15 વરસની ઉંમરમાં રેપ અને ડ્રગ્સની લત, ઘણા સંધર્ષો પછી સ્ટાર બની આ એક્ટ્રેસ.

0
376

16 વર્ષની ઉંમરમાં જ 28 વર્ષના વ્યક્તિને ડેટ કરતી હતી આ એક્ટ્રેસ, 18 વર્ષમાં કર્યા લગ્ન. 11 નવેમ્બર 1962 ના રોજ જન્મેલી એક્ટ્રેસ ડેમી મૂર 58 વર્ષની થઈ ગઈ છે. તેમણે ચાર દશકો સુધી હોલીવુડ ફિલ્મોમાં કામ કરીને જોરદાર નામ અને પ્રસિદ્ધિ મેળવી છે. પણ આ નેમ અને ફેમ પાછળ ડેમીએ દરેક પ્રકારની ખરાબ બાબતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

ગયા વર્ષે તેમણે પોતાનું એક પુસ્તક લોન્ચ કર્યું હતું, જેમાં તેમણે પોતાના જીવનની સૌથી દુઃખદ અને ભયાનક ઘટનાઓ સિવાય પોતાના હોલીવુડ સ્ટારડમ અને જીવનના સ્ટ્રગલ વિષે પણ વાત કરી હતી.

ડેમીએ તે પુસ્તકમાં જણાવ્યું કે, તેમની માં વર્જિનિયા કિંગ તેમને ઘણી નાની ઉંમરમાં જ બાર અને પબ્સમાં લઈ જવા લાગી હતી. ત્યારબાદ તે એવા વ્યક્તિના સંપર્કમાં આવી હતી જે કદાચ 40-45 વર્ષનો હતો. ડેમી એક દિવસ ઘરે આવી ત્યારે તે વ્યક્તિ તેના ઘરે હાજર હતો. ત્યારબાદ તે વ્યક્તિએ ડેમીનો રેપ કર્યો અને તેની માં ને 500 ડોલર આપ્યા હતા.

ડેમીએ પહેલીવાર આ પુસ્તકમાં પોતાની સાથે બનેલી ભયાનક ઘટનાઓ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને સમજ ના પડી કે તે રેપ હતો. મને લાગ્યું કે તે મારી જ ભૂલ હતી. આ ઘટનાએ તેના જીવન પર ઘણો પ્રભાવ પાડ્યો હતો અને તે ઘણા વર્ષો સુધી એડિક્શન, બેચેની, ઊંઘ ન આવવી અને ટ્રોમાને કારણે સ્ટ્રેસ સામે લડતી રહી હતી.

ડેમીનું બાળપણ ઘણું સંઘર્ષ ભરેલું રહ્યું. તેની માં એ ઘણી વાર આપઘાત કરવાના પ્રયત્ન કર્યા હતા. ડેમીએ એ પણ કહ્યું કે, તેમની માં ઘણી બધી ઊંઘની ગોળીઓ ખાઈને મરવાનો પ્રયત્ન કરતી હતી, અને એક બે વાર તો તેમણે પોતાની માં ના મોઢામાંથી જબરજસ્તી તે ગોળીઓ બહાર કાઢી છે. તેમજ તેના પિતા આ બધાથી ચિંતા મુક્ત રહેતા હતા અને કહેતા હતા કે, જેણે જે કરવું હોય તે એવું કરવા માટે આઝાદ છે.

ડેમી આ બધી ઘટનાઓને કારણે ઘણી તણાવમાં રહેવા લાગી હતી અને તેમણે ધુમ્રપાન અને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. તે ફક્ત 16 વર્ષની ઉંમરમાં એક 28 વર્ષના વ્યક્તિને ડેટ કરી રહી હતી અને તે વ્યક્તિ સાથે જ રહેવા લાગી હતી. તેના એક વર્ષ પછી ડેમીના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાના મૃત્યુના થોડા મહિના પછી જ ડેમીએ ફ્રેડી નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. તેમની ઉંમર તે સમયે ફક્ત 18 વર્ષ હતી. ત્યારબાદ ડેમીએ મોડલિંગની મદદ લીધી અને ધીરે ધીરે હોલીવુડ તરફ પગલું ભરવા લાગી.

ડેમીએ 3 લગ્ન કર્યા છે. ફ્રેડી પછી તેમણે હોલીવુડના સુપરસ્ટાર બ્રુસ વિલિસ સાથે લગ્ન કર્યા. જોકે અમુક વર્ષો પછી બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા. ત્યારબાદ પોતાની ઉંમરથી ઘણા વર્ષ નાના એક્ટર એશ્ચન સાથે લગ્ન કર્યા. તે સમયે તે ખુબ હેડલાઈનમાં રહી હતી. હવે ડેમી એશ્ચનથી પણ અલગ થઈ ગઈ છે. જોકે તે બ્રુસને હજી પણ પરિવાર માને છે. ડેમી અને બ્રુસના ત્રણ બાળકો છે અને તે હંમેશા તેમના પરિવાર સાથે સમય પસાર કરે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.