આધાર કાર્ડમાં કાંઈ પણ સુધારા વધારા કરાવા છે, તો બે મિનિટમાં મળી શકે છે નજીકના આધાર કેંદ્રની માહિતી.

0
297

આધાર કાર્ડમાં વધતું ઓછું કરાવવા ફક્ત 2 મિનિટનું આ કામ તમારી કેટલીય સમસ્યાને દૂર કરી શકે છે.

આધાર સાથે જોડાયેલી અમુક સેવાઓ ફક્ત આધાર સેવા કેંદ્ર પર જ ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવવા માંગો છો, તો તેના માટે આધાર સેવા કેંદ્ર પર જવું પડશે. તે સિવાય જો તમને તમારું સરનામું, જન્મ તારીખ અને કોઈ પણ અન્ય પ્રકારની જાણકારીને ઓનલાઇન અપડેટ કરવામાં મુશ્કેલી થઇ રહી છે, તો તમારે નજીકના આધાર સેવા કેંદ્ર પર જવું પડે છે. તેના માટે તમને નજીકના આધાર સેવા કેંદ્રના એડ્રેસની જરૂર પડે છે. જણાવી દઈએ કે, તમારા ઘરની આસપાસ કયું આધાર સેવા કેંદ્ર છે, તેની જાણકારી મેળવવા માટે તમે ઘણા માધ્યમોની મદદ લઇ શકો છો. અને આજે અમે તમને તેના વિષે જણાવીશું.

તમારા ઘરની નજીકના આધાર સેવા કેંદ્રની જાણકારી મેળવવા માટે તમે હેલ્પલાઇન નંબર 1947 પર ફોન કરી શકો છો. આધાર હેલ્પલાઇન નંબર 1947 પર તમે હિંદી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાલી, અસમી અને ઉર્દુ સહીત 12 ભાષાઓમાં આ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. UIDAI તરફથી કરવામાં આવેલી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, તમે આધાર સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના સવાલના જવાબ પોતાની સ્થાનિક ભાષામાં પ્રાપ્ત કરી શકો છો.

UIDAI તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, તમે પોતાના મોબાઈલ અથવા લેન્ડલાઈન પરથી 1947 પર ફોન કરીને નજીકના આધાર કેંદ્રની જાણકારી મેળવી શકો છો. આ રીતે તમે પોતાના વિસ્તારના અધિકૃત કેંદ્રની જાણકારી મેળવી શકો છો. તમે mAadhaar App દ્વારા પણ આધાર કેંદ્રની જાણકારી મેળવી શકો છો.

mAadhaar App દ્વારા : જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો ગુગલ પ્લે સ્ટોર પરથી mAadhaar App ડાઉનલોડ કરી શકો છો. તેમજ તમે આઈફોન યુઝર છો તો એપ સ્ટોર પરથી આ એપને ડાઉનલોડ કરી શકો છો. આ એપ દ્વારા તમે કોઈ અન્ય પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરી શકો છો. તમે આ એપ દ્વારા પણ નજીકના આધાર કેંદ્રની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

UIDAI ની વેબસાઈટ પરથી : તમે આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) ની વેબસાઈટ દ્વારા નજીકના એનરૉલમેંટ સેંટરની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે https://uidai.gov. in/ પર જવું પડશે. ત્યાં તમારે ‘My Aadhaar’ ટેબ અંતર્ગત ‘Locate an Enrolment Center’ ઓપશન પર ક્લિક કરવું પડશે. અહીં તમે તમારો પિનકોડ અને અન્ય આપવામાં આવેલા વિકલ્પ દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.