વાંચો શિવ પુરાણના અજાણ્યા રહસ્યો વિષે.

0
92

કયા છે તે શિવ પુરાણના અજાણ્યા રહસ્યો જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે, જાણો તેના 6 ખંડો વિષે. શિવપુરાણમાં ભગવાન શિવના મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એવા અદ્દભુત રહસ્યો અને વાર્તાઓને વર્ણવવામાં આવી છે, જે આધ્યાત્મિકતા સાથે સંબંધ રાખે છે. શિવ પુરાણને ઘણા બધા અધ્યાયોમાં વહેંચીને લખવામાં આવ્યું છે, જેને સંહિતાની સંજ્ઞા આપવામાં આવી છે.

આ પુરાણનો સંબંધ શૈવ મત સાથે માનવામાં આવે છે. તેમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેની પૂજા વિધિ અને જ્ઞાનથી ભરેલા વ્યાખ્યાનો પણ સમાવેશ થયો છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ત્રિદેવોમાંથી એક માનવામાં આવ્યા છે, અને તેમને વિનાશના દેવતા પણ કહેવામાં આવે છે.

મહાદેવને ભગવાન શિવ, મહેશ, મહાકાલ, નીલકંઠ, રુદ્ર, ભોલેનાથ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, ભગવાન શિવ એક મહાન યોગી હતા અને આ કારણોસર તેમને આદિયોગી પણ કહેવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં ભગવાન શિવને એક એવા દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે ખૂબ જ દયાળુ અને નિષ્કપટ છે, અને ભક્તો સાચા હૃદયથી બોલવે તો પ્રસન્ન થાય છે અને તેમની બધી ઇચ્છાઓ પૂરી કરી દે છે. જો કે, જ્યારે ભગવાન શિવ ગુસ્સામાં આવે છે, ત્યારે આખી સૃષ્ટિ ધ્રુજી જાય છે અને તે સર્વનાશના કારક પણ બની જાય છે.

શિવ પુરાણના વિવિધ ખંડ અથવા સંહિતા :

ભગવાન શિવનો મહિમા ઘણા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોઇ શકાય છે. પરંતુ શિવપુરાણમાં તેમના જીવનને ઘણી ઊંડાઈ પૂર્વક દર્શાવામાં આવ્યું છે. શિવપુરાણમાં તેમના જીવન, લગ્ન, બાળકો, રહેણીકરણી વગેરેને વિગતવાર દર્શાવ્યા છે. શિવ પુરાણમાં 6 ભાગ અને 24000 શ્લોકો છે. તેના વિભાગોનાં નામ નીચે આપેલ છે.

(1) વિદ્યેશ્વર સંહિતા (2) રુદ્ર સંહિતા (3) કોટિરુદ્ર સંહિતા (4) ઉમા સંહિતા (5) કૈલાસ સંહિતા (6) વાયુ સંહિતા

(1) વિદ્યેશ્વર સંહિતા : શિવપુરાણમાં વિદ્યેશ્વર સંહિતામાં ભોલેનાથ સાથે સંકળાયેલ ઓમકાર, શિવલિંગની પૂજા – અર્ચના, વિધી – વિધાન અને દાનના મહત્વને જણાવ્યું છે. આ સંહિતા મુજબ એવું કહેવામાં આવે છે કે, રુદ્રાક્ષનું નિર્માણ મહાદેવના આંશુથી થયું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આપણે આપણા શરીર પર ક્યારેય એવું રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ, જેમાં જીવાત હોય અથવા તે ખંડિત હોય. આવી અન્ય માહિતી પણ આ સંહિતામાં આપવામાં આવી છે.

(2) રુદ્ર સંહિતા : રુદ્ર સંહિતાને શિવ પુરાણની સૌથી મહત્વપૂર્ણ સંહિતા માનવામાં આવી છે. આ સંહિતાના સૃષ્ટિ ખંડમાં ભગવાન શિવને આદિ શક્તિના કારણ ગણાવ્યા છે, અને એવું કહેવામાં આવે છે કે, વિષ્ણુ અને બ્રહ્મા પણ શિવમાંથી ઉત્પન્ન થયા છે. આ સાથે જ આ સંહિતામાં ભોલેનાથના જીવન અને તેમના સ્વભાવ સાથે સંબંધિત ઘણા અજાણ્યા પાસાઓને પણ જણાવવામાં આવ્યા છે. પાર્વતી લગ્ન, કાર્તિકેય અને ગણેશનો જન્મ, પૃથ્વી પરિક્રમા સાથે સંબંધિત કથા વગેરે પણ આ સંહિતામાં જણાવી છે. આ સંહિતામાં ભગવાન શિવની ઉપાસના કરવાની રીત પણ મળે છે.

(3) કોટિરુદ્ર સંહિતા : આ સંહિતામાં ભગવાન શિવના તમામ અવતારો અને તેમની પ્રતિમાઓના વિસ્થાપનને લગતા તથ્યો અને વાર્તાઓના વખાણ કરવામાં આવ્યા છે. ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે સમય-સમય પર અવતારો લીધા છે. તેમના મુખ્ય અવતારો હનુમાનજી, ઋષભદેવ અને શ્વેત મુખ છે.

આ સંહિતામાં ભગવાન શિવની આઠ પ્રતિમાઓનો પણ ઉલ્લેખ છે. તેની સાથે જ ભારતના અનેક રાજ્યોમાં આવેલા મહાદેવના 12 જ્યોતિર્લિંગની કથા પણ તેમાં શામેલ છે. આ મૂર્તિઓમાં જમીન, પવન, ક્ષેત્રજ, પાણી, અગ્નિ, સૂર્ય અને ચંદ્રને અધિષ્ઠિત માનવામાં આવે છે. આ સંહિતા એટલા માટે પણ પ્રખ્યાત છે, કારણ કે આમાં ભગવાન શિવ દ્વારા અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કરવાની એક રોચક કથા છે.

(4) ઉમા સંહિતા : આ સંહિતામાં માતા પાર્વતીના સ્વભાવના દર્શન મળે છે. એવું પણ માનવામાં આવે છે કે, માતા પાર્વતી ભગવાન શિવનું જ આંશિક સ્વરૂપ છે. સાથે જ આ સંહિતામાં દાન, તપસ્યાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આ પુરાણમાં પાપના પ્રકાર અને તેનાથી મળતી નરકની સજાઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ સંહિતામાં, પાપ કર્મ કર્યા પછી તેનું કેવી રીતે પ્રાયશ્ચિત કરી શકો છો, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(5) કૈલાસ સંહિતા : કૈલાશ સંહિતામાં ભગવાન શિવના નિવાસ સ્થાન એટલે કે પવિત્ર ગિરિરાજ કૈલાસ, તેમજ મહાદેવને પ્રસન્ન કરવા માટેના તપ અને ઉપવાસનો ઉલ્લેખ છે. તેમાં યોગની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. સાથે કે બ્રહ્મા શબ્દ તરીકે ઓળખાતા ઓમકારના મહત્વની પણ આ સંહિતામાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ જ સંહિતામાં ગાયત્રી જાપ કરવાના મહત્વને પણ દર્શાવ્યું છે.

(6) વાયુ સંહિતા : વાયુ સંહિતાના બે ભાગો છે, પૂર્વ અને ઉત્તર સંહિતા. આ સંહિતા અંતર્ગત ભગવાન શિવનું ધ્યાન કરવાના સંદર્ભમાં વાતો જણાવવામાં આવી છે. તેમજ યોગ અને મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની પ્રાથમિકતાનો પણ આ સંહિતામાં ઉલ્લેખ છે. ભગવાન મહાદેવના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનો પણ આ સંહિતામાં ઉલ્લેખ છે. વાયુ સંહિતા જન્મ, મૃત્યુ અને મોક્ષની પ્રાપ્તિ સાથે સંબંધિત છે. તેથી શિવની આ સંહિતાનું ધ્યાન ચોક્કસ પણે કરવું જોઈએ.

તો આ લેખમાં આપણે શિવપુરાણના બધા રહસ્યો જાહેર કર્યા છે. ધર્મ, આધ્યાત્મિકતા અને જ્યોતિષવિદ્યાને લગતા સંબંધિત લેખો વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.