આવી થઈ ગઈ છે કરિશ્મા કપૂરના પહેલા હીરોની હાલત, વધતા વજને બરબાદ કર્યું કરિયર, વર્ષોથી છે ગુમનામ.

0
279

કરિશ્મા કપૂરની ડેબ્યુ ફિલ્મમાં આ એક્ટર હતો હીરો, પણ આજે થઈ ગઈ છે એવી હાલત કે ઓળખવો થયો મુશ્કેલ. કોરોનાને કારણે જ લોકો આજે પણ દહેશતમાં જ જીવન જીવી રહ્યા છે. હજી પણ રોજ ઘણા લોકો આ વાયરસના ભોગ બની રહ્યા છે. આમ તો સરકાર લોકોની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખી રહી છે અને હવે તો રસીકરણનું કામ પણ શરુ થઇ ગયું છે. તે મહામારી વચ્ચે સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ પોત પોતાના કામ ઉપર પાછા ફરી રહ્યા છે.

તેવામાં સેલેબ્સ સાથે જોડાયેલા ઘણા કિસ્સા, થ્રોબેક ફોટા અને વિડીયોજ સોશિયલ મીડિયા ઉપર શેયર થઇ રહ્યા છે. તેવામાં 30 વર્ષ પહેલા એટલે 1991 માં આવેલી કરિશ્મા કપૂરની ડેબ્યુ ફિલ્મ પ્રેમ કૈદીના હીરો રહેલા હરીશ કુમારના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેયર થઇ રહ્યા છે. હરીશ હાલમાં અદ્રશ્ય જીવન જીવી રહ્યા છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્માં પણ જોવા મળ્યા નથી.

હરીશે તેની કારકિર્દી હિન્દી ફિલ્મ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ સહીત બીજી ભાષાઓની ફિલ્મમાં પણ કામ કર્યું. બોલીવુડમાં તેમણે ગોવિંદા, રેખા, શ્રીદેવી, મિથુન ચક્રવર્તી, પૂજા ભટ્ટ, અનીલ કપૂર જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી પરંતુ તેમ છતાં પણ તેમને ધરી સફળતા ન મળી.

હરીશ કુમાર હિન્દી અને સાઉથની 3OO થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. બોલીવુડમાં તે વર્ષ 1982માં આવેલી ફિલ્મ જીવન ધારા અને 1987માં ફિલ્મ સંસારમાં કામ કરું ચુક્યા છે. હરીશ કુમારે નાના પાટેકર સાથે તિરંગા ફિલ્મમાં કામ કર્યું હતું. તે ઉપરાંત તે ગોવિંદા સાથે કુલી નંબર 1 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કુલી નંબર વનમાં તેમણે ગોવિંદાના દોસ્તનું પાત્ર નિભાવ્યું હતું.

હરીશ કુમાર 90 પછી ફિલ્મોથી દુર જતા રહ્યા હતા. અહેવાલ મુજબ હરીશ તેના વજનને કંટ્રોલ ન કરી શકતા હતા. તે કારણે તેનો લુક એકદમ બદલાઈ ગયો હતો. મોટાપાને કારણે તેનો લુક એકદમ બદલાઈ ગયો. તે કારણે તેને કામ મળવાનું બંધ થઇ ગયું. બોલીવુડ પછી ધીમે ધીમે રીજનલ સિનેમા માંથી પણ તેને અવોયડ કરવા લાગ્યા.

2001 માં આવેલી ફિલ્મ ઇંતકામ પછી તે લાઈમલાઈટથી દુર થઇ ગયા. આમ તો તેમણે 2011માં ફિલ્મ નોટી એટ 40 થી પાછા ફરવાનો પયત્ન કર્યો હતો. આ ફિલ્મમાં ગોવિંદા હતા. 2012માં ફિલ્મ ચાર દિન કી ચાંદની માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ બોક્સ ઓફીસ ઉપર સુપર ફ્લોપ રહી હતી.

હરીશે આદમી, ક્રાંતિ ક્ષેત્ર, ધ જેન્ટલમેન, ફૂલન દેવી, રાવણ રાજ, જવાબ, ગદ્દાર, ભીષ્મા, આર્મી, આંટી અને ફૂલ ઔર આગ, બુલંદી, ઇંતકામ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે 1995માં સંગીતા ચુન સાથે લગ્ન કર્યા હતા. દંપત્તિને બે દીકરા છે. હરીશ કુમાર તેના કુટુંબ સાથે મુંબઈમાં જ રહે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.