અસલ જીવનમાં કરોડોની પ્રોપર્ટીના માલિક છે, આપણા તારક મેહતાના આત્મારામ ભીડે, જીવે છે શાહી જિંદગી.

0
2747

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે તમારા માટે ટેલિવિઝનની દુનિયાના સમાચાર લઈને આવ્યા છીએ. અને એ પણ ભારતના સૌથી પ્રિય કોમેડી શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ સાથે જોડાયેલા છે. તો આવો જાણીએ કે આજના લેખમાં શું ખાસ છે?

મિત્રો જેવું કે તમે બધા જાણો છો કે, ભારતના લોકોનો સૌથી લોકપ્રિય શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માંના તમામ પાત્રો બધાને પસંદ છે. અને લોકો આ શો ની સાથે સાથે આ શો ના પાત્રોને પણ પ્રેમ છે. 10 વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા આ સિરિયલના દરેક પાત્રને લોકો ખુબ પસંદ કરે છે.

અને આ શો જે સોસાયટીમાં રહેતા લોકોના જીવનની આસપાસ ચાલે છે, એવી ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેને પણ લોકો ખુબ સારી રીતે જાણો છો. અને આજે અમે તમને એમના અસલ જીવન વિષે જણાવીશું. આત્મારામ ભલે શોમાં વધારે બોલતા હોય પરંતુ રિયલ લાઈફમાં તે ખુબ અલગ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આત્મારામ તુકારામ ભીડેનું અસલી નામ મંદાર ચંદવાદકર છે. 27 જુલાઈ 1976ના રોજ મુંબઇમાં જન્મેલા મંદાર ચંદવાદકર એન્જીનીયર છે, પરંતુ એક્ટિંગ પ્રત્યેના પોતાના પ્રેમના કારણે પોતાની નોકરી છોડીને મંદાર ચંદવાદકર અભિનયના શ્રેત્રમાં આગળ આવી ગયા.

ત્યારબાદ મંદાર ચંદવાદકરે ઘણી બધી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યુ. પણ મંદાર ચંદવાદકરને અસલી ઓળખાણ તો સબ ટીવીની સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં સેક્રેટરીના રોલથી જ મળી છે. જણાવી દઈએ કે, મંદાર અસલ જીવનમાં પોતાના ટીવીના પાત્રથી બિલકુલ અલગ છે. તેમના લગ્ન થઇ ચુક્યા છે અને બાળક પણ છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો મંદાર કુલ 20 કરોડ રૂપિયાથી વધારાની સંપત્તિના માલિક છે.

તેમજ એ પણ જણાવી દઈએ કે, આત્મારામ તુકારામ ભીડે એટલે મંદાર ચંદવાદકરને ટીવી સીરિયલમાં કામ કરવા બદલ 45 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ આપવામાં આવે છે. અને ટીવી પર ફક્ત એક સ્કુટર ધરાવતા મંદાર પોતે ઘણી બધી લક્ઝરી કારોના માલીક છે. મંદાર ચંદવાદકરે ઘણા એવોર્ડ સમારોહમાં પણ પોતાના અભિનયના જલવા દેખાડ્યા છે. અને શો માં લોકો તેમને ખુબ પસંદ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.