નવા વર્ષ પર માતાએ પોતાના બાળક સાથે જે કર્યું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

0
393

તમે એ કહેવત સાંભળી જ હશે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ હાલમાં ગુજરાતમાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તે આ કહેવત ખોટી સાબિત કરી શકે છે. આ કિસ્સા વિષે જાણીને તમને પણ એવું થશે કે મમતા મરી પરવારી છે. આ બનાવ એવો છે કે, જયારે લોકો નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં લાગેલા હતા, તે દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીક જાળીમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દીધેલું 4 માસનું બાળક મળી આવ્યું હતું.

તેના વિષે જાણ્યા પછી લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, કઈ માતાનો જીવ આવા બાળકને ત્યજી દેવા ચાલ્યો હશે. તે નિર્દોષ બાળકને તાવના લક્ષણો જણાતા તેને 108 એમ્બ્યુલન્સની ટીમે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું. અને કુવાડવા પોલીસે તે બાળક કોનું છે અને તેના સંબંધમાં વધુ તપાસ કરી રહી છે.

બનાવ વિષે મળતી જાણકારી અનુસાર, 16 નવેમ્બરની સવારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક ઝાડીમાં એક બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તે સમયે આસપાસના લોકોએ ત્યાં જઈને જોયું તો ત્યાં લગભગ 3-4 મહિનાનું બાળક હતું. તે લોકોએ તરત જ આ બાબતની જાણકારી પોલીસને આપી હતી. પોલીસની સાથે સાથે 108 ની ટીમ પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી હતી. ત્યાં આવેલી 108 ટીમના EMT પુનિતે તે બાળકની તપાસ કરતા તેને તાવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. આથી બાળકને સારવાર માટે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાયું હતું.

આવું પહેલી વાર નથી થયું કે, રાજકોટમાં ત્યજી દેવાયેલ બાળક મળ્યું હોય. અત્યાર સુધીમાં આવા ઘણા કેસો સામે આવી ચુક્યા છે. હાલમાં જ થોડા દિવસો પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર એક નવજાત શિશુ મળી આવ્યું હતું. તે બનાવમાં એક વાડીમાં અવાવરું જગ્યાએ ગોદડાની અંદર એક નવજાત શિશુ મળ્યું હતું. તેમજ ગયા વર્ષે અંબા નામની ત્યજી દેવાયેલી બાળકી પણ મળી આવી હતી.