લાલ કિતાબ મુજબ ભૂલથી પણ ન ખાવ આ લોકોના હાથનું મીઠું, થાય છે અપશુકન

0
624

લાલ કિતાબ અનુસાર ભૂલથી પણ આ લોકોના હાથનું મીઠું ખાવું નહિ, થાય છે અપશુકન

આશરે એક ચપટી મીઠું જીવનની ઘણી તકલીફોને દુર કરી શકે છે. મીઠા સાથે જોડાયેલા ઘણા ટોટકાનું વર્ણન લાલ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તે ઉપરાંત કેવા લોકોને ત્યાં મીઠું ન ખાવું જોઈએ, તેના વિષે પણ લાલ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. તો આવો સૌથી પહેલા ધ્યાન આપીએ મીઠા સાથે જોડાયેલા આ ટોટકા ઉપર.

મીઠા સાથે જોડાયેલા ચમત્કારી ટોટકા :

ઉતારે ખરાબ નજર :

જો તમારી ઉપર ખરાબ નજર લાગી ગઈ છે, તો તમે એક ગ્લાસમાં મીઠું નાખીને તે ગ્લાસને તમારા માથા ઉપરથી ૧૧ વખત ફેરવો. ત્યાર પછી આ મીઠું કોઈ નદીમાં ફેંકી આવો. આવું કરતા જ ખરાબ નજર ઉતરી જશે.

નકારાત્મકતા કરે દુર :

ઘરમાં નકારાત્મકતાનો અનુભવ થાય તો તમે એક કાંચનો ગ્લાસ કે વાટકીની અંદર સફેદ મીઠું નાખી દો. પછી એ મીઠાને ઘરના કોઈ એવા ખૂણામાં મૂકી દો, જ્યાં કોઈની પણ નજર તેની ઉપર ન પડે. આ મીઠાને ૧૧ દિવસ સુધી જ રહેવા દો અને ૧૨માં દિવસે આ મીઠું ઘરમાંથી બહાર ફેંકી દો. આ મીઠું ફેંકી દેતા જ ઘરની નકારાત્મકતા એકદમ દુર થઈ જશે.

બીમારી થાય દુર :

ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર છે, તો તમે તે વ્યક્તિ પાસે એક ગ્લાસમાં મીઠું નાખીને મૂકી દો. આમ કરવાથી તે વ્યક્તિ જલ્દીથી ઠીક થઈ જશે અને રોગમાંથી તેને મુક્તિ મળી જશે.

શનિ ગ્રહ થાય શાંત :

જો તમારો શનિ ગ્રહ ભારે છે, તો તમે કાળા મીઠાનું દાન કરો. કાળું મીઠું દાનમાં આપવાથી આ ગ્રહ શાંત થઈ જાય છે. શનિ ઉપરાંત તમે શુક્ર અને રાહુ ગ્રહના નિવારણ માટે પણ કાળું મીઠું દાન કરી શકો છો.

ભૂલથી પણ ન ખાવ આ લોકોના ઘરનું મીઠું :

જો તમે નીચે જણાવવામાં આવેલા લોકોના ઘરે મીઠું ખાવ છો તો તેની ખરાબ અસર તમારા જીવન ઉપર પડે છે, અને તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે ભૂલથી પણ આ વ્યક્તિને ત્યાંનું મીઠું તમે ન ખાવ.

જે લોકો પોતાના વડીલનું સન્માન નથી કરતા, તેમને ત્યાંનું મીઠું ન ખાવ. એવા લોકોના ઘરનું મીઠું ખાવાથી તમારું સન્માન ઓછું થઇ જાય છે, અને તમારે બદનામીનો સામનો કરવો પડી શકે છે.

જે લોકો દ્વારા પાપ કરવામાં આવે છે તેમને ત્યાંનું મીઠું ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બની જાવ છો. એટલા માટે કોઈ પાપી પુરુષને ત્યાંનું મીઠું ન ખાવ.

જે લોકો સંસ્કારોનું પાલન નથી કરતા અને લોકો સાથે હંમેશા ઝગડા કરતા રહે છે, તેમના ઘરનું મીઠું પણ ન ખાવું જોઈએ.

અધર્મ કરવા વાળા લોકોને ત્યાંનું મીઠું ખાવાથી તમે પણ અધર્મી બની જાવ છો.

જે ઘરમાં મહિલાનું સન્માન નથી કરવામાં આવતું તે ઘરનું મીઠું પણ ન ખાવું જોઈએ.

જો કોઈ તમને બળજબરી પૂર્વક મીઠું આપે તો તમે મીઠું ન લો.

તે ઉપરાંત ક્યારે પણ કોઈ પાસેથી પૈસા આપ્યા વગર મીઠું ન લો. એમ કરવાથી જ તે વ્યક્તિના ગ્રહ તમારી ઉપર ચડી જાય છે.

ઉપર જણાવેલી વાતોનું વિશેષ ધ્યાન રાખો અને હંમેશા તમારા ઘરનું મીઠું જ ખાવ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.