાંઈક અલગ હતો. આ ફિલ્મ કર્યા પછી તેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી લીધી.

ફાયર : જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૬માં આવી હતી. અને આ પહેલી એવી હિંદી ફિલ્મ હતી જે સમલૈંગિકતા ઉપર બનેલી હતી. આ ફિલ્મમાં શબાના આઝમી સાથે નંદિતા દાસ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને દિપા મહેતાએ ડાયરેક્ટ કરી હતી. અને આ ફિલ્મમાં બે મહિલાઓના પ્રેમને દર્શાવવામાં આવ્યો હતો.

મકડી : મકડી ફિલ્મ બાળકોમાં ઘણી લોકપ્રિય રહી હતી. અને આ ફિલ્મ વર્ષ ૨૦૦૨ માં આવી હતી. આ ફિલ્મમાં શબાના એક ડાકુ બની હતી જે ચુડેલનું રૂપ ધારણ કરી લોકોને ડરાવે છે. આ ફિલ્મમાં તેમના અભિનયના ખુબ વખાણ થયા હતા.

જજ્બા : જજ્બા ફિલ્મ વર્ષ ૨૦૧૫ માં આવી હતી. આ ફિલ્મમાં શબાનાની સાથે એશ્વર્યા રાય બચ્ચન અને ઈરફાન ખાન પણ મુખ્ય પાત્રમાં હતા. ફિલ્મમાં શબાનાએ એવી માં નું પાત્ર ભજવ્યું હતું, જે દીકરીના મૃત્યુનો બદલો લેવા માટે એશ્વર્યાની દીકરીનું અપહરણ કરી લે છે.

જયારે ટ્રેનની આગળ કુદી હતી શબાના :

આ તો થઇ એમની ફિલ્મી સફરની વાત. પણ જો શબાનાના અંગત જીવનની વાત કરીએ, તો એક જાણવા જેવો કિસ્સો એ પણ છે કે, તે જયારે સ્કુલના દિવસોમાં ભણતી હતી, તો તેમણે બે વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જી હા, બોલીવુડને ઘણી બધી સફળ ફિલ્મો આપવા વાળી શબાના આત્મહત્યા કરવાના પ્રયત્નો કરી ચુકી છે.

એમના જણાવ્યા અનુસાર પહેલી વખત તેમણે પોતાની વિજ્ઞાનની લેબમાં રહેલ કોપર સલ્ફેટ ખાઈ લીધો હતો. આમ તો તે થોડું જ હતું તેની અસર વધુ સમય સુધી ન રહી અને તેનો જીવ બચી ગયો. બીજી વખત તેમણે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. પરંતુ તે દરમિયાન એક ચોકીદારે તેને યોગ્ય સમયે પાછી ખેંચી લીધી હતી અને તેનો જીવ બચી ગયો. જો એમાંથી કોઈ એક પ્રયત્ન સફળ થઇ જાત તો બોલીવુડને આટલી ઉત્તમ કલાકાર મળતે નહિ.

શબાનાના જીવન સાથે જોડાયેલી એવી જ ઘણી જાણવા જેવી વાતોનો ખુલાસો તેની માં અને થીયેટર કલાકાર શોકત દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘કૈફી એન્ડ આઈ : અ મેમોઈર’ માં વાંચવા મળે છે.