બોલીવુડના આ અભિનેતાઓએ પત્નીની સાથે-સાથે નોકરાણી સાથે પણ બનાવ્યો સંબંધ, બીજું નામ ચકિત કરી દેશે.

0
2599

મિત્રો બોલિવુડ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. અને અહી કામ કરતા કલાકારો જેવું લક્ઝરી જીવન જીવવાની ઈચ્છા ઘણા બધા લોકો ધરાવતા હોય છે. અહીંયા દરરોજ કંઈક ને કંઈક ઘટનાઓ થતી રહે છે, જેમાં અફેયર, લગ્ન અને છૂટાછેડાના સમાચારો વધુ રહેલા હોય છે. અહી કોને, ક્યારે અને કોની સાથે પ્રેમ થઈ જાય એના વિષે કોઈ વિચારી પણ નથી શકતું.

તમે ફિલ્મોમાં એવું જોયું હશે કે, કોઈ વ્યક્તિને પોતાની નોકરાણી સાથે પ્રેમ થઈ જાય છે. પણ જણાવી દઈએ કે, બોલીવુડમાં આવું ફિલ્મમાં જ નહિ પણ કલાકારોના અસલ જીવનમાં પણ થાય છે. જી હા, આ બોલીવુડ કલાકારોના પત્નીની સાથે સાથે નોકરાણીઓ સાથે પણ સંબંધ રહેતા હોય છે. અને આજે અમે તમને બોલિવુડ ઇન્ડસ્ટ્રીના એવા જ 3 અભિનેતાઓ વિષે જણાવવાના છીએ, જે પોતાની જ નોકરાણી સાથે પ્રેમમાં પડીને બદનામ થઇ ચુક્યા છે. તો આવો જાણીએ કોણ કોણ છે આ યાદીમાં.

1. શાઈની આહુજા :

શાઈની આહુજા આમ તો વધારે ફેમસ અભિનેતા નથી. કારણ કે એમનું કેરિયર સારું નથી રહ્યું. પણ જણાવી દઈએ કે, બોલિવુડનો આ અભિનેતા પોતાની નોકરાણીના પ્રેમમાં પડીને વધારે બદનામ થઇ ગયો હતો. અહીં સુધી કે શાઈની આહુજાની નોકરાણીએ તો તેમના પર લગ્નનું કપટ કરીને ખોટું કામ કરવાનો આરોપ પણ લગાવી દીધો હતો. એ પછી આ અભિનેતાએ જેલની હવા પણ ખાવી પડી હતી. અને એમનું બોલિવુડ કેરિયર પણ લગભગ ખત્મ જ થઇ ગયું છે.

2. આદિત્ય પંચોલી :

આ યાદીમાં બીજું નામ આવે છે આદિત્ય પંચોલીનું. એમણે બોલિવુડની ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. અને આ જાણીતા અભિનેતા પણ પોતાની નોકરાણીના પ્રેમમાં પડીને બદનામ થઇ ચુક્યા છે. જણાવી દઈએ કે, આદિત્ય પંચોલીની નોકરાણીએ તેમની પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે તેને પોતાના પ્રેમની જાળમાં ફસાવીને જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

3. ઓમ પુરી :

મિત્રો આ યાદીમાં બોલિવુડના ઘણા જ પોપ્યુલર અભિનેતા ઓમ પુરીનું નામ પણ રહેલું છે. જોકે હવે તે આ દુનિયામાં નથી રહ્યા. પણ જણાવી દઈએ કે, ઓમ પુરીની પત્નીએ ઓમ પુરી પર લખાયેલ એક પુસ્તકમાં આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું છે કે, ઓમપુરીને યુવાવસ્થામાં તેમના મોસાળ(મામાનું ગામ) ની એક નોકરાણી જોડે પ્રેમ થયો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.