આવતા વર્ષથી પિથૌરાગઢના રસ્તે જઈ શકાશે કૈલાશ માનસરોવર : ગડકરી

0
1049

રાહત – આવતા વર્ષે માર્ચથી પીથોરાગઢના રસ્તે જઈ શકાશે કૈલાસ માનસરોવર : ગડકરી

ઉત્તરાખંડમાં પિથોરગઢથી કૈલાશ માનસરોવર જવાના રસ્તા ઉપર કામ ચાલી રહ્યું છે

હાલમાં આ યાત્રા સિક્કિમના અતિશય ઠંડી, વિકટ પરિસ્થિતિઓ વાળા રસ્તેથી થઈને પસાર થાય છે.

આવતા વર્ષેથી કૈલાસ માનસરોવર જવું સરળ બની જશે. શ્રદ્ધાળુ માર્ચ ૨૦૨૦થી ઉત્તરાખંડથી પિથોરગઢના રસ્તે સીધા કૈલાશ માનસરોવર પહોચી શકશે. રોડ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક ન્યુઝ એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુંમાં એ માહિતી આપી. તેમણે કહ્યું ‘ઉત્તરાખંડમાં પિથોરગઢના રસ્તે કૈલાસ માનસરોવર જવાના રસ્તા ઉપર કામ ચાલી રહ્યું છે.

સરહદ સંગઠન એટલે બીઆરઓ આ કામમાં વાયુસેનાની પણ મદદ લઇ રહ્યું છે. આ પેટાયોજનાને આવતા વર્ષે માર્ચ સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. આ રસ્તો ખુલી જવાથી તીર્થયાત્રી રોડના રસ્તેથી કૈલાશ માનસરોવરના દર્શન કરીને એક થી બે દિવસમાં જ ભારત પાછા આવી શકશે. હાલમાં આ યાત્રા સિક્કિમના અતિશય ઠંડી, વિકટ પરિસ્થિતિઓ વાળા રસ્તેથી થઈને પસાર થાય છે. જેથી એક થી બે અઠવાડિયા જેટલો સમય લાગી જાય છે.

ઘણા સમય પહેલાથી ચાલી રહ્યું છે કામ :-

પિથોરગઢથી માનસરોવર જવા માટે નવો રસ્તો બનાવવો ઘણું અઘરું હતું. આ રસ્તા ઉપર ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. હિમાલયના વિસ્તારમાં ખડગો કાપીને રાજમાર્ગ માટે રસ્તો કાઢવામાં આવ્યો છે. તેના માટે વિશેષ પ્રકારના ઓસ્ટ્રેલીયાથી મશીનો મંગાવવામાં આવ્યા છે. આ મશીનોની મદદથી ઓછા સમયમાં વધુ પહાડ કાપી લેવામાં આવ્યો છે.

કોણ જઈ શકે છે યાત્રા ઉપર :-

આ ધાર્મિક યાત્રા ઉપર માત્ર ભારતીય નાગરિક જઈ શકે છે, જેની પાસે પાસપોર્ટ હોય. યાત્રા શરુ કરતા પહેલા યાત્રીઓને તૈયારી અને મેડીકલ ટેસ્ટ માટે ૩-૪ દિવસ દિલ્હીમાં રોકાવું પડે છે. ૧૮ થી ૭૦ વર્ષની ઉંમરના લોકો યાત્રા ઉપર જઈ શકે છે.

ચાર ધામ પેટા યોજના એક વર્ષમાં પૂર્ણ થશે :-

નીતિન ગડકરીએ કહ્યું છે કે ઉત્તરાખંડમાં ચાર ધામને જોડવા વાળો તમામ ઋતુ રોડ પેટાયોજના ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તે બનાવવાનું કાર્ય એક વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ગડકરીએ સતત બીજી વખત રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની કામગીરી સંભાળ્યા પછી પત્રકારોને કહ્યું કે ઉત્તરાખંડમાં દરેક ઋતુમાં ચારે ધામ ગંગોત્રી, યમુનોતરી, બદ્રીનાથ અને કેદારનાથ ધામને જોડતા તમામ ઋતુ અને પેટાયોજનાનું કામ સતત ચાલી રહ્યું છે.

આ પેટાયોજના હેઠળ રોડને આવવા જવા વાળાને અડચણ કર્યા વગર પહોળો કરવામાં આવી થયો છે અને ઘણું કામ પૂર્ણ થઇ ગયું છે. તેમણે કહ્યું કે આ રોડ ઉપર કામ પૂર્ણ થયા પછી ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ દરેક વખતે બદલાતી ઋતુની ચિંતા કર્યા વગર આખું વર્ષ ક્યારે પણ ચાર ધામોની યાત્રા કરી શકાશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું ઉત્તરાખંડમાં ઓલીને વધુ વિકસાવવા માટે ત્યાં મોટા પાયે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જરૂર છે કેમ કે ઓળીમાં કુદરતે જે સુંદરતા પૂરી પડી છે, તે અસાધારણ છે અને તે કારણે જ ઓલી ભારતનું ડાબોસ બની શકે છે.

અકસ્માત અટકાવવા માટે મહત્વનું પગલું :-

તે ઉપરાંત નીતિન ગડકરીએ અકસ્માત અટકાવવા ઉપર કહ્યું, અમે રોડ અકસ્માતને અટકાવવા ઉપર પણ કામ કરી રહ્યા છીએ. તેના માટે લગભગ ૮૦૦૦ બ્લેક સ્પોર્ટ્સ – અકસ્માત વાળા વિસ્તારોની તપાસ કરવામાં આવી જેથી તેમાં સુધારો કરી શકાય. તેમણે એ પણ કહ્યું કે આવતા ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય પાટનગર જળ અને વાયુ પદુષણ મુક્ત બની જશે.

રાષ્ટ્રીય પાટનગર વિસ્તારમાં ઇસ્ટર્ન અને વેસ્ટર્ન પેરીફેરલ રોડ તૈયાર થયા પછી દિલ્હીમાં ૩૨.૩૮ ટકા વાયુ પદુષણ ઓછું થયું છે. આ રોડ તૈયાર થવાથી પંજાબ, હરિયાણા અને ઘણા બીજા રાજ્યો માંથી આવવા વાળા વાહન હવે દિલ્હીમાં આવતા નથી જેનાથી પદુષણ ઓછું થયું છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.