આ 6 એક્ટર્સે પર્દા પર ભજવ્યું ‘ભગવાન રામ’ નું પાત્ર, પરંતુ સફળતામાં આમનો કોઈ મુકાબલો નથી

0
834

હિંદુ ધર્મમાં શ્રીરામનું ઘણું મહત્વ છે અને ટીવી ઉપર પણ ઘણી બધી સીરીયલ રામાયણ ઉપર બનાવવામાં આવી છે. આ ૬ કલાકારોએ પડદા ઉપર નિભાવ્યું ‘ભગવાન રામ’ ના પાત્ર તમારા ફેવરીટ પાત્ર કયુ હતું? જેમાં અલગ અલગ કલાકારોએ શ્રીરામના પાત્ર ભજવ્યા હતા. અને આજે અમે તમને થોડા એવા ટીવી કલાકારો વિષે જણાવીશું, જેમણે પડદા ઉપર ભગવાન રામનું પાત્ર ભજવ્યું અને લોકોના દિલોમાં પોતાની એક્ટિંગની છાપ છોડી.

અરુણ ગોવિલ :

વર્ષ ૧૯૮૭ માં રામાનંદ સાગરે રામાયણ બનાવી જેમાં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. આ રામાયણ જોવા વાળા ક્યારેય કોઈ બીજી રામાયણ સીરીયલને પસંદ ન કરી શક્યા. કેમ કે આ રામાયણના તમામ પાત્ર અસલી લાગવા લાગ્યા હતા, અને ઘણા ઘરોમાં તો અરુણ ગોવિલને ભગવાન રામનું રૂપ સમજવા લાગ્યા હતા.

નીતીશ ભારદ્વાજ :

વર્ષ ૨૦૦૨ માં રામાયણ સીરીયલને ફરી બનાવવામાં આવી. તેમાં ભગવાન રામનું પાત્ર નીતીશ ભારદ્વાજે ભજવ્યું હતું, અને તેમણે જ બીજી સિરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રસિદ્ધ પાત્ર પણ ભજવ્યું હતું. નીતીશ ભારદ્વાજને શ્રીરામ શ્રીકૃષ્ણના પાત્રમાં ઘણા પસંદ કરવામાં આવ્યા હતા.

ગુરુમિત ચોધરી :

વર્ષ ૨૦૦૮ માં એનડીટીવી ઈમેજીન ઉપર એક વખત ફરી રામાયણ આવી, અને લોકોએ તેને ઘણી પસંદ કરી હતી. એક વખત રામાયણનો નવો ક્રીએશન જોતા લોકોએ અલગ અલગ રીએક્શન આપ્યા. આ સીરીયલમાં અભિનેતા ગુરુમિત ચોધરીએ ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું, અને પાછળથી ગુરુમિત ટીવીના સૌથી હોટ કલાકાર બની ગયા હતા.

ગગન મલિક :

વર્ષ ૨૦૧૫માં સીરીયલ મહાબલી હનુમાનમાં ભગવાન રામનું પાત્ર ઘણું લોકપ્રિય થયું હતું. આ સીરીયલમાં ભગવાન રામનું પાત્ર ગગન મલિકે નિભાવ્યું હતું, અને તેને પણ લોકોએ પસંદ કર્યું હતું.

આશિષ શર્મા :

વર્ષ ૨૦૧૬ માં રામાયણને નવા રૂપમાં દેખાડવામાં આવી જેમાં માતા સીતાની દ્રષ્ટિથી રામને દર્શકો સામે રજુ કરવામાં આવ્યા હતા. આ વખતે અભિનેતા આશિષ શર્મા ભગવાન રામના પાત્રમાં જોવા મળ્યા અને લોકો તેને પણ ઘણા પસંદ કરી રહ્યા હતા.

હિમાંશુ સોની :

હાલના દિવસોમાં કલર્સ ઉપર ટીવી સીરીયલ ‘રામ સિયા કે લવકુશ’ માં કલાકાર હિમાંશુ સોની ભગવાન રામના પાત્રમાં જોવા મળી રહ્યા હતા. આ સીરીયલ દર્શકોને પસંદ આવી રહી છે, પરંતુ હજુ પણ તેની સરખામણી અરુણ ગોવિલના ભગવાન રામ વાળા પાત્ર સાથે કરવામાં આવે ત્યારે આ સીરીયલ પાછી પડી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.