મોટી ફાંદને મીણની જેમ પીગાળી નાખે છે આ જાદુઈ વસ્તુ, જાણો કઈ રીતે કરવો જોઈએ એનો ઉપયોગ.

0
2364

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. જેવું કે તમે બધા જાણો છો કે, આજના જમાનામાં મોટાપો એટલે કે જાડાપણું લોકો માટે મોટી સમસ્યા બની ગયું છે. માણસના હાથ-પગ થોડા જાડા હોય તો ચાલી જાય છે, પણ જયારે પેટ ફૂલવાનું શરુ થઇ જાય એટલે તે ફાંદમાં રૂપાંતર થવા લાગે છે. અને તે ભયની ઘંટડી બની જાય છે. ભયની ઘંટડી એટલા માટે કારણ કે, ફુલેલું પેટ શરીરની અડધાથી વધારે બીમારીની જડ હોય છે. જો તમે સમય રહેતા પોતાની ફાંદ પર નિયંત્રણ મેળવ્યું નહીં તો તમારું શરીર ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે શકે છે.

ખોટુ ખાન-પાન, શારીરિક શ્રમનો અભાવ અને આળસી લાઈફસ્ટાઈલને કારણે ઘણા લોકોનું પેટ ફૂલી જાય છે. પછી આ ફૂલેલા પેટને ઓછું કરવા માટે લોકો ઘણા પ્રકારના નુસખા પણ વાપરે છે. અને બજારમાં મળતી મોંઘી દવાઓ પણ ખાય છે. પરંતુ આ બધું કરવા છતાં એમને કોઈ ફાયદો થતો નથી. જો તમે પણ લાખ પ્રયત્નો કરવા છતાં પોતાની ફાંદ ઓછી કરવામાં અસફળ છો તો હવે વધારે ચિંતા કારસો નહીં. કારણ કે આજે અમે તમને એક એવો નુસખો જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારી ફાંદ જોતા જોતામાં થોડા દિવસમાં જ ઓછી થઈ જશે.

ફાંદ ઓછી કરવાના રસ્તા અને અસરદાર નુસખા :

અમે જે નુસખો જણાવવા જઈ રહ્યા છે તે મોંઘો પણ નથી. કારણ કે આ નુસખાને તૈયાર કરવા માટે તમારે એક ચમચી સરસવનું તેલ જોઈશે, અને વિકસ રબ જોઇશે. જણાવી દઈએ કે આમાં વપરાતું સરસવનું તેલ તમારા લોહીના સંચારને વધારે છે, જેના કારણે તમારા શરીરની વધારાની ચરબી જલ્દીથી ઓગાળવા લાગે. અને વિક્સ રબમાં રહેલું મેન્થોલ શરીરની ચરબીને ઓગાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તો આ નુસખો તૈયાર કરવા માટે તમે સરસવના તેલ અને વિક્સ રબને સારી રીતે ભેગું કરી દો. બસ થઇ ગયો નુસખો તૈયાર. હવે તમને એ જણાવીએ કે, આ નુસખાનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે? મિત્રો જ્યારે પણ તમે કોઈ વ્યાયામ કરવાના હોવ તો પહેલા આ મિશ્રણ બનાવીને એને ચરબી વાળી જગ્યા પર હાથથી માલિશ કરતા કરતા લગાવો.

તમે આ મિશ્રણને વ્યાયામ સિવાય, જોગિંગ કરતા પહેલા પણ લગાવી શકો છો, તેમજ ઘરનું કોઈ કામ કરતા પહેલા પણ આને લગાવી શકો છો. તમારે આ મિશ્રણ ચરબી વાળી જગ્યા પર લગાવ્યા પછી, એ જગ્યા પર કપડું બાંધી દેવાનું છે. આ નુસખાને પોતાની ચરબી પર લગાવ્યા પછી કોઈ મહેનતવાળું કામ કરવાથી ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે, અને ઘણો પરસેવો પણ થાય છે. એવી રીતે આ નુસખો તમારી ચરબીને બમણી ઝડપથી ઓગાળે છે.

મિત્રો વધારાની ચરબી ઓછી કરવા માટે, તમે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી પણ પીવો. એવું કરવાથી તમારા પેટની ચરબી જલ્દી ઓગળશે અને તમારી ફાંદ જોત જોતામાં ઓછી થઈ જશે.