આવા લગ્ન કયારેય નઇ જોયા હોય, એક જ મંડપમાં પત્ની અને સાળી સાથે કર્યા લગ્ન

0
843

મધ્ય પ્રદેશમાં એક લગ્ન હાલના દિવસોમાં ચર્ચામાં છે. એક વરરાજાએ એક જ મંડપમાં બે બહેનો સાથે લગ્ન કર્યા છે. આ મામલો મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાનો છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીની બહેન સાથે લગ્ન કર્યા અને એ જ મંડપમાં પોતાની પત્ની સાથે ફરીથી લગ્ન પણ કર્યા.

ભિંડ જિલ્લાના આ લગ્ન સમાચારોમાં છે. ભિંડ જિલ્લાના મેહગામ જનપદના ગુદાવલી ગામની મહિલા સરપંચ વિનીતાના પતિ દિલીપે એક જ મંડપની નીચે પોતાની પત્ની વિનીતા અને સાળી રચના સાથે લગ્ન કર્યા છે. દિલીપ અને વિનીતાના લગ્ન લગભગ 9 વર્ષ પહેલા થયા હતા. બંનેના ત્રણ બાળકો પણ છે. દિલીપ અનુસાર આ લગ્ન માટે એની પત્ની વિનીતાએ પરવાનગી આપી છે.

દિલીપે કહ્યું કે, પત્ની વિનીતાએ હા પાડ્યા પછી જ એમણે પોતાની પત્નીની કઝીન રચના, જે સંબંધમાં તેની સાળી થતી હતી તેની સાથે લગ્ન કર્યા. આ અનોખા લગ્ન દરમિયાન વરમાળાના સ્ટેજ પર પણ બે નવવધૂ હતી. દિલીપે પોતાની પત્ની વિનીતા સાથે જ રચનાના ગળામાં પણ હાર પહેરાવીને તેને પત્નીના રૂપમાં સ્વીકારી લીધી છે. એ પછી દિલીપ પોતાની બંને પત્નીઓ સાથે સ્ટેજ પર બેઠો પણ.

પત્નીના હોવા છતાં કેમ કર્યા બીજા લગ્ન?

પહેલી પત્ની હોવા છતાં, દિલીપે બીજા લગ્ન કેમ કર્યા, આ સંબંધમાં દિલીપે જણાવ્યું કે, પહેલી પત્નીની તબિયત સારી નથી રહેતી. અને બાળકો પણ નાના છે. એટલા માટે એમની સાળસંભાળ માટે બીજા લગ્નનું પગલું ભર્યું. દિલીપે જણાવ્યું કે, તે ઘણા સમયથી પોતાની સાળી રચનાને પસંદ પણ કરતો હતો. એટલા માટે જયારે બીજા લગ્નની વાત નીકળી તો એણે આ વાત પોતાની પત્નીને જણાવી અને પરવાનગી લીધા પછી આ લગ્ન પુરા થયા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.