આવતા મહીનાથી બદલાઈ જશે બેંકોના પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલા આ નિયમ, જાણો શું થશે ફાયદો.

0
321

1 ડિસેમ્બરથી લાગુ થશે બેંકોના પૈસાની લેવડદેવડના આ નવા નિયમો, જાણો તમને તેનાથી શું ફાયદો થશે. આ વર્ષના અંતિમ મહિનામાં બેંકોમાં પૈસા લેવડ-દેવડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI)એ રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેંટ (RTGS) ચોવીસ કલાક અને વર્ષના દરેક દિવસે (24x7x365) સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી હતી. રીઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI) એ એ નિણર્ય ડીસેમ્બર, 2020થી લાગુ થશે. તેનાથી બેંકોના ગ્રાહકને ક્યારે પણ રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેંટ (RTGS) દ્વારા મની ટ્રાંસફર (Money Transfer) કરી શકશે.

હાલમાં શું છે વ્યવસ્થા? હાલમાં મની ટ્રાન્સફરની આ વ્યવસ્થા (RTGS) મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાના દરેક કામના દિવસોમાં પૂરી પાડવામાં આવે છે. આ સુવિધાનો ફાયદો ગ્રાહકો હવે સવારે 7 વાગ્યાથી સાંજના વાગ્યા સુધી લઇ શકે છે.

ગયા વર્ષથી NEFT છે 24 કલાક ઉપલબ્ધ : આ પહેલા ગયા વર્ષે ડીસેમ્બરમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સીસ્ટમને ચોવીસ કલાક અને વર્ષના દરેક દિવસે (24x7x365) પૂરી પાડવામાં આવશે. રીઝર્વ બેન્કે કહ્યું કે લાગુ કરવામાં આવ્યા પછી આ સીસ્ટમ સારી રીતે કામ કરી રહી છે.

શું કહ્યું રીઝર્વ બેન્કે? રીઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે ભારતીય નાણાકીય બજારો (Indian Financial Markets) નો દુનિયાના નાણાકીય બજારો સાથે જોડાણ માટે ચાલી રહેલા કામોની જેમ અને ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો (International Financial Centres)ને વિકસિત કરવાના પ્રયત્નો હેઠળ આ નવી સીસ્ટમને શરુ કરવામાં આવી રહી છે.

વધશે પેમેન્ટની ફલેકસીબીલિટી : રીઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI) એ કહ્યું કે આ નિર્ણયથી ભારતીય કોર્પોરેટ (Indian Corporate) અને નાણાકીય સંસ્થાઓ (Financial Institutions) ને મોટા પ્રમાણમાં પેમેન્ટની ફલેકસીબીલીટીની સુવિધા મળશે. તેનાથી તે વધુ સારી રીતે ટ્રાંજેક્શન કરી શકશે અને ધંધાકીય કામગીરીને વેગ મળશે.

શું છે આરજીટીએસ (RTGS)? રીયલ ટાઈમ ગ્રોસથી સેટલમેંટ (RTGS) ઘણી કામની સુવિધા છે. તેના દ્વારા તરત ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. તે મોટી લેવડ-દેવડમાં કામ આવે છે. આરજીટીએસ (RTGS) દ્વારા 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર નહિ થઇ શકે. તેના દ્વારા ઓનલાઈન અને બેંક, બ્રાંચ બંને રીતે ટ્રાંજેક્શન કરી શકાય છે. તેમાં ઓનલાઈન કોઈ પણ પ્રકારના ફંડ ટ્રાન્સફર કરવા ઉપર ચાર્જ નહી લાગે, પરંતુ બેંકમાં આરજીટીએસ (RTGS)ના ફંડ ટ્રાન્સફર કરાવવા ઉપર ચાર્જ આપવાનો હોય છે.

શું છે NEFT? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) એક ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ છે. તેમાં એક એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટમાં પૈસાની લેવડ-દેવડ કરવામાં આવે છે. ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ સુવિધાનો લાભ ઉઠાવી શકાય છે. તે ઉપરાંત બેંકની બ્રાંચમાં જઈને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. NEFT દ્વારા થોડા જ સમયમાં ફંડ ટ્રાન્સફર થઇ જાય છે. તેમાં ઓનલાઈન ફંડ ટ્રાન્સફર માટે કોઈ વધારાનો ચાર્જ નથી આપવો પડતો. પરંતુ બ્રાંચ માંથી NEFT કરાવવા ઉપર ચાર્જ ચૂકવવો પડે છે. આ સુવિધા હંમેશા ચાલુ રહે છે.

વ્યાજ દરોમાં ફેરફાર નહિ : રીઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI)ની મોનેટરી પોલીસી (Monetary Policy Committee)એ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)ની અધ્યક્ષતા વાળી 6 સભ્યો વાળી મોનેટરી પોલીસી કમિટીએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો. રેપો રેટ 4 ટકા ઉપર જાળવી રાખ્યું છે.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.