એસી રૂમ, સ્ટાઈલીશ કપડા, ફરવા માટે ગાડી, કબૂતરોના લકઝરી જીવન ઉપર લાખોનો ખર્ચ કરે છે મહિલા.

0
157

આ કબુતરો જીવે છે એવી લક્ઝરી લાઈફ કે જેના સપના દુનિયાની અડધાથી વધુ વસ્તી જુએ છે.

ઘણા લોકોને પાળેલા જાનવરો કે પક્ષીઓ સાથે ખુબ પ્રેમ હોય છે. તેઓ તેમને પોતાના ઘરના સભ્ય જ સમજે છે. એવી જ પક્ષીઓ સાથે પ્રેમ કરવા વાળી એક મહિલા હાલના દિવસોમાં સમાચારોમાં છે. તે મહિલા પોતાના કબૂતરોને એટલો પ્રેમ કરે છે કે, તે તેમના માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે.

તે મહીલાનું નામ મેગી જોનસન (Meggy Johnson) છે, જે ઇંગ્લેન્ડના લીંકનશાયરની રહેવાસી છે. તેમને કબુતર સાથે એટલો પ્રેમ છે કે, તે તેમના માટે એયરકંડીશન બેડરૂમ, કપડાનો કબાટ અને ફરવા જવા સ્ટ્રોલર (નાના બાળકોને ફરવા લઇ જવા માટેની ગાડી) પણ રાખે છે.

મેગી જોનસનને પોતાના બંને કબૂતરો Sky અને Moose સાથે ઘણો પ્રેમ છે. તે બંને મેગીને ક્યાંક પડેલા મળ્યા હતા, ત્યાર પછી તે તેમને પોતાના ઘરમાં લઇ આવી. મેગી જણાવે છે કે, તેમણે ઘણા અઠવાડિયાઓ સુધી તે બંનેને પોતાના હાથથી ખાવાનું ખવરાવ્યું. તે બંને કબુતરોને બાળકોની જેમ પ્રેમ કરે છે.

મેટ્રો યુકેના જણાવ્યા મુજબ મેગીએ જણાવ્યું કે, તેમની (કબૂતરો) પાસે પોતાના બેડરૂમ છે, તેમના અલગ અલગ સ્ટાઈલીશ કપડા છે, સોફ્ટ રમકડા પણ છે. તે લકઝરી જીવન જીવે છે. અને સ્ટ્રોલરમાં ફરવા જાય છે. તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. મેગી તેમની જાળવણી માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે.

મેગીના જણાવ્યા અનુસાર તેમના કબુતર ફેશનેબલ છે. તેમની પાસે લગભગ 17 ડ્રેસ છે. દરેકની કિંમત અઢી હજાર રૂપિયાથી લઈને ત્રણ હજારની વચ્ચે છે. જયારે પણ મેગી તેમને બહાર ફરવા લઇ જાય છે, તો તેઓ ઉડવાનો પ્રયત્ન નથી કરતા. તેમને મેગીનો સાથ ગમે છે. મેગી જણાવે છે કે, તે દર મહીને 30 થી 40 હજાર કબૂતરો ઉપર ખર્ચ કરે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.