આજની કથા : પવિત્ર મન હોય તો જ જીવનમાં સાચું સુખ મેળવી શકાય છે, જાણો વધુ વિગત.

0
1282

દરેક માણસ પોતાના જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છે છે અને પોતાનું જીવન આનંદમય પસાર કરવાની આશા રાખે છે. આમ તો ઘણા લોકો જીવનમાં તે અંગેના પ્રશ્નો શોધવામાં વ્યસ્ત રહે છે કે તે કેવી રીતે સુખ અને શાંત જીવન મેળવી શકે છે. અને એક સુખી જીવન મેળવવા સાથે એક લોકકથા જોડાયેલી છે અને આ કથાના માધ્યમથી લોકોને સમજાવવામાં આવ્યું છે કે તમે કેવી રીતે એક આનંદમય જીવન મેળવી શકો છો.

આ કથા મુજબ એક વખત એક સંત એક ગામમાં પ્રવચન આપવા માટે આવે છે. આ સંતને આ ગામ ખુબ જ ગમી જાય છે અને સંત વિચારે છે કે કેમ ન હું થોડા દિવસ અહિયાં રોકાઈ જાવ. સંત રોજ સાંજે ગામના લોકોને પ્રવચન આપતા હતા અને પ્રવચન આપ્યા પછી લોકોના ઘરે જઈને તેમની પાસેથી મિક્ષ માંગતા હતા. એક દિવસ આ સંત એક મહિલાના ઘરે જાય છે અને મહિલા પાસે ભિક્ષા માંગે છે.

મહિલા સંતનો અવાજ સાંભળીને તરત પોતાના ઘરનો દરવાજો ખોલી નાખે છે અને સંતને ભિક્ષામાં ચોખા આપી દે છે. ચોખા આપ્યા પછી મહિલા સંતને કહે છે, મહારાજ મારા મનમાં એક પ્રશ્ન છે શું તમે મને તેનો જવાબ આપી શકો છો. સંતે મહિલાને પ્રશ્ન પૂછવાની પરવાનગી આપે છે. એ મહિલા સંતને પ્રશ્ન પૂછે છે, મહારાજ જીવનમાં સાચું સુખ અને આનંદ કેવી રીતે મળે છે? સંત મહિલાનો આ પ્રશ્ન સાંભળીને તેને કહે છે, હું કાલે તને આ પ્રશ્નનો ઉત્તર આપીશ.

બીજા દિવસે સંત પ્રવચન આપ્યા પછી ફરીથી ભિક્ષા માંગવા માટે તે મહિલાના ઘરે જાય છે. આ મહિલા સંત માટે ખીર બનાવે છે અને જયારે સંત તે મહિલાના ઘરે આવે છે, તો તે મહિલા સંતને કહે છે, મહારાજ આજે મેં તમારા માટે ખીર બનાવી છે. તમે તમારું કમંડળ આગળ કરો, હું તેમાં ખીર નાખી દઉં છું. મહિલાની વાત સાંભળ્યા પછી સંત પોતાનું કમંડલ આગળ કરી દે છે.

કમંડલ ઘણું જ ગંદુ હોય છે અને તેમાં કચરો ભરેલો હોય છે. કચરો જોઈ મહિલા તેમાં ખીર નથી નાખતી અને સંતને કહે છે, તેમાં તો કચરો છે. હું તેમાં ખીર નથી નાખી શકતી. સંત મહિલાને કહે છે કોઈ વાંધો નહિ તું તેમાં ખીર નાખી દે. મહિલા સંતને કહે છે તમે મને આ કમંડલ આપી દો. હું તેને સાફ કરી આપું છું. સાફ કર્યા પછી જ હું તેમાં ખીર નાખી દઈશ.

મહિલાની વાત સાંભળીને સંત મહિલાને કહે છે, જ્યાં સુધી આપણા મનમાં ગુસ્સો, લોકો માટે ખરાબ ભાવના, ખરાબ વિચાર અને લોભ હોય છે. ત્યાં સુધી આપણેને શાંત અને સુખી જીવન નથી મળી શકતું. જેવી રીતે આ કમંડલને સાફ કરવાથી તે પવિત્ર થઇ જાય અને ખીર નાખવા યોગ્ય બની જશે. એવી રીતે જ તું ગુસ્સો, ખરાબ ભાવના, લોભ જેવી વસ્તુને તારા મનમાંથી કાઢી નાખીશ ત્યારે તને એક સુખી અને શાંત જીવન મળી જશે. સંતની વાત સાંભળીને મહિલાને સમજાઈ ગયું કે જે લોકોનું મન પવિત્ર હોય છે, તે લોકો હંમેશા સુખ અને શાંત જીવન પસાર કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.