આર્મીએ માંગી જીપ્સી તો મદદ માટે આગળ આવી મારુતિ, સુરક્ષા વિભાગ તરફથી.

0
1275

મારુતિ સુઝુકીએ ૩૩ વર્ષ પછી માર્ચ ૨૦૧૯માં જીપ્સીનું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરી હતી.

મારુતિ સુઝુકી પ્રોડક્શન બંધ થયા પછી ખાસ સેના માટે જીપ્સી બનાવશે.

આર્મીને જીપ્સીથી દુર દુરના વિસ્તારોમાં સામાન્ય રીતે રોજ હથીયારો અને રાશન લઈને આવવા જવાનું થાય છે.

મારુતિ સુઝ્કીએ ૩૩ વર્ષ પછી માર્ચ ૨૦૧૯માં જીપ્સીનું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરી હતી, જો કે સેના જીપ્સીની પહેલી પસંદગી કરતા હતા. આમ તો નવા સેફટી નિયમોને કારણે આ ગાડીનું પ્રોડક્શન શરુ કરવું કંપની માટે ઘણું અઘરું હતું. ઇન્ડિયન આર્મીએ જીપ્સીના વિશેષ ઉપયોગને ધ્યાનમાં લઈને મારુતિ સુઝુકી પાસે ૩૦૫૧ જીપ્સીની માંગણી કરી. તે વખતે સુરક્ષા ખાતાએ મારુતિ સુઝુકીને નિયમોમાં છૂટ આપીને સેના માટે જીપ્સીનો રસ્તો સરળ કરી દીધો.

સેના માટે જીપ્સીનું વિશેષ મહત્વ :-

તેવામાં હવે મારુતિ સુઝુકી પ્રોડક્શન બંધ થઇ ગયા પછી પણ ખાસ સેના માટે જીપ્સી બનાવશે. ખાસ કરીને સેના માટે જીપ્સી ઘણું મહત્વ ધરાવે છે. તેનું એક કારણ છે, જે માત્ર ૯૮૫ કિલોગ્રામ છે. તેના હાર્ડ ટોપ વર્જનનું વજન ૧૦૨૦ કિલોગ્રામ છે.

ઓછા વજનને લીધે જીપ્સીને સાંકડા અને અટપટા રસ્તા ઉપર ચલાવવામાં સરળ હોય છે. સાથે જ જીપ્સીને ઓછા પાવર વાળા હેલીકોપ્ટર કે એયરક્રાફ્ટની મદદથી સરળતાથી ઉંચાણ વાળા સ્થળો ઉપર પહોચાડી શકાય છે. તે ઉપરાંત જીપ્સીને બરફ વાળા અને કીચડ વાળા રસ્તા ઉપર ચલાવવી સરળ રહે છે.

જીપ્સીથી હથીયાર લાવવા લઇ જવા સરળ :-

આર્મીને દુર દુરના વિસ્તારોમાં સામાન્ય રીતે રોજ હથીયારો અને રાશન લઈને જવા લાવવાનું હોય છે. હળવી હોવા છતાં પણ જીપ્સીમાં ૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ખેંચવાની ક્ષમતા છે. પોતાના વજનના અડધા વજનને ખેંચવાની ક્ષમતાને કારણે પણ જીપ્સી ઇન્ડિયન આર્મીને પસંદ આવે છે.

મારુતિ જીપ્સીમાં ૧૬-વાલ્વ MPFI G13BB પેટ્રોલ એન્જીન છે, જે 80 Bhp નો પાવર અને 103 Nm ટોર્ક જનરેટ કરે છે. આર્મી ઘણા ઓછા તાપમાનમાં પણ કામ કરે છે, જેની ગણતરીએ ડીઝલની સરખામણીમાં પેટ્રોલ એન્જીન વધુ સારું રહે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.