આ ઉંમરમાં માં બનવાથી બાળક થાય છે હોશિયાર, શોધમાં સામે આવી વાત.

0
2445

આજના સમયમાં છોકરીઓ નાની ઉંમરમાં જ માતા બની જતી જોવા મળે છે, તેની પાછળના પણ ઘણા કારણો હોય છે, તેના વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું, સામાન્ય રીતે છોકરીઓએ નાની ઉંમરમાં માતા બનવું માતા અને બાળક બન્ને માટે નુકશાનકારક માનવામાં આવે છે, શા માટે તેના વિષે વિસ્તારથી જાણીએ.

શું તમે જાણો છો કે માતા બનવાની યોગ્ય ઉંમર કઈ હોય છે. ડેનમાર્કમાં એક શોધ થઇ છે. જેમાં મહિલાઓને માતા બનવાની યોગ્ય ઉંમર બતાવવામાં આવી રહી છે. આ શોધમાં જણાવવામાં આવ્યું છે કે કઈ ઉંમરમાં માતા બનવાથી બાળક ચપળ અને હોંશિયાર બને છે. નીચે વાંચો શું કહે છે શોધ.

આ ઉંમરમાં છોકરીઓએ બાળકને જન્મ આપવાની યોગ્ય ઉંમર ૩૦ વર્ષ બતાવવામાં આવી છે. શોધકર્તાઓનું કહેવું છે કે ૩૦ વર્ષમાં માતા બનવા વાળી મહિલાઓને યુટસ કેન્સરનું જોખમ ઓછું રહે છે. તે ઉંમર સુધી મહિલાઓ સંપૂર્ણ સેટ પણ થઇ જાય છે. તે ઉપરાંત આ એક એવી ઉંમર હોય છે. જેમાં છોકરીઓ બાળકને જન્મ આપવા માટે માનસિક રીતે તૈયાર રહે છે.

શોધના કહેવા મુજબ કે માં જો બાળકને જન્મ આપતી વખતે માનસિક રીતે સ્વસ્થ રહેશે, તો બાળક પણ સ્વસ્થ અને હોંશિયાર જન્મે છે. એટલે કે બાળકને જન્મ આપતી વખતે માતા માનસિક અને શારીરિક બન્ને રીતે સ્વસ્થ રહેવું ઘણું જરૂરી છે. જો માતા સ્વસ્થ્ય નહિ રહે તો તેની નકારાત્મક અસર બાળકના આરોગ્ય ઉપર પડશે.

આ શોધને ડેન્માર્કની આરહુસ વિશ્વવિદ્યાલયે કરી છે. શોધમાં ૪,૭૪૧ મહિલાઓને સમાવવામાં આવી હતી. આમ તો ડેન્માર્કમાં મહિલાઓને બાળકને જન્મ આપવાની સરેરાશ ઉંમર પણ ૩૦ વર્ષ અને ૬ મહિનાની જ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છોકરીઓની માતા બનવાની સરેરાશ ઉંમર ૩૦ વર્ષ જ છે.

આ શોધ પાછળ એ પણ તર્ક છે કે ૩૦ વર્ષ સુધી છોકરીઓ પરિપક્વ થઇ જાય છે. તે આ ઉંમર સુધી શિક્ષિત અને આર્થિક રીતે સ્વતંત્ર પણ થઇ જાય છે. એટલે તેને બાળકનો ઉછેર કરવામાં તકલીફ પડતી નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.