માં બન્યા પછી આ અભિનેત્રીઓએ રાખી પોતાને ફિટ, આમની સુંદરતા આજે પણ છે કાયમ

0
397

દરેક છોકરીને હંમેશા એ ચિંતા સતાવે છે કે લગ્ન પછી જયારે તે માતા બનશે તો તેનું ફિગર ખરાબ થઈ જશે. તે વાત ઘણા કેસમાં સાચી પણ થાય છે. પરંતુ ઘણી બધી છોકરીઓ આજના સમયમાં ઘણી સજાગ થઈ ગઈ છે, અને જેવી જ તેની ડીલીવરી થાય છે તો તે પોતાને મેનટેન રાખવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરે છે. તેની શરુઆત બોલીવુડના કલાકારોથી થઈ છે. જયારે માતા બન્યા પછી આ અભિનેત્રિઓએ રાખી પોતાને ફીટ, તેમાં તમારી ફેવરીટ હિરોઈન કઈ છે?

માં બન્યા પછી આ અભિનેત્રીઓએ રાખી પોતાને ફીટ :

બોલીવુડ હિરોઈનના ફિગરને જોઇને ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે, પોતાના વ્યસ્ત શેડ્યુલમાં કેવી રીતે આ સુંદરીઓ પોતાને ફીટ રાખે છે. ખાસ કરીને તે હિરોઈનો જે માં બની ચુકી છે અને તેના માટે તે કેટલું મુશ્કેલ હશે. પરંતુ તે બાબતમાં તે હિરોઈન એકદમ યોગ્ય છે.

મલાઈકા અરોડા :

૪૫ વર્ષની ઉંમરમાં મલાઈકા અરોડાએ પોતાને એવી ફીટ રાખી છે કે ૨૦ વર્ષની છોકરી પણ શરમાઈ જાય. મલાઈકા અરોડાની ફીટનેશની સરખામણી ઘણી બોલીવુડ હિરોઈનો સાથે થાય છે. મલાઈકા ભલે ફિલ્મોથી દુર છે, પરંતુ પોતાની પર્સનલ લાઈફને કારણે સમાચારોમાં છવાયેલી રહે છે.

કરીના કપૂર ખાન :

કરીના કપૂર ખાને વર્ષ ૨૦૧૬ માં એક દીકરાને જન્મ આપ્યો હતો અને તે દરમિયાન તે ઘણી જાડી થઈ ગઈ હતી. કરીનાની ડીલીવરી પછી તેણે પોતાના ફિગરને દિવસ રાત મહેનત કરીને સ્લીમ બનાવ્યું. ત્યાર પછી ફિલ્મો કરી અને હવે તેની નવી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ આવવાની છે, જે જાન્યુઆરીમાં રીલીઝ થશે.

એશ્વર્યા રાય બચ્ચન :

હાલમાં જ એશ્વર્યા રાયના પ્રેન્ગેન્સીના સમાચાર વાયરલ થયા છે. અંબાણીને ત્યાં પાર્ટીમાં એશ્વર્યાએ પોતાનું પેટ દુપટ્ટાથી છુપાવ્યું હતું અને લોકોને લાગ્યું કે તે ફરીથી પ્રેગ્નેન્ટ છે. પરંતુ વર્ષ ૨૦૧૧માં એક દીકરીને જન્મ આપ્યા પછી એશ્વર્યા રાયે પોતાનું ફિગર એટલું ફીટ રાખ્યું છે કે, તેના દીવાનાઓમાં કોઈ ઘટાડો નથી આવ્યો.

શિલ્પા શેટ્ટી :

હાલના સમયમાં સૌથી ફીટ હિરોઈનોમાં શિલ્પાનું નામ રહેલું છે. શિલ્પા શેટ્ટીએ ૯૦ના દશકમાં ઘણી સારી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું, અને વર્ષ ૨૦૦૮માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા. પછી તેને એક દીકરો થયો. પરંતુ શિલ્પાએ પોતાને એટલી ફીટ રાખી છે કે, આજે યુટ્યુબ ઉપર ફીટનેશના ક્લાસ આપે છે અને તેને જોઈને નથી લાગતું કે તે પરણિત છે કે તેને એક દીકરો છે.

કાજોલ :

એક સમય હતો જયારે શાહરૂખ અને કાજોલની જોડીએ ધમાલ મચાવી હતી. પછી વર્ષ ૧૯૯૮માં કાજોલે અજય દેવગન સાથે લગ્ન કર્યા અને પોતાના ગૃહસ્થી સાથે ફિલ્મોમાં પણ સતત કામ કર્યું. માં બન્યા પછી કાજોલે પોતાના ફિગરને એટલું ફીટ રાખ્યું કે, તે પોતાની દીકરીની મોટી બહેન લાગે છે. કાજોલને બે બાળકો છે જેમાં એક નવ્યા અને બીજો યુગ છે.

કરિશ્મા કપૂર :

૯૦ના દશકમાં કરિશ્મા કપૂરનો જાદુ મોટાભાગની ફિલ્મોમાં જોવા મળ્યો. તે સમયમાં કરિશ્માએ લગભગ દરેક મોટા કલાકાર સાથે સુપરહિટ ફિલ્મો આપી. પરંતુ સૌથી વધુ તેની જોડી ગોવિંદા સાથે બની. વર્ષ ૨૦૦૩ માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા પછી તે ફિલ્મી દુનિયાથી દુર થઈ ગઈ અને થોડા જ વર્ષોમાં કરિશ્મા બે બાળકોની માતા બની ગઈ. વર્ષ ૨૦૧૬ માં કરિશ્માના આંતરિક કારણોસર છૂટાછેડા થઈ ગયા અને તે અલગ થઈ ગઈ પરંતુ બાળકો તેની સાથે જ રહે છે. કરિશ્માનું ફિગર જોઇને તમે જરાપણ નહિ કહી શકો કે તે બે બાળકોની માતા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.