જૂની કબજિયાતનો કરવો હોય નાશ, તો ફક્ત રાત્રે ઊંઘતા સમયે અપનાવો આ ઉપાય, આ છે જાદુઈ ઉપાય.

0
1223

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે અવાર નવાર અલગ અલગ બીમારીઓ માટેના આયુર્વેદિક ઉપચાર લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે કબજિયાતનો એક આયુર્વેદિક અને દેશી ઉપચાર લઈને આવ્યા છીએ, જે જૂની કબજિયાતને દુર કરવાનો જાદુઈ ઉપાય છે.

પહેલા તો એ જણાવી દઈએ કે, આજકાલ દર 100 માંથી 90 વ્યક્તિ કબજીયાતથી પીડાતા હોય છે, અને કબજિયાત જ વધારે પડતી બીમારીઓની જડ બને છે. તો એનો ઈલાજ કરવો ઘણો જરૂરી છે. એટલા માટે આજે અમે તમારા માટે એના કારગર ઉપાય લઈને આવ્યા છીએ. જો કબજીયાતથી પરેશાન લોકો આ 4 કામ દિવસમાં કરશે, તો વગર દવાએ તેમને કબજીયાતથી છુટકારો મળી શકે છે. અને એમાં જ 4 નંબર પર છે એ કબજિયાત દુર કરવાં માટેનો જાદુઈ ઉપાય છે.

કબજિયાત દુર કરવાં આ ઉપાય અપનાવો :

૧. ગરમ પાણી, લીંબુ અને મધ :

જાણકારી માટે જણાવી દઈએ કે, સવારે ઉઠીને ખાલી પેટે કોગળા કર્યા વગર એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ નીચવી, અને એમાં એક ચમચી મધ નાખીને એ પાણી રોજ પીવાથી થોડાજ દિવસોમાં કબજીયાતની સમસ્યા દૂર થશે.

૨. પ્રાણાયામ :

કબજિયાતથી છુટકારો મેળવવા માટે સવારે નિત્ય કર્મ કર્યા પછી ઓછા માં ઓછી 15 મિનિટ કપાલ ભાતિ પ્રાણાયામ કરો. તમે આ પ્રાણાયામ 5-5 મિનિટના અંતરમાં પણ કરી શકો છો. આ પ્રાણાયામ કરવાથી તો તમને રિઝલ્ટ પહેલા દિવસથી જ જોવા મળશે. ભલે પેટની સ્થિતિ ગમે તેવી હોય પણ આ પ્રાણાયામ પેટની દરેક પ્રકારની બીમારીઓ માટે વરદાન છે.

૩. રેશાવાળા ફળ અને શાકભાજી ખાવ :

આ ઉપરાંત તમે દિવસમાં પોતાના ભોજનમાં રેશાવાળા ફળ અને શાકભાજીને વધારે સ્થાન આપો. જ્યુસની જગ્યાએ ફળ ખાઓ. એનાથી તમારા શરીરમાં ફાઈબર આવશે અને કબજીયાતથી મુક્તિ મળશે. વધારે તળેલું, રોસ્ટ કરેલું, મરચાંવાળું, મસાલાવાળું ભોજન કરવાથી બચવું પડશે. ફાસ્ટ ફુડ, કોલ્ડ ડ્રિંક્સ તો જરાપણ ન પીઓ. જીભના ચટાકા પેટના ધડાકા બોલાવે છે.

૪. દુધમાં ઘી નાખીને પીવું :

જણાવી દઈએ કે, રોજ રાત્રે સુતા પહેલા દુધમાં એક ચમચી ઘી (ગાયનું હોય તો સૌથી સારું) નાખીને એને ગરમ ગરમ પીઓ.(ગરમ એટલે હુંફાળું) એમાં ખાંડની જગ્યાએ મિશ્રી કે મધ ભેળવો. એનાથી સવારે જાજરૂ બરાબર થશે. આનો સતત ઉપયોગ કરવાથી થોડા દિવસોમાં તમારી કબજિયાત ભૂતકાળ બની જશે.

ઓન્લી આયુર્વેદનું ત્રિફળા રસ રાતે 30ml એક કપ પાણીમાં સૂતી વખતે લેવું અને પહેલા જ દિવસથી રિઝલ્ટ જુઓ. સાથે જ બીજી ઘણી બીમારીઓથી લડવામાં મદદરૂપ થશે ત્રિફળા રસ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.