આ પ્રખ્યાત એક્ટરને મૃત્યુના 24 કલાક પહેલા જ થઇ ચુક્યો હતો એનો અંદાજો, નામ જાણીને ભરોસો નહિ થાય.

0
2223

મિત્રો આપણે એવું જાણીએ છીએ કે, કોઈ પણ જીવનું મૃત્યુ કયારે, ક્યાં અને કેવી રીતે આવી જશે તે કોઈ નથી જાણી શકતું. આપણા જ ઘરમાં કોઈનું નિધન થઈ જાય તો એના વિષે આપણને પહેલાથી જાણકારી મળતી નથી. એજ રીતે બોલીવુડમાં એવું જ છે. શ્રીદેવીનું ઉદાહરણ જ લઈ લો. તે દુબઈમાં કોઈ લગ્નમાં મહેમાન તરીકે ગઈ હતી અને ત્યાં જ  તેમનું અચાનક મૃત્યુ થઇ ગયું. કોઈને આ વાતનો અંદાજો પણ નહિ હતો કે, માત્ર 54 વર્ષની ઉંમરમાં શ્રીદેવી દુનિયાને આવી રીતે અલવિદા કહી દેશે.

પણ આજે અમે તમને બોલીવુડના એક એવા એક્ટર વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેમને પોતાના મૃત્યુનો અંદાજો 24 કલાક પહેલા જ થઈ ચુક્યો હતો. મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ અભિનેતા ઇન્દ્ર કુમારની, જેને પોતાના મૃત્યુનો અંદાજો પહેલેથી થઈ ગયેલો. જણાવી દઈએ કે, ઇન્દ્ર કુમારનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું.

બોલીવુડ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન :

જણાવી દઈએ કે, બોલીવુડ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન 28 જુલાઈ 2017 ના રોજ હાર્ટ એટેકથી થયું હતું. તે 43 વર્ષના હતા. ઇન્દ્ર કુમારે સુપરસ્ટાર સલમાન ખાનની સાથે વોન્ટેડ, તુમકો ના ભૂલ પાએંગે જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે. ઇન્દ્ર કુમારે બોલીવુડની કુલ 20 ફિલ્મોમાં કામ કર્યુ છે. એવું કહેવામાં આવે છે કે, તેમને તેમની મૃત્યુના પહેલા જ આ વાતનો અંદાજો થઇ ગયો હતો, કે તેમની સાથે કંઈક અનહોની(અઘટિત ઘટના) થવાની છે.

અને લોકોને આ વાતની ખબર એમના દ્વારા મૃત્યુના પહેલા કરવામાં આવેલી એક પોસ્ટથી થઈ હતી. મૃત્યુના એક દિવસ પહેલા જ ઇન્દ્ર કુમારે પોતાનો એક ફોટો ઇન્સ્ટગ્રામ પર શેયર કરતા કૈપ્શનમાં લખ્યું હતું ‘PEACE’ એટલે કે શાંતિ. આ પોસ્ટથી લોકોને આ વાત સમાજમાં આવી ગયી હતી કે, ઇન્દ્ર કુમાર પહેલાથી જ સમજી ગયા હતા કે તેમની સાથે કંઈક ખરાબ થવાનું છે. બોલીવુડ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન થયાના પછી આ પોસ્ટ મીડિયાની હેડલાઈનમાં રહી હતી. બધા એ એવું કહ્યું કે, તેમને પોતાની મૃત્યુનો અંદાજો પહેલેથી જ હતો.

કોણ હતા ઇન્દ્ર કુમાર?

જાણકારી માટે જણાવી દઈએ કે, ફિલ્મો સિવાય ઇન્દ્ર કુમારે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ અને ‘ફિયર ફાઇલ્સ’ જેવી ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યુ હતું. એક સેલિબ્રિટી હોવા છતાં ઇન્દ્ર કુમારે પોતાના કરિયરમાં ખુબ ઉતાર ચઢાવ જોયા હતા.

ઇન્દ્ર કુમારનો જન્મ 26 ઓગસ્ટ 1973 ના રોજ જયપુર, રાજસ્થાયમાં થયો હતો. ઇન્દ્ર કુમારે ફિલ્મ માસુમ(1996) થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં આયશા જુલ્કા, રેણુકા શહાણે અને ઓમકાર કપૂર તેમના કો-સ્ટાર હતા. ફિલ્મ હિટ થયી અને ઇન્દ્ર કુમારનું કામ લોકોને ખુબ પસંદ આવ્યું.

માસુમ ફિલ્માં તેમની જોરદાર એક્ટિંગને જોઈને તેમને અક્ષય કુમાર, રેખા અને રવીના અભિનીત બીજી મોટી ફિલ્મ મળી. ફિલ્મ ખુબ હિટ થયી, પરંતુ ઇન્દ્ર કુમારની એક્ટિંગ મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં નોટીશ કરવામાં આવી નહિ. ત્યારથી ઇન્દ્ર કુમારનો ખરાબ સમય શરુ થઇ ગયો, અને તેમને સપોર્ટીંગ રોલના માટે ઓફર આવવા લાગ્યા.

એ પછી ફિલ્મોમાં તે મુખ્ય અભિનેતા તરીકે ક્યારેય જોવા નથી મળ્યા. એટલા માટે તેમણે ટીવીની દુનિયામાં આવવાનું વિચાર્યુ, અને તેમણે ટીવી સીરિયલમાં કામ શરુ કર્યુ. ટીવી સીરિયલમાં કામ કરવાની સાથે તેમણે સંજય દત્તની સાથે ‘હથિયાર’ અને સલમાન ખાનની સાથે ‘તુમકો ના ભૂલ પાયેંગે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન, ઇન્દ્ર કુમાર અને સલમાન ખન્ના સારા મિત્ર બન્યા હતા. અને એ પછી તેઓ તેમની સાથે વિભિન્ન કાર્યક્રમો અને પરિવારની સાથે જોવા મળતા હતા.