આ વખતે રક્ષાબંધન પર બની રહ્યા છે ઘણા ખાસ સંયોગ, અને નહીં લાગે આ દોષ, જાણો વધુ વિગત.

0
585

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે, હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ઘણો જ પવિત્ર માનવામાં આવે છે, જેવો શ્રાવણ મહિનાની શરુઆત થાય છે, તમામ સ્થળો ઉપર ભોળેનાથનો જય જયકાર ગુંજવા લાગે છે, શ્રાવણના મહિનામાં શિવ ભક્ત ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે મંદિરોની અંદર મોટી સંખ્યામાં પહોચે છે અને તેનો જલાભિષેક કરે છે, અને શ્રાવણ મહિનામાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પણ આવે છે.

દરેક શ્રાવણ મહિનાની પુનમના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તે દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમર અને સુખની કામના ઈશ્વરને કરે છે, તો તે ભાઈ પોતાની બહેનને તેના રક્ષણનું વચન આપે છે. આ વર્ષે આ તહેવાર ૧૫ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

નથી ભદ્રાનો પડછાયો :-

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઘણું મહત્વ ધરાવે છે. આ વખતે રક્ષાબંધન ઉપર ભદ્રાનો પડછાયો નહિ રહે. જ્યોતિષશાસ્ત્ર મદન ગોપાલ તિવારીએ જણાવ્યું છે કે ઘણા વર્ષો પછી આ દિવસ ભદ્રાનો પડછાયો નથી. ભદ્રાકાલ દરમિયાન શુભ કાર્ય નથી કરવામાં આવતા એટલા માટે આ વખતે રાખડી બાંધવાનું શુભ મુહુર્તને લઈને બહેનોએ દુઃખી થવાની જરૂર નથી.

ઉભા થઇ રહ્યા છે ઘણા શુભ યોગ :-

તે ઉપરાંત રક્ષાબંધન ઉપર આ વખતે ઘણા શુભ સંયોગ પણ ઉભા થઇ રહ્યા છે. રક્ષાબંધનના દિવસે શ્રાવણ નક્ષત્ર, સૌભાગ્ય યોગ, સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ અને ચંદ્રમાં મકર રાશિમાં રહેશે. તે ઉપરાંત રક્ષાબંધનના ચાર દિવસ પહેલા ગુરુ માર્ગી થશે એટલે સીધી ચાલમાં ચાલશે. આ વખતે રક્ષાબંધન ગુરુવારના દિવસે આવવાથી ઘણો જ શુભ સંયોગ ઉભો થશે.

રક્ષાબંધનના શુભ મુહુર્ત :-

જ્યોર્તિવિદ પંડિત દીવાકર ત્રિપાઠી પુર્વાચલીના જણાવ્યા મુજબ પુનમ તિથી ૧૪ ઓગસ્ટ બુધવારના દિવસે ૨.૪૭ વાગ્યાથી શરુ થશે. જે ૧૫ ઓગસ્ટની સાંજે ૪.૨૩ વાગ્યા સુધી રહેશે. રાહુકાલ દિવસે ૧.૩૦ વાગ્યાથી બપોરના ૩ વાગે છે. એટલા માટે રાહુકાલના સમયને છોડીને શુભ મુહુર્તમાં રાખડી બાંધવી શુભદાયક રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.