એશ્વર્યા માટે અભિષેકે છોડી દીઘી હતી આ હિરોઇન, 10 મહિના સુધી રહ્યો હતો સંબંધ, જાણો કોણ છે એ હિરોઇન

0
2078

અભિષેક બચ્ચન આજે ૪૨ વર્ષના થઇ ગયા છે. ૫ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ મુંબઈમાં અભિષેક બચ્ચનનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૦૭માં એશ્વર્યા અને અભિષેક લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા. આ કપલ બોલીવુડનું આઈડીયલ કપલ માનવામાં આવે છે. આજે પણ લગ્નના આટલા વર્ષો પછી બંને એક બીજાને પ્રેમ કરતા જોવા મળે છે. જ્યાં એક તરફ એશ્વર્યા પતિ અભિષેકના પ્રેમમાં પાગલ છે તો તે બીજી તરફ અભિષેક પણ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યા છે. અને આજે બંને જણા એક આનંદમય જીવન પસાર કરી રહ્યા છે.

પરંતુ શું તમે જાણો છો? કે એશ્વર્યા પહેલા અભિષેક એક સુંદર અભિનેત્રી સાથે પ્રેમ કરતો હતો. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે કરિશ્મા કપૂરની વાત કરી રહ્યા છીએ. જો તમે એવું વિચારી રહ્યા છો, તો તમે ખોટા છો. તે વાત સાચી છે કે કરિશ્મા સાથે તેમના લગ્ન તૂટ્યા હતા. પરંતુ કરિશ્મા ઉપરાંત એક બીજી અભિનેત્રી હતી જેના માટે પણ એક સમયે અભિષેકનું દિલ ધબકતું હતું. એશ્વર્યા માટે અભિષેકે એક છોકરીને દગો આપ્યો હતો. અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તે કોઈ બીજી નહિ પરંતુ સુંદર મોડલ-હિરોઈન દીપાનીતા શર્મા છે.

સુમિત જોશીની બુક ‘અફેયર્સ ઓફ બોલીવુડ સ્ટાર્સ રીવીલ્ડ’ માં તે વાતનું વર્ણન છે કે, અભિષેક બચ્ચન સાથે દીપાનીતાની દોસ્તી સોનાલી બેન્દ્રેએ કરાવી હતી. સોનાલી દીપાનીતાની નજીકની ફ્રેન્ડ હતી. ૧૦ મહિના સુધી સંબંધ ચાલ્યા પછી અભિષેક અને દીપાનીતાનું બ્રેકઅપ થઇ ગયું હતું.

અહેવાલ મુજબ તો તે દિવસે અભિષેક દીપાનીતાની પાછળ પડેલો હતો. તેણે બે મહિના સુધી સતત દીપાનીતાને ફોન કર્યા અને તેને મળવાની માંગણી કરી. પણ બ્રેકઅપ પછી દીપાનીતાને અભિષેકમાં કોઈ રસ ન હતો. કહેવામાં આવે છે કે દીપાનીતાની સાદગી અને ઈમાનદારીએ અભિષેકનું મન મોહી લીધું હતું. ફ્રીડમ ફાઈટરના કુટુંબ સાથે સંબંધ ધરાવતી દીપાનીતા ઇચ્છતી ન હતી કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ પણ કલાકારને તે ડેટ કરે. પરંતુ અભિષેકે તેનું દિલ ચોરી લીધું હતું.

અભિષેક હંમેશા પોતાના અને દીપાનીતાના સંબંધને મીડિયાથી દુર રાખતા હતા. તેના વિષે કોઈ પણ પ્રશ્ન કરે તો તે સ્પષ્ટ ના કરી દેતા હતા. દીપાનીતાના એક સંબંધીએ મીડિયાને જણાવ્યું કે, અભિષેક દીપાનીતાને માત્ર મુર્ખ બનાવી રહ્યો છે.

અહેવાલ મુજબ અભિષેકના જન્મ દિવસનો દીપાનીતા પ્લાન બનાવી રહી હતી, અને તેણે એ વાતની જાણ અભિષેકને પણ કરી હતી. પરંતુ અભિષેકે તેને એવું કહીને ના પાડી દીધી કે તે શુટિંગમાં વ્યસ્ત છે અને તેના પિતાની તબિયત થોડા દિવસોથી ખરાબ રહે છે. પાછળથી જાણવા મળ્યું કે અભિષેકે પોતાના જન્મ દિવસની પાર્ટીનું ગ્રેંડ સેલિબ્રેશન રાખ્યું છે જેમાં એશ્વર્યા રાયને સ્પેશ્યલ આમંત્રિત કરવામાં આવી છે. આ પાર્ટીમાં અભિષેકે દીપાનીતાને આમંત્રિત પણ કરી ન હતી. તે વાતનો ખુલાસો પોતે દીપાનીતાએ કર્યો.

મોડલિંગના દિવસોમાં દીપાનીતા અને બીશાપા રૂમમેટ હતી. બીશાપાએ પહેલા જ દીપાનીતાને ચેતવી હતી કે અભિષેકને એશ્વર્યા પસંદ છે. ૩૮ વર્ષની દીપાનીતા શર્મા સુપર મોડલ અને હિરોઈન છે. તેણે વર્ષ ૧૯૯૮માં મિસ ઇન્ડિયા કાંટેસ્ટમાં ટોપ ૫ માં પોતાનું સ્થાન બનાવ્યું હતું. ત્યાર પછીથી જ તે લાઈમલાઈટમાં આવી. દીપાનીતા અત્યાર સુધી ‘૧૬ ડીસેમ્બર’, ‘લેડીઝ વર્કર્સ રીન્કીં બહલ’ અને ‘કોફી વિદ ડી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.