આ યોજનાથી હવે પોતાનો બિઝનેસ શરુ કરવા માટે મળશે 20 લાખ સુધીની લોન, જાણો વધુ વિગત.

0
794

જો તમે તમારો પોતાનો બિજનેશ શરુ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. મોદી સરકાર મુદ્રા યોજના હેઠળ બિજનેશ શરુ કરવા માટે હવે જામીન વગર ૨૦ લાખ રૂપિયા સુધી લોન આપશે. પહેલા તેની હેઠળ ૧૦ લાખ રૂપિયા લોન મળતી હતી. આ માહિતી કેન્દ્રીય રોડ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્ન જવાબમાં આપી હતી.

આમ તો કુટીર, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ઉપર બનેલી રીઝર્વ બેંક – RBI ની નિષ્ણાંતોની સમિતિએ આ ભલામણ કરી છે. RBI એ MSME ના આર્થિક અને સ્થાયિત્વ માટે લાંબાગાળાના ઉકેલ માટે ૮ સભ્યોની સમિતિ બનાવી હતી.

મુદ્રા લોન સાથે જોડાયેલી ખાસ વાતો

૧. RBIએ કરી ૨૦ લાખ રૂપિયા લોન આપવાની ભલામણ

આ સમિતિએ રીઝર્વ બેંકને પોતાનો રીપોર્ટ સોપી દીધો છે. રીપોર્ટમાં એમએસએમઈ અને સ્વેછીક સહાયતા ગ્રુપ માટે ૨૦ લાખ રૂપિયા સુધી લોન આપવાની ભલામણ કરવામાં આવી છે. આ કમિટીએ મુદ્રા લોન લીમીટને ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે.

૨. શું છે મુદ્રા લોન યોજના?

૨૦૧૫માં શરુ થયેલી આ યોજનાનો ઉદેશ્ય લારી-રોડ વાળાથી લઈને નાના વેપારીઓને કોઈપણ જામીન વગર લોન પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાનો ધંધો શરુ કરવા માટે લોન લઇ શકે છે.

આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તેની હેઠળ કોઈ જામીન વગર લોન મળે છે. તે ઉપરાંત લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ નથી લેવામાં આવતો.

લોન લેવા વાળાને એક મુદ્રા કાર્ડ મળે છે, જેની મદદથી ધંધાકીય જરૂરિયાત વખતે આવનારા ખર્ચાનું ચુકવણું તેનાથી કરી શકે છે.

અ લોન વાણિજ્યિક બેંકો, ક્ષેત્રીય ગ્રામીણ બેંકો, ફાઈનેંસ બેંકો, સહકારી બેંકો, માઈક્રોફાઈનેંસ સંસ્થાઓ અને બેંક વગરની નાણાકીય કંપનીઓમાં અરજી આપીને મેળવી શકાય છે.

૩. કોને મળી કેટલી શકે છે લોન?

હજુ સુધી મુદ્રા યોજના હેઠળ ત્રણ પ્રકારની લોન મળે છે. શિશુ લોન : શિશુ લોન હેઠળ ૫૦,૦૦૦ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન : કિશોર લોન હેઠળ ૫૦,૦૦૦ થી પાંચ લાખ રૂપિયા સીધીની લોન આપવામાં આવે છે. તરુણ લોન : તરુણ લોન હેઠળ પાંચ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પરંતુ હવે તેની મર્યાદા વધારીને ૨૦ લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.