આધાર અને PAN કાર્ડમાં છે અલગ અલગ નામ, તો આ રીતે કરો આ સમસ્યાને દૂર.

0
387

આ રીતે તમે પણ આધાર અને PAN કાર્ડમાં અલગ અલગ નામ અને સ્પેલિંગની ભૂલ સુધારી શકો છો. આજકાલ દરેક કામ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર પડે છે. ગેસ બુકીંગથી લઈને બેંકમાં ખાતું ખોલાવવા માટે આ બંને ડોક્યુમેન્ટ્સની માંગણી કરવામાં આવે છે. બાળકનું સ્કૂલમાં એડમિશન કરાવવાનું હોય કે પછી કોઈ સરકારી સ્કીમનો ફાયદો લેવાનો હોય, આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. આધાર અને પાન કાર્ડ પરસ્પર લિંક હોય તો કામ વધારે સરળ થઈ જાય છે.

આધાર કાર્ડ – પાન કાર્ડમાં અલગ અલગ નામ છે : ઘણી વાર એવું જોવામાં આવે છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં અલગ અલગ નામ હોવાથી, કે પછી સ્પેલિંગમાં થોડું અંતર હોવાથી દરેક કામ અટકી જાય છે. જો તમારી સાથે પણ એવું થયું છે, અને સમજ નથી પડી રહી કે આ સમસ્યા કેવી રીતે ઉકેલવી, તો આજે અમે તમને તેની સરળ રીત જણાવીશું જેનાથી આધાર અને પાન કાર્ડમાં નામના મિસમેચને સુધારી શકાય છે.

PAN કાર્ડમાં નામમાં સુધારો : સૌથી પહેલા તમારે National Securities Depository Limited એટલે કે NSDL ની વેબસાઈટ https://www.onlineservices.nsdl. com પર જવું પડશે. અહીં ‘Correction in Existing PAN’ સિલેક્ટ કરો. માંગેલી જાણકારી ભરો અને પછી સાચા નામવાળું ડોક્યુમેન્ટ અટેચ કરો. પછી સબમિટ કરો. આ સુધારા માટે સાધારણ ફી લેવામાં આવે છે. સાચા નામવાળું પાનકાર્ડ તમારા રજીસ્ટર્ડ સરનામાં પર 45 દિવસની અંદર મોકલી દેવામાં આવે છે.

આધાર કાર્ડમાં નામમાં સુધારો : જો તમારે આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવાનો છે, તો તમારે આધાર એનરોલમેન્ટ સેંટર પર જવું પડશે. તેના માટે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov. in/ પરથી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ત્યાં Book an Appointment પર ક્લિક કરો માંગેલી વિગતો ભરીને એપોઇન્ટમેન્ટ લઇ લો. આ દરમિયાન તમને પૂછવામાં આવશે કે તમારે શું સુધારો કરવાનો છે? તમારે તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરી વિગતો ભરવાની રહેશે. પછી જે દિવસની એપોઇન્ટમેન્ટ મળી હોય તે દિવસે આધાર એનરોલમેન્ટ સેંટર પર જરૂરી ડોક્યુમેન્ટ લઈને જાવ. આ કામ માટે સામાન્ય ફી લેવામાં આવે છે.

તમારી નજીકના આધાર એનરોલમેન્ટ સેંટરનું એડ્રેસ મેળવવા માટે આધાર કાર્ડની વેબસાઈટ પર Update Aadhaar at Enrolment/Update Center પર ક્લિક કરી, ત્યાં પોતાનો પિન કોડ નાખો અને ડિસ્પ્લે પે દેખાતો કેપ્ચા કોડ નાખો પછી તમને તેની આખી લિસ્ટ મળી જશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.